________________
શારદા સુવાસ જે તારી મહેનતથી રાજેમત મારી સાથે લગ્ન કરશે તે હું તને મેં માંગ્યું ઈનામ આપીશ. મોહાંધ બનેલા રથનેમિને ભાન નથી કે જે એક વખત મારા ભાભી કહેવાઈ ગયા તે શુ મારી સાથે વિવાહ કરવા કબૂલ થશે? અને મારાથી એની સાથે લગ્ન કરવાનો વિચાર પણ કેમ કરાય? કાગડા રાત્રે દેખતા નથી ને ઘુવડ દિવસે દેખતું નથી પણ જેની દષ્ટિમાં વિકાર ભર્યો છે તેવા કામાંધ પુરૂષે તે રાત્રે અને દિવસે દેખતા નથી. આ રથનેમિ પણ કામાંધ બન્યું છે તેથી તેના મનમાં વિચાર નથી આવતું કે હું આ શું કરી રહ્યો છું ! ત્યારે જે દૂતીને તૈયાર કરી છે તે પણ પૈસાની લાલચ હતી. પૈસાના લેભ ખાતર માનવી શું નથી કરતે હૈસા પાછળ માનવી પિતાની જાત હોમી દેવા પણ તૈયાર થઈ જાય છે. આ દાસી જે પવિત્ર હેત તે એ રથનેમિને એમ કહી દેત કે હે યાદવકુળના જાયા! તને આ શોભે છે. જેને તારા સગા ભાઈએ છેડી તેને તું ઈચ્છે છે! આ કામ મારાથી નહિ થાય. પસાના લેભથી દૂતી મથુરા રાજેમની પાસે જવા તૈયાર થઈ ' “દૂતીનું મથુરામાં આગમન :- દૂતી દ્વારકાથી નીકળીને મથુરા પહેચી અને તે રાજેમતીના મહેલમાં ગઈ. દાસી રાજેમતીને ઓળખતી હતી પણ રાજેમત તે આ દાસીથી તદ્દન અજાણ હતી. અજાણી દાસીને પિતાના મહેલમાં આવેલી જોઈને રામતીએ તેને પૂછયું–બહેન ! તું કોણ છે? અને કયાંથી આવી છે? ત્યારે દાસી કહે હું દ્વારકાથી આવી છું. જ્યાં દ્વારકાથી આવી છું એમ કહ્યું ત્યાં રાજેમતીના રૂંવાડા ખડા થઈ ગયા. હૈયું હર્ષથી નાચી ઉઠયું. રાજેમતીને હર્ષ થવાનું કારણ તમે સમજ્યા ને? દ્વારકામાં એને સ્વામી નેમનગીના વસે છે તેથી તેને દ્વારકાનું નામ સાંભળીને આનંદ થયે, એના મનમાં થયું કે મારા નાથ ભલે મને છોડીને ગયા પણ મને ભૂલ્યા નથી. જરૂર તેમણે મને કંઈક સંદેશ પાઠ હશે એટલે એણે પહેલાં તે આવનારી દાસીનો આદર સત્કાર કર્યો. પછી કહ્યું-બહેન! તું જે કામે આવી હોય તે જલ્દી કહે, એટલે દાસીએ કહ્યું કે બહેન ! મારે તમને એકાંતમાં ખાનગી વાત કરવાની છે. રાજેમતી તે સરળ સ્વભાવની હતી. એના મનમાં તે એમ જ હતું કે મારા સ્વામીને સંદેશ લાવી છે.
દૂતી પાસેથી સંદેશે સાંભળવા અધીરી બનેલી રાજેમતી” - પતિને સંદેશે સાંભળવા આતુર બનેલી રાજુલે તે દૂતીને એક રૂમમાં લઈ ગઈ ને કહ્યું-હવે તારે જે કહેવાનું હોય તે મને જલદી કહી દે, એટલે દૂતી કહે છે બહેન! મારા દિલમાં એક વાતનું ખૂબ દુઃખ થયું છે. રાજેમતી કહે છે બહેન ! તને કઈ વાતનું દુઃખ થયું છે? ત્યારે કહે છે બહેન ! તમે આવા તેજ તેજના અંબાર જેવા, તમારું રૂપ-સૌંદર્ય અને દેવકના દેવો પણ ચલાયમાન થઈ જાય એવા તમને તરછોડીને નેમ તેરણદ્વારેથી ચાલ્યા ગયા. મને તે અફસોસ થાય છે કે આવી દેવરૂપ જેવી કન્યાને કઈ છે તે પણ મળતી નથી, તે એમણે શા માટે તમારે ત્યાગ કર્યો? આ મારા દિલમાં ખૂબ લાગી આવ્યું છે.