________________
શારદા સુવાસ
૭૬૭ કદી અભિમાન ન આવ્યું. તે જીવનભર દુઃખીની સેવા અને પોપકારના કાર્યો કરતો રહ્યો ને પિતાનું જીવન સુવર્ણાક્ષરે લખાવી ગયે. જે સારા કાર્યો કરે છે તેનું જીવન અમર બને છે. રાજેમતી અને તેમના અધિકારમાં આગળ શું આવશે તેના ભાવ અવસરે.
વ્યાખ્યાન નં. ૮૩ આસો સુદ ૧૫ ને સેમવાર
તા. ૧૬-૧૦-૭૮ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! અનતજ્ઞાની ભગવંતે ફરમાવ્યું છે કે હે ભવ્ય છે! અનંત પુણ્યાઈથી તમને આ માનવ દેહ મળ્યો છે. તે રંગરાગ, ભેગવિષય અને એશઆરામ કરવા માટે નથી મળ્યું પણ તપ-ત્યાગ દ્વારા ભવના બંધને તેડવા માટે મળે છે. રંગરાગાદિમાં તરબોળ રહેવાથી માનવ ભવની હાથમાં આવેલી સોનેરી તક નિષ્ફળ જાય છે અને ભવના ફેરા વધી જાય છે અને જીવને ચર્યાશી લાખ છવાયેનિના દુઃખદ પરિભ્રમણમાં ફેંકાઈ જવું પડે છે. આત્માની અને ધર્મની શ્રદ્ધાવાળે. જીવ આ વાત સમજવા છતાં પણ વિષયેના રંગરાગ છોડી શક્તા નથી ત્યારે એ મૂંઝાય છે કે જીવન આવી રીતે પસાર થઈ જશે તે મારું શું થશે ? આ મૂંઝવણને ટાળવા માટે અને રંગરાગાદિના ત્યાગ માટે સત્સંગ, જિનવાણીનું શ્રવણ અને આધ્યાત્મિક વાંચન એ શ્રેષ્ઠ ઉપાય છે. આવા ઉપાયે અમલમાં લેવા છતાં પણ જે રંગરાગને ત્યાગ ન થાય, આત્મકલ્યાણ માટેના પ્રબળ પુરૂષાર્થ ન પ્રગટાવી શકાય તે શું કરવું? આ બાબતમાં મહાનપુરૂષે કહે છે કે એના માટે એક શ્રેષ્ઠ ઉપાય છે જેનાથી તપ-ત્યાગ વિગેરેને પુરૂષાર્થી પ્રગટાવી શકાય.
એ ઉપાય કર્યો છે ? તીર્થકર ભગવંત પ્રત્યે આપણા દિલમાં એ પ્રેમ જાગૃત કરીએ કે એ પ્રેમના કારણે આપણા દિલમાં એમ થાય છે કે જે મારા પ્રભુને રંગરાગ, ભોગવિષયે, એશઆરામ વિગેરે ન ગમ્યા તે મને શા માટે ? જે એમને ન આપ્યા તે મને શા માટે ખપે ? એમને તપ-ત્યાગ, ઉપશમ, ક્ષમા, ધર્યતા વિગેરે ગયા તે મને પણ એ જ ગમવા જોઈએ. હૈયાને જવલંત પ્રેમ અંતરમાં આવી વૃત્તિ ને બળ જગાડે છે. આ સંસારમાં પણ આપણે જોઈએ છીએ તે પતિ પ્રત્યે પ્રેમ ધરનારી સુશીલ પત્ની એના પતિના સ્વભાવને અનુસરે છે ત્યારે એ વિચાર કરે છે કે મારા પતિને ક્રોધ ગમતું નથી. ગમે તેવા સંગમાં પણ એમને ક્રોધ આવતું નથી તે મારે ક્રોધી સ્વભાવ કેમ રખાય? મારે કોઈને ત્યાગ કરે જોઈએ. મારા પતિને જે અમુક વસ્તુ ન ખપે અને ન ગમે તે પછી મને પણ એ વસ્તુ શા માટે ખપે ને શા માટે ગમે? એમને જેને ત્યા એને મારે પણ ત્યાગ. મારા પતિ જે આટલું બધું કષ્ટ સહન