________________
દરેક પ્રજાજને ત્યાંથી જીવ લઈને ભાગ્યા. સૌને પિતાને જીવ વહાલો છે. કોઈને મરવું ગમતું નથી. રાજા અને પ્રજા સૌ પિતાપિતાને જીવ બચાવવા ભાગ્યા. પાછું વાળીને કઈ જોતું નથી. કેઈના બાળકે પડી જાય છે તે પણ તેને લેવા રહેતા નથી. બધા દેડીને
જ્યાં જગ્યા મળી ત્યાં ભરાઈ ગયા. વેશ્યા તે પરલોકમાં પહોંચી ગઈ, અને રાજા તથા પ્રજા બધા ડરના માર્યા ભાગી ગયા. હવે ચંપકમાલા અને જિનસેનકુમાર એ બે જ રહ્યા બંને ભેગા થશે ને સુખ દુઃખની વાત કરશે તેના ભાવ અવસરે.
વ્યાખ્યાન નં. ૮૧ આસો સુદ ૧૩ ને શનિવાર
તા. ૧૪-૧૦-૭૮ અનંત કરૂણાસાગર, તીર્થંકર ભગવતેએ જગતના જીના હિત માટે આગમવાણી પ્રકાશી. તેમાં આપણે ઉત્તરાધ્યયન સૂત્રના બાવીસમા અધ્યયનને અધિકાર ચાલે છે. એમાંથી આપણને ઘણું ઘણું જાણવાનું મળે છે. કૃષ્ણવાસુદેવ નેમકુમારને સમજાવે છે ત્યારે નેમકુમારે કહ્યું વડીલ બંધુ! મેં બધે જ વિચાર કરી લીધું છે. તમે મારી વાત સાંભળે. આ મનુષ્ય જન્મ મહાન મુશ્કેલીથી મળે છે. તે પહેલાં કેણું જાણે કેટલાય કાળ સુધી જીવને વનસ્પતિ, કીડા, મકડા આદિની યોનિઓમાં રહેવું પડયું હશે અને જે નિર્દોષ પશુ પક્ષીઓને લેકે પિતાને ભઠ્ય માનીને મારી નાખે છે તેવા પશુઓના શરીરમાં પણ આ જીવને રહેવું પડયું હશે. આ પ્રમાણે અનેક જન્મ સુધી કષ્ટ ભગવ્યા પછી આ મનુષ્ય શરીર જીવને પ્રાપ્ત થયું છે. તે આવા દુર્લભ અને ઉત્તમ માનવ શરીરને નરક, તિર્યંચ વિગેરે નિમાં જઈને મહાન દુઃખ ભેગવવા પડે તેવા કાર્યમાં જોડવું ઈષ્ટ છે કે ફરીને સંસારમાં વારંવાર જન્મ મરણના મહાન દુઃખે ભેગવવાનું મહાદુઃખ ઠાવવું ન પડે એવા કાર્યોમાં જોડવું ઈષ્ટ છે? જે મનુષ્ય પોતાના જન્મને ઉદ્દેશ વિષયગ જ માને છે અને એ કારણે અધિકાધિક વિષયભેગમાં પ્રવૃત્ત બને છે તે પિતાને માટે વારંવાર જન્મ મરણ કરવાની સામગ્રી એકત્રિત કરે છે અને જે મનુષ્ય જન્મને ઉદ્દેશ જન્મ - મરણથી મુક્ત થવાને સમજે છે તે વિષયભેગમાં સુખ માનતું નથી, પણ વિષયજન્ય સુખેને છોડી દે છે, અને સમસ્ત પ્રાણીઓને પિતાના સમાન માનીને સૌની સાથે પ્રેમ અને મૈત્રીભર્યો વ્યવહાર રાખે છે. એવી જ વ્યકિત પ્રેમ અને મૈત્રીભાવને પૂર્ણરૂપે વિકસિત કરીને જન્મ મરણથી છુટકારો મેળવે છે ને અક્ષય સુખને પ્રાપ્ત કરે છે.
આ મહાન મુશ્કેલીથી મળેલા માનવદેહને જન્મ મરણથી મુકત થવાય એવા કાર્યોમાં જેડ જોઈએ પણ અજ્ઞાન લેકે જન્મ-મરણ વધે એવા કાર્યોમાં જેડી રહ્યા છે. આ વાત મારા દિલમાં ખટકતી હતી, તે સિવાય હું પિતે તે અક્ષય સુખ મેળવવા ઈચ્છું છું. સાથે બીજા જીનું ધ્યાન પણ એ તરફ ખેંચવા ઈચ્છતું હતું અને તે માટે એવા કોઈ પ્રસંગની