________________
શારદા સુવાસ કરે છે તે માટે પણ કરવું જ જોઈએ. તે જ એમના પર મારે સારો પ્રેમ છે ને હું એમની સાચી પત્ની છું મારા અહેભાગ્ય છે કે મને આવા ગુણસંપન્ન પતિ મળ્યા છે.
- બંધુઓ ! એક સંસારી પત્નીને પણ આવા ગુણીયલ પતિ મળ્યાની કદર હોય અને પતિ પ્રત્યે આ પ્રેમ હોય તે પછી જિનેશ્વર પ્રભુ પ્રત્યે ભક્તને આ સક્રિય પ્રેમ ન હોય? પતિ માત્ર પેટલી, દાળ, ભાત ને શાકનું સાદું ભેજન જમતે હોય અને એની જ સામે પત્ની થાળીમાં બરફી, પેંડા, લાડુ ને ગુલાબજાંબુ આદિ પકવાન લઈને બેસે છતાં પાછી કહેતી જાય કે મને તમારા ઉપર બહુ પ્રેમ છે તે એનો પ્રેમ કે કહેવાશે ? બનાવટી જ કહેવાય ને? તેમ આપણે પણ કોઈ જાતના ત્યાગ, તપ, ક્ષમા, ઉપશમ કે કષ્ટ વિગેરેને જીવનમાં અપનાવીએ નહિ ને કહીએ કે પ્રભુ ! મને તમારા ઉપર ઘણે પ્રેમ છે તે એ પ્રેમ સાચો કે ઠગારે? આપણે પણ પહેલા તે એ તપાસવાની જરૂર છે કે શું આપણું દિલમાં વીતરાગ પ્રભુ ઉપર જવલંત પ્રેમ છે ? જવલંત પ્રેમભર્યો સેવકભાવ છે ? એક પતિભક્તા સુશીલ પત્ની જે રીતે પતિને સ્વામી માને છે એ રીતે આપણે પ્રભુને સ્વામી માનીએ છીએ. એ પતિવ્રતા પત્ની એના પતિના સ્વભાવમાં અને પ્રવૃત્તિમાં ભળી જાય છે તેમ આપણે પણ જેમને તરણતારણ માન્યા છે એવા તીર્થંકર પ્રભુના સ્વભાવ અને પ્રવૃત્તિમાં ભળી શકીએ છીએ ખરા! જ્યાં ન ભળી શકીએ ત્યાં આપણને શરમ લાગે છે? અંતરમાં તેનું પારાવાર દુઃખ કે ખેદ થાય છે ખરે? આપણે આપણા આત્માને એમ કહેવું જોઈએ કે જે તે ભગવાનને નાથ માન્યા છે તે એમને જે ગમે ને જે રૂચે તે તને ગમવું જોઈએ ને રૂચવું જોઈએ. આપણે ભગવાનને શા માટે નાથ માનીએ છીએ? એમણે સત્તા અને સંપત્તિનો ત્યાગ કર્યો છે માટે, શાંતિનાથ ભગવાને છ ખંડના વૈભવ વિલાસ અને સામ્રાજ્યનો ત્યાગ કર્યો છે તે વિચાર કરે કે આપણાથી નાનીશી સત્તા પણ નથી છોડાતી? દાનમાં થોડું ધન પણ નથી વપરાતું? ભગવાને તે સમસ્ત વિષયવિલાસનો ત્યાગ કર્યો તે તારાથી ઘેડ પણ ત્યાગ નથી કરાત? ભગવાને સંયમ લઈને અઘોર સાધના કરી તે તારાથી થડે પણ તપ નથી કરી શકાતે ? એમણે અનાર્યોના અર કષ્ટ સહન કર્યા ને ઉપરથી કેટલી કરૂણા કરી! તું તારાથી એ અનાર્યો કરતાં પણ કંઈક દરજજે સારા માણસને કટુ વચનો કે અપમાન સહન નથી થતા? તે પછી તને ભગવાન પ્રત્યે સારો પ્રેમ શેને? જેને ભગવાન ઉપર સાચો પ્રેમ છે એ તે ભગવાનના નામ ઉપર ઘણું પાપ છેડી શકે છે, અને તપ-ત્યાગ કરી શકે છે. ઉપશમભાવ કેળવી શકે છે. શાલીભદ્ર ભગવાનના નામ ઉપર દેવતાઈ વૈભ, ભેગવિલાસ અને આખે સંસાર છે, અને સાધુ બન્યા પછી પણ એ જ વિચાર્યું કે મારા પ્રભુએ ઉગ્ર તપશ્ચર્યાઓ કરી તે મારે પણ એ જ કરવું જોઈએ અને તે પ્રમાણે કર્યું. આપણને પણ જે પ્રભુ પ્રત્યે સારો પ્રેમ હોય તે ભગવાને જે અપનાવ્યું તે જ અપનાવવું જોઈએ, ભગવાનને જે ગમ્યું તે જ આપણને ગમવું જોઈએ. તે જ આપણે સંસારના બંધનમાંથી છૂટકારો થાય.