________________
શારદા સુવાસ તુમ વિના સુના સુના મનના મંદિરિયા (૨)
સની આ કાયા મારી સુના રે આંગણીયા, ચા નહિ રે કંસાર...સુને મારે સંસાર..નેમજી નહિ રે મળે.
રાજુલને વિલાપ એ કરૂણ હતું કે ઝાડે બેઠેલા પંખીઓ પણ ધ્રુજી ઉઠે, ત્યારે માણસની તો વાત જ ક્યાં કરવી ! એને વિલાપ સાંભળીને કઠોરમાં કઠોર હદયના માણસે પણ પીગળી ગયા. રાજુલ કલ્પાંત કરતી કહે છે અરેરે....નાથ! આપ પાછા વળ્યા તે ભલે વળ્યા પણ મને એક વાર તે મળવું હતું ને ! મને એક સંદેશે તે કહેવડાવ હતો કે રાજુલ ! હું તને છોડીને મોક્ષની વરમાળા પહેરવા જાઉં છું. તારી પહેરવાની ઈચ્છા હોય તે ચાલ. મને આમ છેડી દીધી! મારા હૃદયમંદિરમાં તે આપની જ મેહનગારી મૂર્તિ બિરાજેલી છે. આપના જવાથી મારા મનનું મંદિર તકન સૂનું સૂનું બની ગયું છે. આપ આટલી મોટી જાન જોડીને સસરા ઉગ્રસેન રાજાને ઘેર આવ્યા ને એક કેળિયે કંસાર પણ ન ચાખે ! આપ મને એક વખત મળ્યા હતા તે પણ મને સંતેષ થાત, આવા કરૂણ શબ્દ બોલતાં બોલતાં રાજુલ પિતે રડતી જાય છે ને પિતાના માતા-પિતા, સખીઓ આદિ સ્વજનેને પણ રડાવતી જાય છે. મહેલમાં તે વિવાહોત્સવના આનંદને બદલે કાળે કપાત મચી ગયો છે.
જાનનું ઉડી ગયેલું નુર - આ તરફ કૃષ્ણવાસુદેવ, તેમજ સમુદ્રવિજય આદિ દશ દશાર્હ ભાઈઓએ નેમકુમારને પાછા વળવા ઘણું સમજાવ્યા પણ એ પાછા ન વળ્યા. એમણે તે પિતાને હાથી આગળ ચલાવ્યું. જાનમાંથી વરરાજા ચાલ્યા જાય પછી એ જાન કેવી કહેવાય ? જાનમાં જે વરરાજા હોય તે જાનના માન છે. વરરાજા વિનાની જાનના માન નથી. વર વિનાની જાન શેભતી નથી. એ જાન જાન નથી રહેતી, એમ દ્વારકા નગરીથી આવેલી જાન વેરવિખેર થઈ ગઈ. જે નેમકુમાર પરણ્યા હતા તે જેમ જાન ધમધમાટ કરતી આવી હતી તેમ ધમધમાટ કરતી વિદાય થાત. મથુરા નગરીમાં જાનના વળામણું થાત ને દ્વારકા નગરીમાં સામૈયા થાત. હવે તે એ કંઈ રહ્યું નહિ. કૃષ્ણજી, સમુદ્રવિજય આદિના મુખ ઉપરથી નૂર ઉડી ગયું. સો વીલે મેઢે પાછા ફર્યા ને દ્વારકા પહોંચી ગયા, પણ મનમાંથી આઘાત જ નથી. સમુદ્રવિજય અને કૃષ્ણજી તે એવા લજજાઈ ગયા કે આપણે ઉગ્રસેન રાજાને હું કેવી રીતે બતાવી શકીશું?ને રામતીનું શું થયું હશે? શીવાદેવી માતા કહે છે ને! તું તે વૈરાગી જ રહ્યો, તારું મન સંસાર તરફ ન વળ્યું તે ન જ વળ્યું, પછી સમુદ્રવિજય રાજા કૃષ્ણજીને બોલાવીને કહે છે દીકરા! આપણે આ રીતે પાછા ફર્યા છીએ તેથી ઉગ્રસેન રાજા અને રાજેમતીને ખૂબ આઘાત લાગ્યો હશે. તેમને આશ્વાસન આપવા માટે આપણે એક પત્ર તે લખવો જોઈએ પણ મારા હાથ પગ ભાંગી ગયા છે. મારું હૃદય તૂટી ગયું છે, તેથી હું પત્ર લખી શકું તેમ નથી, માટે તું પત્ર લખી દેજે. આમ
શા. સુ. ૪૮