________________
શારદા સુવાસ પ્રકારની વાત કરીને તેનું મન શાંત કરવાના ઉપાય કરવા લાગી પણ કઈ રીતે રમતીનું મન શાંત ન થયું. સખીઓએ ખૂબ સમજાવી ત્યારે એનું મન સ્વસ્થ થતાં એની પ્રિય સખીને કહેવા લાગી કે હે સખી! હું વિચાર કરું છું ત્યારે એક બાજુ મને આનંદ થાય છે ને બીજી બાજુ મને ખેદ થાય છે કે મારા પતિએ બધી સ્ત્રીઓમાં મને શ્રેષ્ઠ માનીને મારું ગૌરવ વધાર્યું છે. આ સંસારમાં એમને માટે અનેક કન્યાઓ હતી પણ એમાં મને જ પસંદ કરી અને મારે માટે આવી મટી જાન જોડીને પધાર્યા. વસુદેવજી, સમુદ્રવિજય વિગેરે વડીલેએ પણ મને જ એગ્ય માની તેમજ નેમકુમાર દુઃખી જીની કરૂણા કરીને જગતમાં અહિંસાનો પ્રચાર કરવા, દુઃખી જીવને શરણ આપવા તેમજ જગતના જીવનું કલ્યાણ કરવા માટે અને સ્વયં મેક્ષ પ્રાપ્ત કરવા માટે ગયા છે એ મારે માટે ગૌરવની વાત છે. જ્યારે હું વિચાર કરું છું કે જેમકુમારે દુઃખી જીની કરૂણા માટે જ મારે ત્યાગ કર્યો છે ત્યારે મારા હર્ષનો પાર નથી રહેતો ને હું મને પોતાને બડી ભાગ્યવાન માનું છું.
પશુપક્ષીઓની કરૂણા માટે યુવાવસ્થામાં અને તે પણ લગ્નના સમયે જ લગ્ન ન કરતાં આજ સુધીમાં આ સંસારમાં કેણુ વિરકત થયું છે? માત્ર મારા પતિ નેમકુમાર જ આવા પુરૂષ નીકળ્યા છે. સખી! જ્યારે મને આવા વિચારે થાય છે ત્યારે તે મને ખૂબ પ્રસન્નતા થાય છે, પણ જ્યારે મારા મનમાં એવા વિચારે આવે છે કે મને પરણ્યા વિના જ નેમકુમાર તેરદ્વારથી પાછા કેમ વળ્યા? તે વાત યાદ આવતા મારા દિલમાં ઘણું દુઃખ થાય છે. મારું હૃદય ભરાઈ જાય છે. તે વખતે મને એ વિચાર આવે છે કે જે તેઓ મારી સાથે પરણ્યા હતા અને પછી ગયા હતા તે શી હરક્ત હતી? હું સંસારના વિકારની પૂર્તિ માટે તેમની અર્ધાગના બનતી ન હતી. તેઓ મને પરણ્યા પછી પણ એમ કહી શકતા હતા કે હું સંસારિક વિષયને છોડીને જગતમાં અહિંસા, કરૂણને પ્રચાર કરવા, ભવ્ય જીવોને કલ્યાણને માર્ગ બતાવવા અને મોક્ષ રૂપી લ૯મી મેળવવા માટે જાઉં છું. જે તેઓ મારી સાથે લગ્ન કરીને જાત તે હું શું એમને રેકત? શું હું એમના માટે મેક્ષમાં વિદન કરનાર નીવડત ? જે એમના મનમાં એમ ન હતા તે મને પરણીને કેમ ન ગયા? એ બાબતનું મારા દિલમાં અતિશય દુઃખ થાય છે. - હું ક્ષત્રિય કન્યા છું. ક્ષત્રિય કન્યા પિતાના પતિને જે તે યુદ્ધથી ભય પામતે હોય તે નમ્રતાપૂર્વક મર્મભર્યા વચને વડે પિતાના હાથે સુસજિત કરીને રણસંગ્રામમાં મોકલે છે કે જ્યાં પ્રાણની હારજીત છે. ક્ષત્રિય કન્યાઓ આવા સમયે પણ જે પતિને રેકતી નથી પણ પ્રેરણા આપીને યુદ્ધમાં મોકલે છે તે પછી કર્મશત્રુઓ સાથે યુદ્ધ કરીને જીવનમુક્ત બનવા માટે જતાં પતિને કેમ રોકું ? હું એમને પ્રસન્નમુખે વિદાય