________________
૭૫૪
શારદા સુવાસ તે કૃષ્ણને પણ ખૂબ આઘાત લાગે છે કારણ કે બધી જવાબદારી પતે લીધી હતી. પિતે જ માંગુ કરવા ગયા હતા એટલે લખતા સંકેચ તે થાય ને? પણ કાકાની આજ્ઞા થઈ એટલે પોતે પત્ર લખવા બેઠા.
“ઉગ્રસેન રાજાને લાગેલો ભયંકર આઘાત - આ તરફ ઉગ્રસેન શાની પણ એવી જ દશા થઈ હતી. ઉગ્રસેન રાજા સભામાં ગયા ત્યારે સૌના મસ્તક નીચા નમી ગયા. સભામાં બેઠેલા દરેક મનુષ્યના મુખ ઉદાસ હતા ને પ્રધાન આદિ સર્વેની આંખમાં આંસુ હતા. મહારાજા ઉગ્રસેન સિંહાસન પર બેઠા પણ તેમનું ચિત્ત ચેપ્યું નહિ, એટલે પ્રધાનને કહે છે મને ચેન પડતું નથી. મારાથી કામ નહિ થાય. એમ કહીને સિંહાસનેથી ઉભા થઈને મંત્રણગૃહમાં ચાલ્યા ગયા. રાજા સિંહાસને બેઠા ત્યારે દ્વારકાથી એક દૂત કૃષ્ણજીને લખેલે પત્ર લઈને આવ્યો ને રાજાના હાથમાં આપે, પણ અત્યારે મન ઉદાસ હતું એટલે પત્ર લઈને મંત્રીના હાથમાં મૂકી દીધું. મંત્રણાગૃહમાં જઈને ઉગ્રસેન રાજા ઢગલે થઈને પડી ગયા ને તેમની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા, પણ એ આંસુમાં યાદ પ્રત્યે રોષ હતું, અને પુત્રી પ્રત્યે વાત્સલ્ય હતું. મંત્રીએ કહ્યું–મહારાજા ! આપ શાંત થાઓ. બધે રસ્તે નીકળી જશે, પણ આ દ્વારકાથી પત્ર આવ્યું છે એ તે આપ વાંચે? મહારાજા કહે છે મારે એમને પત્ર નથી વાંચ. મહારાજા ! એમ તે કંઈ ચાલે? પત્ર તે વાંચ જ જોઈએ ને. દુશ્મનને પત્ર લઈને દૂત આવે છે તે પણ આપણે વાંચીએ છીએ તે આ પત્ર તે વાંચ જ જોઈએ. મંત્રીએ આ પ્રમાણે કહ્યું એટલે ઉગ્રસેન મહારાજા કંઈક સ્વસ્થ થઈને બેલ્યા-ઠીક, તે તમે મને પત્ર બરાબર વાંચી સંભળાવે. મહારાજાની આજ્ઞા થતાં મંત્રીએ પત્ર વાંચવા માંડે.
પરમ પૂજ્ય શ્રી ઉગ્રસેન મહારાજાની પવિત્ર સેવામાં,
અમારા કારણે આપને માનભંગ, વેદના અને પારાવાર તકલીફ ભોગવવી પડી છે એ માટે અમે તો આપની માફી માંગીએ છીએ. મારા કાકાશ્રી તે એટલા બધા ભગ્નહૃદયી બની ગયા છે કે તેઓ પોતે પત્ર લખી શકે તેમ નથી, પણ આ પત્ર તેમણે જ મારી પાસે લખાળે છે. તેમની આજ્ઞાથી હું પત્ર લખી રહ્યો છું. કાકાશ્રીને બદલે આ કડવી ફરજ મારે બજાવવી પડે છે. કયા શબ્દોમાં ક્ષમાયાચના કરવી એ પણ સમજણ પડતી નથી, છતાં અમારી સ્થિતિ સમજાવીશ તે મને આશા છે કે આપ અમારી સ્થિતિ સમજી શકશે ને અમને ક્ષમા પણ આપી શકશે.
મારા લગ્ન નિમિત્તે પશુઓની હિંસા થશે ! એ કારણે કેમકુમારે તેરણદ્વાર નજીક આવીને હાથી પાછ વાગે ત્યારે અમે બધાએ તેને ઘણે સમજાવ્યું પણ એ પાછો ન વળે. અમને લાગે છે કે એના અંતરમાં રાત દિવસ સંસાર અને વૈરાગ્ય વચ્ચે ઘર્ષણ ચાલતું હોવું જોઈએ. એ સંસાર તરફ વળે તેથી અમને બધાને આનંદ થયે પણ