________________
શારદા સુવાસ આશાઓ હતી ! મારી આંખે આપને નીરખવા માટે કેટલી આતુર હતી. મને ખબર ન હતી કે ક્ષણ પછી શું થઈ જશે? મારા મનમાં આપની પત્ની બનવાની કેટલી બધી ઉત્કંઠા હતી. નાથ ! મારે સ્વીકાર કર્યા વિના જ કેમ ચાલ્યા ગયા? મારા મનની બધી આશાઓ વ્યર્થ ગઈ. મારી આશા નિરાશામાં જ પરિણત થઈ ગઈ. મારા મનની ભાવના મનમાં જ રહી ગઈ. હે મારા ભગવાન ! મેં આપને શું અપરાધ કર્યો ? આપે મને કેમ ન અપનાવી? હે કરૂણાસાગર ! આપે આ બંધનમાં પડેલા પશુ પક્ષીઓ ઉપર કરૂણું કરી તે આ અભાગણી રાજેમની ઉપર કરૂણ ન કરી? આપે આ દાસીને એક વખત દર્શન તે આપવા હતા ને. મારે શું અપરાધ હતે એ તે મને કહેવું હતું. શું આ પાપણું રાજુલ આપના દર્શનને યેય પણ ન હતી? મને દર્શન આપવાનું પણ આપને ઉચિત ન લાગ્યું? આવા કરૂણાવંત આપે જે મારે હાથ ન પકડે, મને આપે ન અપનાવી તે પછી આ સંસારમાં મારું કેણું રહ્યું હવે મારું જીવન શા કામનું છે? આજ સુધી હું મારી આશાની વેલડીને આપનાં પ્રેમના પાણીથી સીંચતી હતી. એને ફળ આવવાના સમયે જ એના ઉપર હિમ પડયું તેથી એ કરમાઈ ગઈ. જે આપ મને અપનાવવા ઈચ્છતા ન હતા, હું આપની દૃષ્ટિમાં મેગ્ય ન હતી તે મારી આશાની અમરવેલને શા માટે વધવા દીધી? જે આપે મને પહેલેથી ખબર આપ્યા હતા તે આટલું દુઃખ થવાનો * પ્રસંગ જ ન આવત ને ?
હે મારા નાથ! મને આશા હતી કે હું સમુદ્રવિજ્ય મહારાજા તથા શીવાદેવી મહારાણીની પુત્રવધૂ બનીશ, શ્રીકૃષ્ણજી તથા બળદેવજીના ભાઈ અને યાદવકુળને ભૂષણ એવા નેમકુમારની ધર્મપત્ની બનીશ, પણ મારી એ આશાએ પાણીના પરપોટાની સમાન ક્ષણવારમાં વિલીન બની ગઈ. આપ મને દૂરથી જ દર્શન આપીને ચાલ્યા ગયા. હું તે મારા મનથી આપના ચરણકમલની દાસી બની ચૂકી હતી. હું આપની સેવા કરવા માટે ઉત્સુક હતી, એવા હે મારા પ્રાણેશ ! આપ ઉપેક્ષાપૂર્વક મને છોડીને ગયા ! મારી સાથે આપે વાત પણ ન કરી ! મારા ઘર સુધી પણ ન આવ્યા? મને કઈ સંદેશ પણ ન મેકલાવ્યે ! આપે મને કઈ માર્ગ પણ ન બતાવ્યું ! હે જીવન બાધાર ! આપની દષ્ટિમાં મારો ગમે તે અપરાધ દેખાતે હેય ને તેના કારણે મારે ત્યાગ કર્યો હોય પણ હું તે આપની જ છું ને આપની જ રહેવાની છું. આપના સિવાય મારે કઈ આધાર નથી. આપ મને પાસે રાખો કે ન રાખે, આપ મારું સન્માન કરે કે અપમાન કરે, મને આપની માને કે ન માને પણ હું તે પહેલેથી જ આપની થઈ ચૂકી છું. હવે મારી જીવનનૈયા ભલે આપ પાર પહોંચાડે કે ઉંડા જળમાં ડુબાડે એ આપના હાથની વાત છે. મેં તે આપના હાથમાં મારી જીવન નૌકા સોંપી છે ને આપને જ સંભાળવાની છે.
આ પ્રમાણે બલીને રાજેમતી વિલાપ કરવા લાગી, ત્યારે તેની સખીઓ અનેક