________________
શારદા સુવાસ
૭૬૯ આપણુ ચાલુ અધિકારમાં નેમકુમાર તેરણદ્વારે આવ્યા ને લગ્ન કર્યા વિના પાછા ફર્યા તેથી રાજેમતીના દિલમાં તેમના વિરહનું અપાર દુઃખ થવા લાગ્યું, એટલે તે વિલાપ કરવા લાગી, ત્યારે એની સખીઓ જેમકુમારને ભૂલવા માટે ખૂબ સમજાવતી પણ કઈ રીતે એના વિરહની વેદના ઓછી ન થઈ. એ તે સખીઓ પાસે તેમના વિરહની વેદના પ્રગટ કરતી અને સાથે એમના ગુણેને યાદ કરતી હતી. સજજનેને સારી દુનિયા યાદ કરે છે. યુગોના યુગ વીતે છતાં એમને કઈ ભૂલતું નથી. દેવાનુપ્રિયો ! સજ્જન પુરૂષને એ સહજ સ્વભાવ હોય છે કે તેઓ બીજાના લાભમાં પિતાને લાભ અને બીજાની હાનીમાં પોતાની હાની માને છે. તેઓ બીજાઓના હિતની વાત જાણીને પ્રસન્ન થાય છે અને બીજાઓના અહિતની વાત જાણીને દુઃખી થાય છે. બીજાના હિતાહિતને તેઓ પિતાનું જ હિતાહિતમાને છે. બલકે પિતાના હિતાહિતથી તેઓ પ્રસન્ન કે દુઃખી થતા નથી પણ બીજાનું અહિત કે દુઃખ જોઈને દુઃખી થાય છે અને બીજાઓનું હિત કે સુખ જોઈને પ્રસન્ન થવાનો તેમનો સ્વભાવ હોય છે. બીજા કોઈને દુઃખી અથવા તેનું અહિત થતું જોઈને તેઓ એવી ભાવના પણ નથી લાવતા કે હવે આ વખતે મારે મારો સ્વાર્થ સાધી લે ઈએ. તેઓ બીજાના હિતને અર્થે પિતાને વાર્થ પણ છોડી દે છે. તે પછી બીજાના અહિતથી પિતાને સ્વાર્થ સાધવાની તે વાત જ કયાં રહી! તેથી ઉલટું દુર્જનને સ્વભાવ સજજનેના સવભાવથી સર્વથા વિપરીત હોય છે. તેઓ બીજાઓના લાભમાં પોતાની હાનિ અને બીજાઓની હાનિમાં પિતાનો લાભ માને છે. બીજાઓને સુખી જોઈને તે દુઃખી થાય છે અને બીજાઓને દુઃખી દેખીને તે પ્રસન્ન થાય છે. કેઈને વિપત્તિમાં આવેલા જેઈને સજજન માણસો તે તેને સહાય કરે છે, તેની વિપત્તિ ટાળવાનો પ્રયત્ન કરે છે પણ દુર્જન માણસ બીજાઓની વિપત્તિને પિતાનો સ્વાર્થ પૂર્તિનું એક સાધન માને છે અને સમજે છે કે અમારું કાર્ય સિદ્ધ થવા માટે જ તેના ઉપર આવી વિપત્તિ આવી છે. સજજનતા અને દુર્જનતાનું કારણ પિતાનો સ્વભાવ છે. આ વિષયમાં કુલ, વંશ કે માતા-પિતા કારણભૂત નથી. જો કે સંતાનમાં માતા-પિતાનો સ્વભાવ પણ આવે છે પણ એમ ન કહી શકાય કે સંતાનમાં માતા-પિતાના ગુણ-દુર્ગુણ આવે જ છે. ક્યારેક એમ હેય છે ને ક્યારેક નથી પણ હતું.
નેમકુમાર અને રથનેમિ બને સહોદર ભાઈઓ હતા છતાં બંનેના સ્વભાવમાં વિષમતા હતી. જેમાં ભવિષ્યમાં તીર્થ કર બનવાના છે તેવા નેમકુમાર કેવા વિચારો ધરાવતા હતા તે વાત તે તમે સાંભળી ગયા, પણ તેમના નાના ભાઈ રથનેમિના વિચારો તેમના જેવા ન હતા, પણ જે યાદવે સ્ત્રીના ભેગમાં જ સુખ માનતા હતા તેના જેવા હતા. જેમકુમાર રાજેમતને પરણ્યા વિના પાછા ફર્યા તેથી બીજા યાદવને ખેદ થયો પણ રથનેમિને આનંદ થયા. તેમને ઉત્પન્ન થયેલી પરિસ્થિતિને લાભ લેવાની લાલચ થઈ. તે વિચારવા લાગ્યા કે રાજેતી જેવી સૌદર્યવતી રમણીને છેડીને મારા ભાઈ ચાલ્યા ગયા તેથી એમ લાગે છે કે તેઓ સ્ત્રીઓના પરીક્ષક નથી અને શૃંગારરસના રસીક પણ નથી નહિતર રાજેમતી શા સુ-૬૯