________________
શારદા સુવાસ આવવાની હિંમત ન હતી! મારી પાસે જે આવ્યા હતા તે એને સમજાવત કે વત્સ! આમ સંસારથી નાસભાગ કરવાનું કામ કાયરનું છે. ક્ષત્રિય પુત્રનું નહિ. એણે તે ક્ષત્રિયનું નામ લજવ્યું. જે પ્રાણીઓથી ગભરાયે એ માણસને જોઈને તે શું કરે? શેક અને રેષના કારણે મહારાજા આવા શબ્દો બોલી રહ્યા છે. એમ સમજીને સૌ મૌન રહ્યા. થોડી વાર મૌન રહ્યા પછી મહારાજા ઉગ્રસેન કહે છે શું કરવું ને શું ન કરવું તે કંઈ સમજાતું નથી. મંત્રી કહે હવે રાજુલબાને સમજાવી પરણાવવાની તૈયારી કરે. આપણે પણ આપણા કુળની પ્રતિષ્ઠા તે સાચવવાની છે. મંત્રીજી! વાત તે સાચી છે કે પીઠી ભરેલી કન્યાને લાંબે સમય કુંવારી ન રખાય પણ એને વિલાપ અને શેક જઈને ધું ચીરાઈ જાય છે. એને મારે કેવી રીતે સમજાવવી? મહારાજ! આપ ચિંતા નહિ કરે. આ એની સખીઓ અને એના માતાજી એ બધું સંભાળી લેશે. રાજકાજમાં પડેલે માનવી એ વિચાર કરવા બેસે તે પાર જ ન આવે. એ બધું સામાન્ય માણસને પાલવે, એમ મંત્રી ઉગ્રસેન શજને સમજાવે છે. બીજી તરફ ધારણી રાણી અને રાજેમતીની સખીઓ જેમકુમારના વિયાગથી પુરતી જેમતીને કહે છે બહેન ! તું હવે છાની રહે, રડીશ નહિ. નેમકુમાર સાથે લગ્ન કરવાનું તારા લલાટે નહિં લખાયું હોય. નહિતર તેણે આવીને શા માટે પાછા ફરે? ત્યારે માતા કહે છે કંઈ નહિ, કુંવારી કન્યાને “સે ઘર અને સે વર.” નેમકુમાર સાથે કયાં લગ્ન કર્યા છે. હજુ તે મારી રાજુલ કુંવારી જ છે ને ! એને માટે નેમ કરતાં સવા મુરતી શેધીને પરણાવીશું. શા માટે રડે છે? આ શબ્દો સાંભળીને રાજુલ કહે છે કે માતા ! તું આવા શબ્દો ન બેલ. તને વિનવું છું માડી, તારા પગમાં પડી, હવે નહિ રે ઓઢું બીજાની ચુંદડી કહેવું શું માવડી તને ઘડી ઘડી, હવે નહિ રે ઓઢું હું બીજાની ચુંદડી. ભલે માને સો કુંવારી મને, હું તે પરણી ચુકી છું મા ને મને,
| મારા અંગે છે એમની પીઠી ચડી..હવે નહિ રે...
હે માતા ! હું તારા ચરણમાં પડીને તને વિનંતી કરું છું કે હવે તમે મને બીજે પરણાવવાની વાત ન કરશે. ભલે તમારી બધાની દષ્ટિમાં હું કુંવારી છું પણ હું મારા મનના ભાવથી નેમકુમાર સાથે પરણું ચૂકેલી છું. નેમકુમાર જ મારા પતિ છે. તમે માંડ નાંખે ત્યારે તેના નામથી નાંખ્યું હતું ? દેશ દેશમાં બધાને લગ્નમાં આવવાનું આમંત્રણ કેના નામથી આપ્યું હતું? સમુદ્રવિજય રાજાના પુત્ર નેમકુમાર સાથે ઉગ્રસેન રાજાની પુત્રી રાજેમતીના લગ્ન છે. આ રીતે જ આમંત્રણ આપ્યું છે ને? મને પીઠી ચોળી ત્યારે પણ નેમકુમારના નામથી ગીત ગવાયા. એના નામથી મારા શરીરે પીઠી ચોળી. એના નામની મેં ચુંદડી ઓઢી અને હવે હું બીજાની ચુંદડી ઓઢું? બીજાના નામની પીઠી ચોળાવું ને મીંઢળ બાંધું ? હવે આ ભવમાં નેમ સિવાય બીજો પતિ મારે ન જોઈએ. સતી સ્ત્રીને એક ભવમાં બીજે પતિ ન હોય.