________________
શારદા સુવાસ
છ૭ તમે કઈ મારા નિમિત્તે કેમકુમારને એલંભા આપશે નહિ. એમના માટે ગમે તેવા શબ્દો બોલશે નહિ. એ તે મહાન પવિત્ર પુરૂષ છે. એમને કઈ દેષ નથી. છેષ તે મારા કર્મને છે. મારા ભાગ્યમાં એ પવિત્ર પુરૂષની અર્ધાગના બનવાનું લખાયું નહિ હેય. એથી જ એમ બન્યું. રડતા પશુઓને પિકાર સુણીને એમના અંતરમાં કરૂણા આવી અને એમને છોડાવીને પાછા ફર્યા. શું એ પશુની દયા કરે ને મારી દયા ન કરે? એમને મન તે સર્વ જી સમાન છે. મને તે એક જ વાતનું દુઃખ થાય છે કે જતા જતા એક વખત મને મળ્યા હતા અને એમના અંતરની વાત કરી હતી તે હું એમના વિચારને અનુકૂળ બની જાત. એ કહેત એમ કરત. મેં તે દૂરથી એમને જોયા પણ એમણે તે મને જોઈ જ નહીં. એમ કહીને રાજુલ રડે છે. હજુ પણ તે કે વિલાપ કરશે, ત્યારે માતા-પિતા શું કહેશે ને શું બનશે તેના ભાવ અવસરે.
વ્યાખ્યાન નં. ૮૨ આ સુદ ૧૪ ને રવિવાર
તા. ૧૫-૧૦-૭૮ આગમન આખ્યાતા, વિશ્વમાં વિખ્યાતા, જગત ઉધારક એવા ભગવતે ભવ્ય જીને જગાડતાં કહે છે કે હે આત્માઓ! મેહ રૂપી ભાવનિદ્રાનો ત્યાગ કરી ધર્મરૂપી ભાવ–જાગૃતિ લાવે, અને વિચારે કે મને અમૂલ્ય સમય મળે છે તે મારે કયું કર્તવ્ય કરવું ઉચિત છે? આ જીવે અજ્ઞાન અવસ્થામાં અનંત પુદ્ગલ પરાવર્તન જે જંગી કાળ વીતાવ્યું. તેમાં અનંતા જન્મ મરણ કરી અનંતા શરીરના પરાવર્તને કર્યા. હવે એવા પરાવર્તન કરીને કરવા ન પડે એવી સ્થિતિને પામવા માટે આ કેટલે બધો ચમર્થ સમય મળે છે! છતાં આ સમયને હું કે ઉપયોગ કરી રહ્યો છું ? અજ્ઞાનમાં, વિષય વાસનામાં, સંસારના વિકટ પંથમાં હજુ પણ શું આત્માને રખડતે રાખવાને? આત્માને ભાન નથી કે એનાથી મારા પુદ્ગલ પરાવર્તને વધે છે કે ઘટે છે? આ માનવ જીવનના સમયનું મહામૂલ્ય કેટલું છે? છતાં જીવ એનું અવમૂલ્ય કરી રહ્યો છે. આવા સુંદર પ્રકાશના પંથને અવગણીને ઘેર અંધારી અજ્ઞાનની ખીણમાં ઉતરી રહ્યો છે. આત્માએ વિચારવાની જરૂર છે કે મેં સંસારવર્ધક પ્રવૃત્તિ વધારી કે ઘટાડી? આ સુંદર મનુષ્ય
જીવનને કાળ શા માટે છે? આ કાળમાં સવારમાં પ્રભુસ્મરણુ, મહાપુરૂષના ભવ્ય પરાક્રમે યાદ કરી જિન શાસનના અને તત્વવિચારના ભવ્ય પ્રકાશ આત્મા પર ઝળહળતા કરી આત્મા પરથી અંનતકાળથી જામેલી વાસનાઓના જાળા ઉખેડી શકાય, જ્યાં અનંત કર્મરૂપી કાટને ધર્મસાધનાના જવલંત અગ્નિથી બાળી શકાય, અનાદિ અનંતકાળથી મલીન બનેલા આત્માને વિશુદ્ધ ભાવનાઓથી સૂર્ય સમાન તેજસ્વી બનાવી શકાય. આ કરવાને બદલે