________________
૬૫
શારદા સુવાસ
રહે ! ત્યારે કઈ કહે છે કે તમે જુએ તા ખરા ! તેમકુમાર અને કૃષ્ણુ મહારાજાના રૂપ, રંગ બધું જ મળતું આવે છે. કેઈ અજાણ્યા માણુમ્રને તે એમ જ લાગે કે મને સગા ભાઇએ હશે...ત્યારે કોઈ કહે કે કાકાના દીકરા અને સગાભાઈમાં શુ' અંતર છે! કૃષ્ણજીને સગા ભાઈ કરતાં નેમકુમાર પ્રત્યે ઘણે! સ્નેડ છે એટલે તે નૈમકુમારને માટે રાજેમતીનું માંગુ કરવા માટે પાતે જાતે ગયા હતા. આ રીતે દ્વારકા નગરીના લોકો જાનને જોઈ જોઈને ખુશ થતા વિવિધ પ્રકારે પ્રશંસા કરતા અને દ્વારકા નગરીની સ્ત્રીએ અગાશીમાંથી નૈમકુમારને કાઈ હીરાથી, કોઈ મેાતીથી, તેા કોઈ માણેકથી વધાવવા લાગી. ફ્રાઈની પાસે હીરા-મોતીથી વધાવવાની શક્તિ ન ઢાય તે કુલથી તે। કોઇ ચાખાથી વધાવે છે.
આવી રીતે ઠાઠમાઠથી નૈમકુમારની જાન દ્વારકા નગરીમાંથી પસાર થઈ રહી છે. કાઇ મહાવતા અકુશ મારીને હાથીને ઝુલાવતા હતા, તે કઇ ઘેાડેસ્વારો ઘેાડાને એડી મારીને કૂદાવતા હતા. વાજા વગાડનારા માણસા ઉત્સાહથી નવા નવા રાગ વગાડી રહ્યા હતા. ગાયકગણુ પણ નવા નવા બનાવેલા ગીતા ગાતા હતા, અને ખીજના પણ ઉંચા સ્વરે યશોગાન સંભળાવતા હતા. આ રીતે ઠાઠમાઠથી નેમકુમારની જાન નીકળી. દેવે પણ આકાશમાં રહીને નેમકુમારની જાન જોવા લાગ્યા. જાન જોઇને આશ્ચયપૂર્વક કહેવા લાગ્યા કે અહા ! તેમકુમાર વરરાજાના રૂપમાં કેવા શેાલી રહ્યા છે? કેવું અદ્ભૂત એમનું રૂપ છે! એમની જાન કેવી સુંદર શૈાલી રહી છે! ખુદ દેવા પણ તૈમકુમારના રૂપની પ્રશંસા કરે છે ત્યારે એ રૂપ કેવુ' હશે ! અને જાન જોઈને આશ્ચય પામ્યા છે તે એ જાન કેવી હશે ! જાનૈયાઓને તા આનંદના પાર નથી.
નેમકુમાર દ્રવ્યથી પરણવા જાય છે. તે ગંધહુસ્તિ ઉપર બેઠા બેઠા સયેાગ અને વિયેાગથી ભરેલા સ'સારના સ્વરૂપનું ચિ'તન કરી રહ્યા છે ત્યારે સમુદ્રવિજય આદિ દશ ભાઇઓ, કૃષ્ણુવાસુદેવ તથા યાદવેાને હર્ષોંના પાર નથી. મથુરા નગરીમાં ઉગ્રસેન રાજાને પણ આનંદ ને હુના પાર નથી, કારણ કે પેાતાને ત્યાં યાદવકુળનીમેટી જાન આવવાની છે. યાદવકુળની જાન તેડાવવી એ સામાન્ય કામ નથી, કારણ કે આટલા બધા જાનૈયાઓના આદર સત્કાર કરવા, એમને સાચવવા એ મહાન કાય છે પણ જ્યારે માણસને હાંશ અને ઉમંગ આવે છે, ભાવનામાં ભરતી આવે છે ત્યારે ભગીરથ કાય પણ એને માટે સામાન્ય બની જાય છે. એક દૃષ્ટાંત આપીને સમજાવુ’
અકબર બાદશાહના રાજ્યમાં ખીરમલ પ્રધાન હતા. અકમર અને ખીરમલ વચ્ચે વાત વિનાદ ખૂમ થતા. ખાદશાહુ નવા નવા તુક્કા ઉભા કરતા ત્યારે બીરબલ શાંતિથી એનુ સમાધાન કરતા. એક વખત મહા માસમાં સખત ઠં'ડી પડી. સાથે પત્રન પણ ખૂમ હતે. તળાવ અને નદીઓના પાણી ખરફ બનવા લાગ્યા. આવા સમયે અકબર બાદશાહે બીરબલને પૂછ્યું કે ખીરમલ ! આવી ઠંડીમાં કોઈ માણસ આખી રાત તળાવના પાણીમાં ઉભા રહી