________________
શારદા સુવાસ
૭૫૫ સંસારે એને એક નિમિત્ત આપ્યું અને એનાથી એ વિમુખ બની ગયે, હવે એને એ માટે આગ્રહ કરે નકામે છે, કારણ કે ગમે ત્યારે એને એવું નિમિત્ત એક યા બીજા રૂપમાં મળી રહેવાનું અને પછી આવું થાય તે વધારે વિષમ અને દુઃખદ બને. એની સાથે અમે ઘણું દલીલ કરી પણ એને તે એક જ જવાબ છે કે મને સંસારમાં રસ નથી. મને એમાં જોડી રાખવાથી કેઈનું કલ્યાણ નહિ થાય. સંસારના આટલા દુઃખે અને કઠિનતાઓ જોઈને મને એના તરફ તિરસ્કાર છૂટે છે, અને એટલા માટે જ મને વિચાર આવ્યો કે પરણીને ત્યાગ કરે એના કરતાં ન પરણવું તે વધારે સારું છે, તો પછી પહેલેથી જ ના પાડવી હતી ને? આટલે બધે ઉહાપોહ શા માટે કર્યો? એવી દલીલ પણ મેં કરી. એ બાબતમાં એણે એક જ વાત કરી કે જગતના જીને અહિંસાનો સંદેશો આપવા માટે જ આ પ્રમાણે કર્યું છે. આપણને બધાને દુઃખ થયું છે એ બદલ એણે આપણા બધાની માફી માંગી. હવે એને અમારે વધુ શું કહેવું ? રાજેમતીને અમારા સૌના વતી આશ્વાસન આપજે, અને એ બાબતમાં અમારા લાયક કંઈ પણ કામ હોય તે ફરમાવજે. એના ચિત્તને ભયંકર વાઘાત લાગ્યું હશે પણ એની સાથે સ્વસ્થતાથી કામ લેજે. એન. યાદવકુળ ઉપર સંપૂર્ણ અધિકાર છે એટલું એને ખાસ કહેજો. ફરીને આપ સૌની ક્ષમા યાચીએ છીએ.
લી. આપને કૃષ્ણ મંત્રીએ પત્ર વાંચે. તે સાંભળીને ઉગ્રસેન મહારાજા ઉંડા વિચારમાં પડી ગયા ને નિરાશ થઈને લમણે હાથ દઈને બેઠા. મંત્રીએ કહ્યું, આ૫ આટલા બધા નિરાશ થશે તે કેમ ચાલશે? મંત્રીજી! હું બધું સમજું છું પણ મારાથી રાજુલનું મુખ જેવાતું નથી. એ રડી રડીને જિંદગી વિતાવે ને મેં મારું કામ પતાવ્યું એમ માનીને હું સંતોષ અનુભવું? ના..ના મારાથી એવું નહિ બને, મંત્રીએ કહ્યું સાહેબ ! એમણે આપણને પત્ર લખે તે આપણે જવાબ તે આપ જોઈએ ને? હા. જવાબ તે આપ જ પડશે. મારા હાથે ચાલતા નથી, મારું ચિત્ત ભમી રહ્યું છે પણ તમે પત્ર લખી દેજે કે તમારો સંદેશ મળે, અને એ બાબતમાં તમારે ક્ષમા માંગવાની હોય જ નહિ. તમે તમારું કર્તવ્ય બરાબર બજાવ્યું પણ મારી પુત્રીનું ભાગ્ય એવું અને અમારે એવું દુઃખ જેવાનું લખ્યું હશે. એમાં તમે શું કરી શકે? કેમ બરાબર છે ને મંત્રી છે? છે....હા, અને સાથે એ પણ જણાવજે કે યાદવકુળની લક્ષ્મી બનવાનું સદ્ભાગ્ય રાજુલ નહિ લખાવી લાવી હોય, છતાં આપે એને જે અધિકાર સ્થાપિત કર્યો છે એ જ ઘણું છે. એ માટે અમે તમારા ગણી છીએ. જેમકુમારને અમારા આશીર્વાદ પાઠવશે. મંત્રી કહે મહારાજા ! કેમકુમારના સંસાર ત્યાગ માટે કંઈ નિર્દેશ નથી કરવું ?
સંસારત્યાગ ! આ સાંભળીને ઉગ્રસેન રાજા ઉશ્કેરાયા ને બોલ્યા કે આપણે એની સાથે કંઈ લેવાદેવા નથી. જેનામાં આટલે માટે ત્યાગ કરવાની શક્તિ હેય એનામાં સામે