________________
શારદા સુવાસ શું કરે? કેટલા વેરઝેર ઉભા થાય ને કંઈક ધાંધલ મચી જાય. આજે તે પરણ્યા પછી બે માણસને ન બન્યું એટલે છૂટાછેડા થઈ જાય. આ તમારે સંસાર. સંસારમાં જ્યાં જુઓ ત્યાં ઝઘડા, કલેશ અને ધમાલ છે, કયાંય શાંતિ નથી. પાસે ગમે તેટલું ધન હેય તે પણ માણસ ધન માટે જ્યાં ને ત્યાં વલખા મારે છે પણ એને ખબર નથી કે ધન સાથે આવવાનું નથી. છ છ ખંડની સંપત્તિના સ્વામી એવા ચક્રવર્તિ એ પણ બધું છોડીને ગયા છે. સમ્રાટ સિંકદરે સારી દુનિયાની લક્ષ્મી લૂંટીને ભેગી કરી હતી છતાં જતી વખતે સાથે શું લઈ ગયે? જતી વખતે તે ખાલી હાથે જ ગયે ને? પૈસા માટે તે આજન માનવી માનવ મટીને પિશાચ બની ગયો છે. પોતાના સુખ માટે બીજાને તે કચડી નાંખે છે. એ નરપિશાચને ગરીબની દયા પણ નથી આવતી. શ્રીમંત પિતાની સત્તાથી મનુષ્ય મટીને કે નરપિશાચ બની જાય છે, તે વાત બતાવતું એક દષ્ટાંત આપું છું.
અમદાવાદમાં બનેલી કહાની છે. એક ગરીબ માતા-પિતાનો લાડીલે એકનો એક છોકરો મહેશ બી. એ. પાસ થયે, પછી નોકરી મેળવવા માટે તપાસ કરવા લાગ્યું. મહેશના માતા-પિતા બાળપણથી ગુજરી ગયા હતા. આ કરે જેમતેમ કરીને ભણે, પછી એને લાયક કન્યા પણ મળી ગઈ. એ છોકરી ખૂબ સજજન હતી. મહેશ પણ ખૂબ ગુણીયલ
કરે હતે. એણે મનથી નિર્ણય કર્યો હતો કે પોતાની જાત મહેનતથી કમાણી કરીને ખાવું. કદી કેઈની પાસે લાંબે હાથ કરે નહિ. અન્યાયનું ધન કદી લેવું નહિ, મહેશ બુદ્ધિશાળી ખૂબ હતે. નોકરી માટે એક દિવસ તે મીલમાલિકને ત્યાં ગયો, પણ કેઈ નોકરી રાખતા નથી. આજે પણ નોકરી કોને મળે? લાગવગવાળાને. મહેશને નોકરી મળતી નથી. મીલમાલિકે કહ્યું હમણાં જગ્યા નથી. મહેશ ખૂબ કરગર્યો એટલે શેઠે એને પટાવાળા તરીકે રાખે. મહેશની બુદ્ધિ, હોંશિયારી, બધું મીલનો મેનેજર બને તેવી હતી પણ એના કર્મોદયે એને મેનેજરને બદલે પટાવાળે બનાવ્યો, છતાં મહેશ વિચારે છે કે શેઠે મને પટાવાળાની નોકરી તે આપી ને! એમને મહાન ઉપકાર છે, મહિને બસે રૂપિયાને પગાર મળે છે તેમાંથી આ બંને માણસે વીસ રૂપિયા તે દાનમાં વાપરતા હતા. આજે તે શ્રીમંતેની પણ આવી ઉદાર ભાવના ઓછી જોવા મળે છે. શ્રીમંત વર્ગના દિલમાંથી જે દયા દેશવટે લેશે તે ગરીબની ખબર કેણ લેશે? આજે જ્યાં જુઓ ત્યાં પૈસાની કિંમત છે. પૈસા માટે નરપિશાચ જે બની ગયા છે.
મહેશ પટાવાળાની નોકરી કરે છે. એની હોશિયારી, બુદ્ધિ, વિનય આ બધું જોઈને મીલમાં કામ કરનારા સજજન માણસે વિચાર કરવા લાગ્યા કે આ તે બકરીના કોટે રત્ન બાંધ્યું છે. આ કરે ભણેલ ગણેલે ને કે વિવેકી છે! આને તે મેનેજર બનાવ જોઈએ પણ એના પાપકર્મને ઉદય છે કે શેઠ એના કામની કદર કરતા નથી. મહેશે ત્રણ વર્ષ મીલમાં નોકરી કરી. તેમાંથી જે પગાર મળે તેમાંથી પિતાનું જીવન