________________
७०३
શારદા સવાય
પરાક્ષ રીતે પ્રેરણા કેમ ન હોય! અથવા તે પાપનું કાર્ય તેમના માટે જ કરવામાં કેમ ન આવ્યું હાય! છતાં તેઓ પેાતાને તે પાપના કાર્યથી મુક્ત માને છે. દા.ત. ચીનમાં માંસ વેચનારાઓની દુકાનેા ઉપર એ લગાવેલું હાય છે કે “ વિશ્વાસ રાખો. આ જીવ આપના માટે મારવામાં આવ્યા નથી.” આવુ' એ' લખેલુ હાવાથી ત્યાંના બૌદ્ધો માંસ ખરીદીને ખાય છે ને પેતાને પાપથી મુક્ત અને અહિંસક માને છે. તેએ એમ વિચારતા નથી કે અમે માંસ ન ખરીદીએ તે કઈ પણ જીવને શા માટે મારવામાં આવે? અમે માંસ ખરીદીએ છીએ માટે માંસ વેચનારાએ જીવાને મારે છે. આવી સ્થિતિમાં તેમને પાપમુક્ત કેવી રીતે કહી શકાય?
અહીં તે સારથીના જવાખ સાંભળીને નેમકુમારના હૈયામાં આઘાત લાગ્યું કે શું મારા લગ્ન નિમિત્તે આટલા બધા જીવાની ઘાત ! આ ભયંકર મહાન પાપમાં નિમિત્ત તા હું જ છું ને? કોઈ જીવેાના પ્રાણ લુટવાના કેઈને હુ નથી. દુનિયામાં સવ પ્રાણીઓને પેાતાનુ જીવન વહાલુ છે, માટે મારા નિમિત્તે આ ધાર પ્રાણીવધ ન થવા જોઈ એ.
सोडणं तस्वण, बहुपाणि विणासणं ।
चिन्तेई से महापन्ने, साणुकोसे जिए उ ॥ १८ ॥
*
તમારા લગ્ન નિમિત્તે આટલા જીવાના વિનાશ થશે.” આવા સારથીના વચન સાંભળીને સર્વ જીવા ઉપર અનુકંપા ધરાવનાર બુદ્ધિમાન નૈમકુમાર ખૂબ વિચારમાં
પડી ગયા.
સારથીના એ વચન સુણીને, તેમકુમાર મનમાંહી વિચારે, હજારો જીવના પ્રાણ લુંટાશે, એવા લગ્ન કેમ થાય રે.
નૈમકુમાર તેા મહાજ્ઞાની છે, પણ અજ્ઞાની જીવાને ર્હિંસાથી દૂર હટાવીને અહિંસાનુ સ્વરૂપ સમજાવવા માટે જ આ કાર્ય કર્યુ છે. તે સારથીના વચના સાંભળીને વિચાર કરવા લાગ્યા કે આ ખધા પશુઓ સન્ની છે, મનવાળા છે, એટલે તેઓ મરણુના ડરથી ભયભીત અની ગયા છે. એમના દૃશ પ્રાણમાંથી એક પણ પ્રાણને દુભાવવાને મને હુક્ક નથી તેા એમની ક્રૂર કતલ કરાવી શુ' હું લગ્ન કરુ ખરો ? આવા લગ્ન મારે ન જોઈએ. મારા હાથી આ જીવાને રડતા મૂકીને આગળ નહી' વધી શકે. તેમકુમારે પેાતાનો હાથી ત્યાં જ થેભાવી દીધા. મહાન પુરૂષોની દૃષ્ટિ કેવી પવિત્ર છે ! ને આપણી દૃષ્ટિ કેવી છે તેનો વિચાર કરજો. જીવનમાં જ્યારે આવા પ્રસંગ આવે છે ત્યારે આપણે એવા વિચાર કરીએ છીએ કે મીજાનું જે થવું હાય તે ભલે થાય પણ મારું સારું થાય તેમ કરો. જ્યારે મહાન પુરૂષો એમ વિચાર કરે છે કે મારુ જેવુ" હાય તે થાય પણ બીજા ટ્વેને મારા નિમિત્તે કંટ્