________________
૭૭૨
શારદા સુવાસ દૂતીની વાત ઉપરથી રામર્તા સમજી ગઈ કે આ મારા સ્વામીને સંદેશ આપવા આવી નથી. આ જે કંઈ વાત કરે છે એમાં કઈ ભેદ લાગે છે પણ હવે એની વાત મારે બરાબર સાંભળી લેવી જોઈએ. - રાજેમતી ગંભીરપણે દૂતીની વાત સાંભળવા લાગી. દૂતીએ એની વાત આગળ ચલાવતા કહ્યું-બહેન ! હવે કેમકુમાર પાછા આવે અને તેમના તમારી સાથે લગ્ન થાય એવી કોઈ આશા નથી. માટે તમે એ બાબતમાં અફસેસ છેડી દે. એની પાછળ ગૂરીને આ તમારું રૂપ અને યોવન શા માટે ગુમાવી રહ્યા છો? હવે એને ભૂલી જાઓ. એને યાદ કરીને ઝરવાથી, વિલાપ કરવાથી તમને કંઈ ફાયદો થવાનું નથી. જેના હૃદયમાં સંસાર પ્રત્યે વિરક્ત ભાવ છે તેની સાથે પરણવાથી પણ શું સુખ મળવાનું હતું ? માટે બહેન ! હું તે તમારા હિત માટે કહું છું કે તમારું યૌવન અને સૌંદર્ય એની પાછળ ગુમાવશે નહિ. કેમકુમારે તમારા રૂપ, સૌંદર્યનો ત્યાગ કર્યો તેથી શું થઈ ગયું? કેમકુમાર જેવા બલકે તેમનાથી પણ રૂપાળા હજારે પુરૂષે તમને પરણવા માટે તલસે છે માટે તમે બીજા તમારા જેવા સુંદર પુરૂષની સાથે લગ્ન કરીને સંસાર સુખ ભેગ. કદાચ તમારા મનમાં એમ થતું હોય કે જેમકુમાર મને છોડીને ગયા. હવે એ વર કયાંથી મળશે? જે તમને ખબર ન હોય તે હું તમને બતાવું. ખુદ નેમકુમારના નાના ભાઈ રથનેમિકુમાર તમારી સાથે વિવાહ કરવાની ઈચ્છા રાખે છે. તમારે જે ઘેર પરણીને જવાનું હતું તે જ ઘર છે. માત્ર વર જ બદલાય છે. બીજું કેમકુમાર તે શ્યામ હતા પણ રથનેમિ તે તમારા જેવા ગેરા છે. શું એનું રૂપ છે ! શું એનામાં ગુણ છે ! નેમકુમાર તે એમની આગળ કાંઈ નથી. જેમકુમાર ઉંમરમાં મેટા છે ને રથનેમિ નાના છે, એટલે તમારા બંનેની જોડી શોભી ઉડશે. આ રીતે નેમકુમારની અપેક્ષા એ રથનેમિકુમાર બધી રીતે શ્રેષ્ઠ છે અને તેમણે જ મને વિવાહની વાત કરવા મકલી છે. બહેન ! મારી તે તમને એ જ સલાહ છે કે તમે માની જાઓ અને રથનેમિનું આમંત્રણ સ્વીકારી લે. આ વર તમને બીજે કઈ નહિ મળે. એમની સાથે લગ્ન કરીને તમારું જીવન સફળ બનાવે.
દૂતીએ તે બે કલાક સુધી રાજેમની પાસે રથનેમિના ગુણ ગાયા. એ તે સંસારને નિયમ છે ને કે જેના માંડવે બેઠા હોય તેના જ ગીતડા ગવાય. એમ આ દૂત નેમિના પક્ષની હતી. બીજું જે કાર્ય સિદ્ધ થાય તે રથનેમિ એને મોટું ઈનામ આપવાના હતા, એટલે એ તે બરાબર ગુણ ગાવા લાગી. દૂતીની વાત સાંભળતા રાજેસતીના શરીરમાં સનસનાટી વ્યાપી ગઈ. એની વાતમાં બિલકુલ રસ ન રહ્યો. એનું મોઢું બગડી ગયું પણ દાસીને કંઈ સમજણ પડતી નથી. એ તે વાત કરે જ રાખે છે. જે હોંશિયાર માણસ હોય તે સામી વ્યક્તિનું મુખ જોઈને સમજી જાય છે કે આના ભાવ કેવા છે. માણસનું મુખ એ અંતરને કેમેરો છે પણ આ દાસી તે કાંઈ સમજતી નથી. રાજેતી દ્વતીની વાત સાંભળતા મનમાં વિચાર કરવા લાગી કે શું રથનેમિ પિતાના ભાઈએ તજેલી સ્ત્રી સાથે