________________
શારદા યુવા
ચરિત્ર - જિનસેનકુમાર અને ચંપકમાલા બંને સિંહલદ્વીપને સાગરતટે પહેઓ. પછી રાજાના વહાણ અને માણસને તરત જ રવાના કરી દીધા, અને પિતે બંને ડીવાર આરામ કરીને ત્યાંથી ઉઠીને આગળ ચાલ્યા. શહેર નજીક એક સુંદર સરેવર આવ્યું. સરોવરમાં સુંદર કમળ ખીલેલા છે. અનેક પ્રકારના પક્ષીઓ આનંદ કિલેલ કરી રહ્યા છે. આવું સુંદર સરોવર જોઈને જિનસેન અને ચંપકમાલા ડી વાર તેના કિનારે બેઠા. ત્યાં કઈ બાળક કરૂણ સ્વરે રડતે હેય એ અવાજ આવ્યું. આ સાંભળીને જિનસેનકુમાર ચંપકમાવાને કહે છે કેઈ બાળક રડતું હોય એ અવાજ સંભળાય છે. નજીકમાંથી જ અવાજ આવે છે. કેણ રડતું હશે? જિનસેનકુમાર ચંપકમાલાને કહે છે તું અહીં થેડી વાર બેસજે, કોણ રડે છે? શા માટે રડે છે ? એ તપાસ કરીને તેને હું દુઃખમુક્ત કરીને આવું છું. આપણા જેવા શૂરવીર આત્માઓ જ્યાં છે ત્યાં કઈ દુઃખી ન રહેવું જોઈએ. આપણામાં જે શક્તિ છે તે દુઃખી દુઃખ મટાડવા એ આપણી ફરજ છે. ચંપકમાલાએ કહ્યું નાથ ! આપની વાત સાચી છે. હું આપના વિચારને ટેકે આપું છું, પણ આ અજાણ્યા પ્રદેશ છે માટે એકલા બેસતા મારું મન માનતું નથી. જિનસેને કહ્યું અરે ચંપકમાલા ! તું તે શૂરવીર ને ધીર છે. સિંહણને મારવા વખતે મેં તારું શૂરાતન જોયું છે ને આટલામાં ગભરાય છે ? તું શાંતિથી બેસજે, ત્યારે ચંપકમાલાએ કહ્યું–નાથ ! ભલે, પધારે પણ કામ પતાવીને જલદી પાછા આવજો. ચંપકમાલાને સરોવર પાસે એક ઘટાદાર વૃક્ષ નીચે બેસાડીને જિનસેનકુમાર જે દિશામાંથી રડવાનો અવાજ આવતું હતું તે તે તરફ ગયે. થોડે દૂર ગમે ત્યાં એક માતાજીનું મંદિર આવ્યું. એ મંદિરમાંથી એક બાળકને રડવાનો અવાજ આવતું હતું એટલે જિનસેનકુમાર મંદિરમાં ગયે.
બાળકની વહારે કરૂણાવંત જિનસેન” :- કેટલાક માણસોએ દશ-અગિયાર વર્ષના એક બાલુડાની ચેટ પકડીને દેવીની સામે ઉભે રાખ્યું હતું. એક માણસના હાથમાં તલવાર હતી. તે બાળકને દેવીને ભેગ ચઢાવવા માટે તલવારથી તેનો વધ કરવાની તૈયારીમાં હતા એવા સમયે કુમાર ત્યાં પહોંચી ગયે. બાળક બેઠેલા માણસોની સામે જોઈને આજીજી કરતું હતું કે કાકા ! તમે મને બચાવે. હું તમારી પાસે કંઈ ખાવાનું નહિ માંગું. તમે કહેશે તેમ કરીશ પણ મારશે નહિ. સામે ચકમકતી તલવાર જેઈને તે ધ્રુજી ઉઠયો છે ને આંખમાં આંસુ સારતે બધાને વિનવી રહ્યો છે પણ આ કાકાએ કયાં હતા? આ તે કસાઈ જેવા હતા. એમના અંતરમાં કરૂણાને અંશ પણ ક્યાંથી હોય ? છેવટે છોકરે બધા સામું જોઈ નિરાશ થઈ પ્રભુને પ્રાર્થના કરવા લાગ્યું કે હે ભગવાન! તમને પણ મારી દયા નથી આવતી ? ભગવાને એને પિકાર સાંભળીને જાણે જિનસેનકુમારને ન મેક હેય! તેમ હાથમાં તલવાર લઈને જિનસેનકુમાર ત્યાં આવ્યો ને મોટા અવાજે બે હે દુષ્ટ ! આ નિરપરાધી નિર્દોષ બાળકે તમારું શું બગાડયું છે? કે તમે એને આવી કર રીતે મારી રહ્યા છે? તમે જરા વિચાર તે કરે.