________________
૭૫૦
શારદા સુવાસ રાહ જોતા હતે. એમાં મારા ભાભીઓએ નેમ માન્યા નેમ માન્યા કહીને પરણવાનું ચેકડું બેસાડી દીધું અને વિવાની તૈયારીઓ થવા લાગી, ત્યારે મેં વિચાર કર્યો કે વિવાહના બહાને મને લેકેને ઉપદેશ દેવાને અવસર મળશે એમ માની વિવાહ સંબંધી કોઈ વાતને વિરોધ ન કર્યો. મારે લેકીને એ બતાવવું હતું કે હું રાજ્યને અધિક સમજતા નથી, રામતી જેવી સ્ત્રીમાં મને મેહ નથી, તેમ જ વિષયજન્ય સુખને પણ હું સારા સમાજને નથી. મારી દ્રષ્ટિએ તે એ બધા કરતા અહિંસા જ શ્રેષ્ઠ છે. તેને માટે હું સંસારના સમસ્ત સુખને છેડી શકું છું અને એટલા માટે હું પાછો જઈ રહ્યો છું. હવે હું સંસારના કોઈ પણ પ્રપંચમાં પડવા ઈચ્છતું નથી પણ હું મને પોતાને જન્મમરણથી મુકત થવાના ઉપાયની સાથે જગતના જાને આ પાઠ શીખવવા ઇચ્છું છું. માટે હે મોટાભાઈ! આપ મને રેકવાને નિષ્ફળ પ્રયાસ ન કરે, મને જવા દે.
દેવાનુપ્રિયે ! લગ્નપ્રસંગમાં પણ કેમકુમારે કેવી અમૂલ્ય તત્વષ્ટિ કેળવી હતી. તમને બધાને તે લગ્ન પ્રસંગે સંસારના સુખ સિવાય બીજું કઈ વિચાર આવે છે ખરો? અહીં કેમકુમારને વૈરાગ્યભરેલે જવાબ સાંભળીને કૃષ્ણવાસુદેવ આદિ બધા નિરાશ થઈ ગયા પણ લેકેના હૃદય પર નેમકુમારના જવાબનો ખૂબ પ્રભાવ પડે. એમના કથનની સત્યતાને કઈ ઇન્કાર કરી શક્યા નહિ. કૃષ્ણવાયુદેવ, સમુદ્રવિજય બધા મૌન રહ્યા. થેડી વાર મૌન રહ્યા પછી કૃષ્ણજીએ કહ્યું હું મારા લઘુ બંધવા! તારી વાત સત્ય છે. એનો અમે ઈન્કાર કરી શકતા નથી. તમે અહિંસાને જે ક્રિયાત્મક ઉપદેશ આપ્યો છે તે નિષ્ફળ નહિ જાય પણ ઉગ્રસેન રાજાની પુત્રી રાજેમની સાથે લગ્ન કર્યા વિના ચાલ્યા જવું તે ઠીક નથી. કારણ કે એમ કરવાથી યાદવકુળની પ્રતિષ્ઠાને ધક્કો લાગે છે. અમારા બધાનું અપમાન થાય છે અને એક નિર્દોષ અને કેડભરી કન્યાનો તિરસ્કાર થાય છે માટે તમે પાછા ફરે અને લગ્ન કરે.
કૃષ્ણજી સામે કેમકુમારે કરેલી વૈરાગ્યભરી વાતે – કૃષ્ણવાસુદેવની વાત સાંભળીને નેમકુમારે કહ્યું-મટાભાઈ! હું રાજેમતીને છેડીને બીજી કન્યા સાથે લગ્ન કરું તે મેં એનો તિરસ્કાર કર્યો ગણાય પણ મારે મન તે રાજેમતી કે જગતની તમામ સ્ત્રીઓ માતા સમાન છે, માટે હું એને તિરસ્કાર નથી કરતે કે તમારું કેઈનું અપમાન નથી કરતે. આમ તે મારે મન જગતના સઘળા વિષયભેગના સાધનો તિરસ્કારને પાત્ર છે, પણ આત્મદષ્ટિએ હું એક નાનામાં નાના પ્રાણને પણ તિરસ્કાર કરી શકો નથી, માટે સંસારિક દૃષ્ટિએ હું રાજેમતીને તિરસ્કાર નથી કરતે અને તેમ કરવાનું કેઈ કારણ પણ નથી, કારણ કે મેં રાજેમતીને જોઈ નથી, તેમજ તેને કેઈ અપરાધ પણ મેં સાંભળ્યું નથી, તે પછી મારાથી એને તિરસ્કાર કેમ કરાય? વીરા ! હું કઈપણ સંસારિક બંધનમાં પડવા ઇચ્છતું નથી પણ સમસ્ત સંસારિક બંધનથી મુક્ત થવા ઈચ્છું છું. જે મેં પશુપક્ષીઓને