________________
ઉપ
શારદા સુવાસ
આ કાળમાં આત્મા વિષયવાસનાના જાળા વધારતા હાય, નવા કમ રૂપી ઉકરડાના કચરા મેહના ટોપલાથી ભરીને આત્મામાં ઠાલવતા હાય અને અધમ વિચારાથી આત્માને વધુ અંધકારમય બનાવતા હાય તા આ કાર્ય કેટલ' અનુચિત કહેવાય !
અનાદિકાળથી આહારાદિ દશ સંજ્ઞાએ ચેતન આત્માને જડવત્ મનાવી રહી છે. એ સ'જ્ઞાઓના સામ્રાજ્યને દાન, શીયળ, તપ, ભાવ, ક્ષમા, વિનય, વિવેક આદિથી હટાવીને આત્માને સ્વસ્થ બનાવવા માટેના આ મનુષ્યભવ એ ભવ્ય કાળ છે, માટે તપ વિગેરે કરી લા, પેટને ગમે તેટલું ખાવા આપે! પણ જ્યારે જુએ ત્યારે ભૂખ્યુ` હાય છે. આ કેવી વેઠ છે! વિચાર કરો. સદાને માટે માંગીયું અને ભૂખણીયુ' પેટ ખવડાવવાથી તૃપ્ત નહિં થાય. અને તપ-ત્યાગથી જ તૃપ્ત કરવાની જરૂર છે. આવી રીતે ધન પણ ગમે તેટલું મળવા છતાં જીવને સંતેષ થતા નથી, કારણ કે રૂ∞ા ૩ બળાત્ત સમા બળતા ઈચ્છા આકાશ જેટલી અનંત છે. જેમ મળે તેમ લેાભ અને પરિગ્રહ સજ્ઞા વધતી જ જાય છે. તેમને દેવાની ઋદ્ધિ આપવામાં આવે તે પણ તૃપ્તિ થતી નથી, દેવાને પણ પેાતાનાથી ઉચા દેવલે કની ઋદ્ધિ જોવે ત્યારે એમ થાય છે કે હું પણ આવી ઋદ્ધિ મેળવું. આ જડ પદાર્થોની ઇચ્છાઓનું એ માહાત્મ્ય છે કે ઈચ્છા પૂરી થતી નથી. એ માટે સતષની જરૂર છે. આ સંજ્ઞાઓના સામ્રાજ્યને હટાવવા માટેના કિમતી કાળ મનુષ્યભવ જ છે.
દેવભવમાં પણ પરિગ્રહ સંજ્ઞાનું સામ્રાજ્ય સ્થપાયેલું છે. દેવભવમાં ઘણી રિદ્ધિસિદ્ધિ મળી હતી. ત્યાં ખાવાની પણ જરૂર ન હતી. ખાવાની ઈચ્છા થાય ત્યારે તેને માત્ર દિવ્ય એડકારથી જ શમાવી શકાતી હતી. ત્યાં ખાવાપીવાની કોઈ ખટપટ ન હતી. પુણ્યાઇથી દિવ્ય સપત્તિ મળી હાવા છતાં ઇચ્છાઓ ઉપર ઈચ્છાએ દોડતી જ રહી, ત્યાં આહાર સ'જ્ઞા કયાંથી તૂટે? સૂવા બેસવા માટે, હરવા ફરવા માટે, આમેાદ પ્રમેાદ માટે બાગ બગીચા, મુલાયમ વસ્ત્રો, મખમલના ગાલીચા, એક દેવભવમાં કરોડા દેવીએ વિગેરે ત્યાં જે મળ્યુ હતુ. તે રાગને વધારનારું હતુ પછી વિષયસ'જ્ઞા કયાંથી તૂટે? ત્યાં સંજ્ઞાઓને તાડવાનુ ક્ષેત્ર કે કાળ ન હતા, માટે અહીં જ વિચાર કરો કે મને આ બધુ કરવાના ઉત્તમ અવસર મળ્યા છે. અહીં આત્મસ્વરૂપની આડે આવેલા કના પડદાને ચીરી શકાય તેમ છે. જ્યાં મેહની નદીમાં તણાઈને ભવસમુદ્રમાં ડૂબી જવાને બદલે વીતરાગ શાસનરૂપી નાવમાં બેસીને ભવસાગર પાર ઉતરી શકાય એવા આ કાળ છે. પૂર્વ નાવ મળી હતી તે કાણી હતી કારણ કે ધર્મ સાધના કરવા છતાં માક્ષનું લક્ષ ન હતું. હવે તે બધુ લક્ષ આવ્યું છે તે ચારિત્રરૂપી નાવમાં બેસીને ભવસાગર શા માટે ન તરી જાઉં !
નરક અને તિય′′ચમાં પણ આ જીવે કેટલા કષ્ટો સહન કર્યાં છે તેનેા ખ્યાલ નથી. વિચાર કરી. તિય ઇંચના ભવમાં ખળદ હતા ત્યારે ગાડામાં પચ્ચીસ મણુ ભાર ભર્યાં હતા. મધ્યાન્હ સમયે ચૈત્ર વૈશાખના ધોમધમતા તડકા તપી રહ્યા હતા, જમીન અગ્નિની માફક તપેલી હતી, ભૂખ–તરસના પાર ન હતા. શરીર પરસેવાથી રેબઝેખ બની ગયુ. હતું,