________________
૭૪
શારદા સુવાસ આવી છે તે વેશ્યાના મકાનમાં મોટા હોલના બારણું બંધ કરીને બેઠી છે. દરવાજા ખોલવા માટે વેશ્યાએ ખૂબ મહેનત કરી, છેવટે ખુદ મહારાજા ગયા પણ દ્વાર ખુલતા નથી.
શહેર કે સબ નરનારી, જાવે તમાશા દેખન કાજ,
કુંવર કહે તુમ મુઝે બતાવે, વેશ્યાક ઘર આજ. શેઠ! તમે ચિંતામાં હતા તેથી ખબર નહિ હોય આખા ગામની પ્રજા વેશ્યાને ઘેર તમારો જેવા ગઈ છે. કેઈ ઘરમાં રહ્યું નથી. આ સાંભળીને જિનસેનકુમારના મનમાં થયું કે કદાચ ચંપકમાલા જ ત્યાં આવી હોય તે ! મારે ત્યાં તપાસ કરવી જોઈએ, એટલે એણે શેઠને કહ્યું મને વેશ્યાનું ઘર બતાવે. મને પણ એ તમારો જોવાનું મન થયું છે. નગરશેઠ જિનસેનકુમારને લઈને વેશ્યાને ઘેર આવ્યા તે ત્યાં તે માણસને પાર નથી. સિંહલદ્વીપના મહારાજા પણ ત્યાં બેઠા છે. રાજાએ દ્વાર ખેલાવવા. ખૂબ મહેનત કરી પણ ન ખૂલ્યું ત્યારે રાજા વેશ્યાને કહે છે તે વેશ્યા ! એ સ્ત્રી તારે ઘેર હાલી ચાલીને આવી છે કે તું ઉપાડીને લાવી છે? શું વાત છે એ મારે જાણવું છે, માટે તું મને સત્ય કહે. જે તું સત્ય વાત નહિ જણાવે તે હું આ તલવારથી તારું મસ્તક ઉડાવી દઈશ. આ સાંભળીને વેશ્યા તે ધ્રુજી ઉઠી, કારણ કે મરણને ડર કેને નથી લાગતું? રાજાએ મરણને ડર બતાવ્યું એટલે વેશ્યા કહે છે સાહેબ! હું સત્ય વાત કહું છું. આપ સાંભળે.
મરણના ડરથી વેશ્યાએ કહેલી સત્ય વાત” – હું સરોવર કિનારે ફરવા માટે ગઈ હતી, ત્યાં વૃક્ષ નીચે એક અપ્સરા જેવી સુંદર સ્ત્રી બેડી હતી. મેં એને પૂછ્યું કે બાઈ! તું શું છે? અને આ સરોવરની પાળે કેમ બેડી છે? ત્યારે એણે કહ્યું કે મારા પતિ કઈ રડે છે તેને બચાવવા ગયા છે તેથી હું અહીં બેઠી છું. એ દેવરૂપ જેવી કન્યાને જોઈને મારી દાનત બગડી. મનમાં એમ થયું કે જે આ સ્ત્રી મારે ઘેર આવે તે. મારે કમાણી સારી થાય. એટલે આ માયાજાળ રચી. સાહેબ ! મેં એને કહ્યું કે ભાભી ! મારા ભાઈ મારે ઘેર આવી ગયા છે. તે તમારી રાહ જુએ છે માટે ચાલે. ત્યારે એણે કહ્યું આ ગામમાં મારા નણંદ રહેતા નથી ને તમે કેણ છો ? ત્યારે મેં એને કહ્યું કે તારી વાત સાચી છે. હું તારી સગી નણંદ નથી પણ કાકાજીની દીકરી છું, એટલે એણે વાત સાચી માની અને તે મારે ઘેર આવી. આવીને તરત એણે મને પૂછ્યું કે તમારા ભાઈ કયાં છે? મેં થોડીવાર બડાના કાઢયા કે બહાર ગયા છે હમણાં આવશે, પણ ભાઈ આવ્યા નહિ અને મારા ઘરની રહેણીકરણી જોઈને એને લાગ્યું કે આ મારી નણંદનું ઘર હોય તેમ લાગતું નથી, તેથી તેણે મને પૂછયું કે તમારા ઘરના આચારવિચાર કેવા છે? મેં એને કહ્યું બાઈ! આ તારી નણંદનું ઘર નથી. આ તે વેશ્યાનું ઘર છે. તારે રોજ નવા નવા સ્વાંગ સજીને નવા નવા પુરૂષને રીઝવી રૂપિયાની ટંકશાળ પાડવાની. આ મારા ઘરના