________________
૭૫૨
શાહ સુવાણ - નેમકુમારને તે રણકાર પરર્થી પાછા ફરતી વખતે બે તરફથી આકર્ષણ હતું. એક તે સંસારિક વિષયોનું આકર્ષણ નેમકુમારને પિતાના તરફ ખેંચી રહ્યું હતું, ત્યારે બીજી તરફથી દીનદુઃખી છની કરૂણ જેમકુમારને ખેંચી રહી હતી. એક બાજુથી કૃષ્ણ પ્રમુખ યાદ નેમકુમારને કહેતા હતા કે તમે લગ્ન કર્યા વિના ચાલ્યા જશો તે અમારું બધાનું ઘર અપમાન થશે ત્યારે દુઃખી પશુડાઓ તેમને અંતઃકરણપૂર્વક ભાવથી પ્રાર્થના કરતા હતા કે હે દયાળુ ! જો તમે લગ્ન કરીને સંસારની ઝંઝટમાં પડી જશે તે અમારું રક્ષણ કેણ કરશે? આ બંને પરસ્પર વિરોધી આકર્ષણે હતા, પણ બેમાંથી અહિંસાને જ વિજ્ય થયે. નેમકુમારનો ઉપદેશ સાંભળીને યાદવકુમારે ચક્તિ થઈ ગયા, અને તેમના ઉપર એ પ્રભાવ પડશે કે જાનમાં આવેલા યાદવકુમારેમાંથી લગભગ એક હજાર યાદ વૈરાગ્ય પામી ગયા ને કેમકુમારને સાથ દેવા તૈયાર થયા. સમુદ્રવિજય તે નેમકુમાર સામે એક શબ્દ પણ બોલી શક્યા નહિ. કૃષ્ણવાસુદેવે પણ તેમને આટલું આટલું સમજાવ્યા છતાં ન સમજ્યા તેથી તેમને ઉત્સાહ તૂટી ગયે. પગ ઢીલા થઈ ગયા ને મુખ ઉપર આનંદ ઉડી ગયે, અને બધા નિરાશ બની ગયા. આ વાતને હવે અહીં અટકાવીને રાજેમતીનું શું થયું તે તરફ દૃષ્ટિ કરીએ.
“
રામતીને ઝૂરાપ”:- રાજેમતી બેભાન થઈ જાય છે ને ભાનમાં આવે છે ત્યારે નેમકુમારને યાદ કરી કરીને ઝુરે છે નાથ ! આ શું થઈ ગયું? મારી આશાના મિનારા તૂટી ગયા. આપ મને તરછોડીને આમ ચાલ્યા ગયા ? રાજેમતીને ગૂરતી જોઈને તેના માતા પિતા પણ ગૂરવા લાગ્યા. ઉગ્રસેન રાજા અને રાણીનું મન પણ કયાંય ઠરતું નથી ત્યારે મંત્રી રાજાને સમજાવે છે મહારાજા ! આમ ગુરપ કરવાથી શું ? આપ તે સમજુ છે. જે આપ આમ ગુર્યા કરશે તે રાજુલ બહેનનું શું થશે? ઉગ્રસેન રાજા કહે મંત્રીજી! મારી કુમળી કુલ જેવી રાજમતીના મુખ સામું મારાથી જેવાતું નથી. હું એને કઈ રીતે આશ્વાસન આપું ! જો કે કેમકુમાર પરણ્યા વિના ચાલ્યા ગયા એટલે મને એમના પ્રત્યે નફરત થઈ છે, બાકી તે રાજેમતીનું મન જેમ જેમકુમારને જોઇને ડરી ગયું હતું તેમ મારું મન પણ એમને જઈને ઠરી ગયું હતું. શું એનું તેજ ! શું એનું લલાટ ! કેમકુમાર જમાઈ સર્વગુણસંપન્ન હતા એટલે રાજુલ એને ઝંખે છે, ઝુરાપો કરે છે. હું એને કઈ રીતે કહું કે બેટા! તું એને ભૂલી જા. મને નથી ભૂલતા તે એને કેમ ભૂલાય ! હવે મારે શું કરવું ? એને કેવી રીતે સમજાવવી? આ રીતે ઉગ્રસેન રાજા અફસેસ કરે છે. બીજી તરફ રાજેમતીને વિલાપ કરતાં એની માતા અને સખીઓ વારે છે કે બહેન! તું સમજ આપણે તે ઘણું હોંશ હતી. તું તારા પિતાજીને ખૂબ વહાલી દીકરી છે એટલે તને ખૂબ હેશથી ધામધૂમથી પરણાવવા માટે તે જાન તેડાવી પણ આપણી આશાઓ ધૂળમાં મળી ગઈ, ત્યારે રાજેમતી રડતી રડતી શું કહે છે હે પ્રાણનાથ ! હવે તમે મને ક્યારે મળશે? તમારા વિના મારું જીવતર ધૂળ થઈ ગયું.