________________
શારદા સુવાસ
૭૬૫ નહિ જવા દઉં. મારે તમારા રૂપિયા નથી જોઈતા. મારે દીકરે કંઈ તમારા પચ્ચીસ કે પચાસ હજારની કિંમતને ન હતે. શેડ કહે છે બાઈ! તું કંઈ માંગી લે, આ કહે છે કે શેઠ! વધુ શું કહું, તમારી આખી મીલ મને આપી દે તે પણ મને મારે લાલ મળવાને છે? મારે તમારે એક રાતી પાઈ જોઈતી નથી. અમે અનીતિની રાતી પાઈ લેતા નથી, પણ તમે બહુ કહે છે તે એટલું કરજે કે આપની મીલમાં જે ત્રણ વર્ષથી પટાવાળાની નેકરી કરે છે તે મારા પતિ છે. તેમને પંદર દિવસથી ટાઈફેઈડ થયેલ છે. તાવ કઈ રીતે ઉતરતો નથી. અત્યારે બેભાન પડયા છે. તેમને મૂકીને આવી છું. તેમની દવા માટે મને જરૂર પડે ને હું આવું તે મને મદદ કરજો. ભલે, બહેન ! જ્યારે તારે પૈસાની જરૂર પડે ત્યારે તું ખુશીથી આવજે. મારી મીલના દ્વાર તારે માટે ખુલલા છે. આમ કહીને શેઠ તે જાણે બિલાડીના મુખમાંથી ઉંદર છૂટ હોય તેમ છૂટયા ને જહદી ઘર ભેગા થઈ ગયા. ભાંગ્યા હૃદયે પુત્રની અંતિમ ક્રિયા કરી સરલા પાછી આવી ત્યારે પતિ કહે છે કે તું ક્યાં ગઈ હતી? વજ જેવી છાતી બનાવીને સરલાએ કહ્યું નાથ ! બાબાને પગે લાગ્યું હતું. તેને દવાખાને લઈ ગઈ હતી. બા ક્યાં છે? તેના માસીના ઘરે મૂકે છે.
- હવે સરલાની પાસે પૈસા નથી. દવા કયાંથી લાવવી? ડોકટર કેવી રીતે લાવવા ? અને મહેશને તે તાવ નર્મલ થતું નથી, છેવટે સરલા મીલમાં ગઈ ને બસે રૂપિયાની માંગણી કરી. એટલે શેઠ એના માણસેને કહે છે બાઈનું બાવડું પકડીને બહાર કાઢે. જાણે એમના માટે જ કમાતી ન હોઈએ ! બસે રૂપિયા કમાતા કેટલી મહેનત પડે છે ! આકાશમાંથી પૈસા પડતા નથી. સમજી શેઠના માણસે બાઈને બાવડું પકડીને બહાર કાઢે છે ત્યાં મીલમાં કામ કરતા ત્રણ ચાર સજજન માણસે દેડીને આવ્યા ને શેઠને કહેવા લાગ્યા શેઠ ! આ બાઈને તમે ઓળખી? બે દિવસ પહેલાં તમે એના અઢી વર્ષના કુલ જેવા બાબાને તમારી મોટર નીચે કચડી નાંખ્યું હતું. એ વખતે તમે પારેવાની જેમ ફફડતા હતા ત્યારે તમે એને પચાસ હજાર રૂપિયા આપવા તૈયાર થયા હતા. એ પવિત્ર બાઈએ રાતી પાઈ ન લીધી અને તમને છૂટા કર્યા હતા. એ શું તમે ભૂલી ગયા? એને બાબ ચાલે ગયે ને પતિ બિમાર છે. તમે એના ઉપર કંઈક તે દયા કરે. બે દિવસમાં તમે ભૂલી ગયા? આ સાંભળી નરપિશાચ જેવા શેઠના દિલમાં ક્રોધની જવાળાઓ ભભૂકી ઉઠી અને એના માણસને કહેવા લાગ્યા કે આ દુષ્ટને નોકરી પરથી ઉતારી મૂકે. મને કહેનાર કેણ? એ લોકોને કાઢી મૂક્યા ને આશાભેર આવેલી મહેશની પત્ની સરલાને પણ ચોટલે પકડીને મીલના કંપાઉન્ડની બહાર કાઢી મૂકી. સરલા ઘરે આવીને કાળા પાણીએ રડી. અહે, પ્રભુ! મારા કમેં મારી આ દશા કરી. હવે તે તારા શરણે છું. આ દુનિયામાં કહેવાય છે ને કે દીન દુઃખીને બેલી ભગવાન. હે પ્રભુ! અમે જીવનમાં કદી અન્યાયનું ખાધું નથી. અમારું જીવન સદાચારી હોય તે મને સહાય કરજે. એમ કહી એક હાથ પતિના માથે