________________
શારદા સુવાસ
૯૭૩
લગ્ન કરવા તૈયાર થયા છે? એક જ માતાની કુખે જન્મેલા એ ભાઇમાં એક કેટલેા પવિત્ર અને ખીજો કેટલા મલીન ! ઉજ્જવળ યાદવકુળમાં જન્મેલા યાદવનું આટલું બંધુ અધઃપતન થશે? ના....ના....ગમે તેમ તેય રથનેમિ પવિત્ર કુળમાં જન્મેલા છે, કુલીન છે અને નૈમકુમારના નાના ભાઈ છે એટલે મારે જે કાંઈ જવાબ આપવા છે તે તેમને જ આપીશ. આ ફ્ને જવાબ આપવાથી શું લાભ? એને હું કંઈક કહીશ અને એ જઈને જુદું જ કહેશે. તેના કરતા રથનેમિ મારી પાસે આવશે ત્યારે હું કોઈ યુક્તિપૂર્વક એમને સમજાવીશ, તા સંભવ છે કે તેમનું હૃદય સદાને માટે શુદ્ધ પવિત્ર બની જશે.
રાજેમતી મનમાં આ પ્રમાણે વિચારતી હતી ત્યાં દાસીએ પૂછ્યું-મહેન ! આ ખામતમાં તારી શુ ઈચ્છા છે? જે હાય તે મને કહે. જેથી હું જઇને રથનેમિકુમારને સમાચાર આપુ, ત્યારે રાજેમતીએ કહ્યું મને રથનેમિકુમાર દિલથી ચાહુતા હશે તે વાત ખરાખર છે પણ હું તેમણે મોકલેલા વિવાહના સ ંદેશને જવાબ તમને નહિ આપું. એ તા રથનેમિજીને જ આપીશ, માટે તમે એમને કહેજો કે તેએ પોતે જાતે આવીને જ એમના સદેશના જવાબ લઈ જાય અને સાથે એ પણ કહેજો કે તેએ આવે ત્યારે એમને પ્રિયમાં પ્રિય જે પીણું હાય તે લેતા આવે. ખસ, આટલું તમે રથનેમિકુમારને કહેજો, હુતી રાજેમતીના જવાબ સાંભળીને હરખાવા લાગી કે હવે મારું કામ સફળ થશે, કારણ કે જો એણે રથનેમિને અહી. એલાવ્યા છે તે જો એની ઇચ્છા હૈાય તે જ ખેલા૨ે ને? નહિતર શા માટે ખેલાવે ? વ્રુતીએ રાજેમતીના જવાબ સાંભળ્યા પણ એના મુખ ઉપરના ભાવ ન જોયા. એણે તા એક જ વિચાર કર્યાં કે રાજેમતીને રથનેમ સાથે લગ્ન કરવાનું મન છે માટે એમને જોવા માટે અહી લાવે છે. એમ રાજી થઇ ને મથુરાથી રવાના થઇ. આ તરફ રથનેમિ પણ રાજેમતીના સ ંદેશની આતુરતાપૂર્વક રાહ જોતા હતા કે કયારે રાજેમતીના સ ંદેશ આવે. ત્યાં દાસીને દુરથી આવતી જોઇ. દાસી તે એમ જ માને છે કે રાજેમતીની ઇચ્છા છે એટલે એના મુખ ઉપર આનંદ સમાના નથી. હવે દાસી રથનેમિને સદેશે આપશે ત્યારે તેને કેવા આનંદ થશે ને શું મનશે તેના ભાત્ર અવસરે.
ચરિત્ર -- “ ચ'પકમાલાએ કહેલી વીતક કહાની ” :- ચંપકમાલાથી સિ’હુલદ્વીપના લેાકેા ડરી ગયા. સૌના મનમાં એમ થયું' કે તેણે વેશ્યાને મારી નાંખી તે આપણને મારી નાખશે. ખરેખર, આ કઈ જગદંબા છે ને તે આપણા ઉપર કોપાયમાન થઈ છે. દેવીના કાપથી બચવા માટે રાજા અને પ્રજા બધા ભાગ્યા એટલે ચ'પકમાલા અને જિનસેન કુમાર એ જણા રહ્યા. જિનસેને એના હાથમાંથી તલવાર લઇ લીધી ને કહ્યુ' હું ચંપકમાલા તુ જરા શાંત થા, તું તે જાણે કોઇ દેવીની માફક કોપાયમાન થઈ હાય એમ લાગે છે. જો તેા ખરી, તારા ડરથી આખા ગામમાં ખળભળાટ મચી ગયા છે ને સૌ અહી થી ભાગી ગયા. ચ'પકમાલા કડે છે સ્વામીનાથ ! હુ કોપાયમાન ન થાઉં તે શું કરું? મને તે એ વેશ્યા ઉપરથી હજુ ક્રોધ જતા નથી. કુમાર કહે તેં એને તેા પરલેાક પહોંચાડી દીધી.