________________
S૭૦
શારદા સુવાસ સાથે લગ્ન કર્યા વિના પાછા કેમ ફરે જે તેમને દીક્ષા લેવી હતી તે રાજેમની સાથે લગ્ન કરીને સુખ ભોગવ્યા પછી જ લેવી હતી ને? સંસારના આ આનંદને તરછોડીને તથા જેમતીને નહિ પરણીને ભાઈએ બહુ મોટી ભૂલ કરી છે.
ઉગ્રસેન રાજાની પુત્રી રાજેમતીને મેં જોઈ છે. તે સેળે કળાએ સંપૂર્ણ સૌદર્યવાન સ્ત્રી છે. મેં તે રાજેમતીના રૂપની બરાબરી કરનાર બીજી કેઈ સુંદર સ્ત્રી આજ સુધીમાં જોઈ નથી. એવી સુકુમાલી અને નવયૌવના રાજેમતીને ત્યાગી દેવાની ભૂલ એ કઈ કરી શકે તે તે જ કરી શકે કે જે સ્ત્રીને પરીક્ષક ન હોય. હું તે તેને
ઇને આશ્ચર્યચક્તિ બની ગયો છું. મારું મન મારા કાબૂમાં રહ્યું ન હતું પણ ભાઈની સાથે વિવાહ થઈ રહ્યો હતે એટલા માટે હું વિવશ હતે પણ ભાઈ તે રાજેમતીને છેડીને ચાલ્યા ગયા. હવે રાજેમતી શું કરશે? ભાઈ સાથે તેના લગ્ન તે થયા નથી. તે તે હજુ કુંવારી જ છે એટલે તેના વિવાહ અવશ્ય બીજા કેઈ રાજકુમાર સાથે થવાના જ છે, તે પછી હું તેની સાથે વિવાહ કેમ ન કરું! એવું ઉત્કૃષ્ટ કન્યારત્ન કેઈ બીજાના હાથમાં જવા દેવાને બદલે અને જે કન્યા યાદવ કુળની વધુ બનવાની હતી તેને બીજા કુળની વધુ બનવા દેવાને બદલે તેની સાથે મારે વિવાહ કરી લે એ કઈ રીતે અનુચિત ગણાશે નહિ. હું માનું છું ત્યાં સુધી રાજેમની પ્રસન્નતાપૂર્વક અને તેનો પતિ બનાવવાને સવીકાર કરશે. એટલા માટે મારે આ વિષે પ્રયત્નશીલ બનવું જોઈએ. આ પ્રમાણે વિચાર કરીને રથનેમિએ રાજેમની પાસે લગ્નને પ્રસ્તાવ મોકલવાનો નિશ્ચ કર્યો. તે માટે તેણે એક એવી હતીને તૈયાર કરી કે જે ઉગ્રસેનના મહેલમાં જતી આવતી હતી અને એ જેમતીથી પરિચિત પણ હતી. રથનેમિએ તે દૂતીને પિતાને પ્રસ્તાવ સંભળાવીને કહ્યું કે જો તું રાજેમતી સાથે મારા લગ્નને સ્વીકાર કરાવી લાવીશ તે હું તને મોટું ઈનામ આપીશ.
બંધુઓ! એક જ માડીના જાયા હોવા છતાં બંને ભાઈઓના સ્વભાવમાં કેટલું બધું અંતર છે ! એક વિષય પ્રત્યેથી વિરાગી બનેલા છે. જ્યારે બીજે વિષયમાં લુખ્ય છે. એને વિષયને કીડે કેરી ખાય છે. જેમ ઉધઈ જીવાત દેખાવમાં ઘણી નાની હોય છે પણ મોટા મોટા લાકડાને ઉપરથી એવું ને એવું રાખીને અંદરથી કેરી ખાય છે. કપડાને ખાઈ જાય છે ને કાગળને પણ ખાઈ જાય છે, એમ જેના અંતરમાં વિષયની ઉધઈ પ્રવેશે છે તેને અંદરથી કેરી ખાય છે, પછી એના મનમાં વિચારે પણ એવા અવે છે. જેવા વિચારો આવે છે તેવી વાણીને ઉચ્ચાર થાય છે. પછી માણસ એવું વર્તન કરવા તૈયાર થાય છે, એટલા માટે જ્ઞાની ભગવતે કહે છે કે સૌથી પ્રથમ તમારા અંતરમાં એક પણ કુવિચાર આવે તે તેને તરત નાબૂદ કરે. એક જ કુવિચાર જીવનમાં મેટે સડ ઉભું કરશે.
રથનેમિના મનમાં વિષય વિકારનો સડો ઉત્પન્ન થયે એટલે તે વાણીમાં આવ્યું. તેથી તેણે રાજેમની પરિચિત દૂતને બેલાવી તેની સાથે સંપર્ક સાથે. તેને પિતાના મનની વાત જણાવીને કહ્યું કે આ વાત તારે ખાનગી રાખવાની. કેઈને કહેવા નહિ.