________________
ભાભીએ બધા ભેગા થઈને મને પરણવા માટે સમજાવતા હતા, મારી મજાક ઉડાવતા હતા ને મન ફાવે તેમ બોલતા હતા ત્યારે મને હેજ હસવું આવી ગયું કે આ મેહનીય કર્મનું નાટક કેવું છે. એ ઉપરથી એમણે અનુમાન કર્યું કે નેમ પરણવા માટે ખુશી છે, એટલે તેમણે અસત્ય પ્રચાર કરી દીધું કે કેમકુમારે લગ્ન કરવાની વાતનો સ્વીકાર કર્યો છે. આપ બધાએ એ વાત સાચી માનીને મારા વિવાહ નકકી કર્યા. આ બાબતમાં મેં વિરોધ ઉઠાવ્યે નહિ તેનું કારણ એક જ છે કે મારે માંસભક્ષણ કરનારા યાદવેને તેમજ સમસ્ત જગતને અહિંસાના પાઠ શીખવે હતે. એ આ લગ્નને ઉદ્દેશ છે. એ ઉદેશને પરિપૂર્ણ કરવા માટે હું જાઉં છું. મને કેઈરેકશે નહિ, ત્યારે કૃષ્ણવાસુદેવ, સમુદ્રવિજય રાજા વિગેરે કહે છે ભાઈ! તું કંઈક તે સમજ, તેણેથી આવીને કઈ વરરાજા પાછા ફર્યા હેય એવું હજુ સુધી યાદવકુળના ઈતિહાસમાં બન્યું નથી અને તમે ચાલ્યા જાઓ તે યાદવકુળની આબરૂ શું રહેશે? માટે પાછા વળે. અહીં કૃષ્ણવાસુદેવ નેમકુમારને સમજાવે છે.
બીજી તરફ રાજેમતી કલ્પાંત કરતી બોલવા લાગી અને વિધાતા! તે આ શું કર્યું? મને પરણ્યા વગર જ નેમકુમાર શા માટે તેણેથી પાછા ફર્યા હશે? શું એમને કંઈ ઓછું આવ્યું હશે! કંઈ સમજાતું નથી. આંગણે આવેલા નેમ પાછા ફરી જાય-રાજલની આંખે આંસુડા વહી જાય, કેડભરી કન્યાનું કાળજું કપાય-ગ્નેહભર્યા સેણુલા એના સરી જાય, નિર્દોષ પ્રાણીઓની હિંસા નિહાળી, નેમજીને અંતર અનુકંપા જાગી, પશુઓને છેડીને પાછા વળીયા, આશ ભરી એ રાજુલને ત્યાગી, વરણાગી વર વીતરાગી થઈને જાય-હોંશીલા જાનૈયાના હેશ ઉડી જાય... | નેમકુમાર સાથે પરણવા માટે રાજુલે મનમાં કેવા કેવા કેડ કર્યા હતા. ક્ષણ પહેલાં તે નેમકુમારને જોઈને પિતાના ભાગ્યની કેટલી પ્રશંસા કરી રહી હતી. એ બધા એના કેડ અધૂરા રહી ગયા. આશાના મિનારા તૂટી ગયા. નેમકુમારને પાછા વળતા જોઈને રાજુલ પછાડ ખાઈને પડી ગઈ. ઉગ્રસેન રાજા અને ધારણ રાણી પણ થેડી વાર તે બેભાન બની ગયા. ભાનમાં આવ્યા ત્યારે લમણે હાથ દઈને બોલવા લાગ્યા અહે ભગવાન! શું ધાર્યું હતું ને શું થઈ ગયું? મને તે મારી લાડલી દીકરી રાજેમતીને પરણાવવાના કેટલા કેડ હતા ! એ માટે તે મેં જાન તેડાવી. હું માનતે હતું કે મેં અમારી દીકરી સત્યભામાને તે યાદવકુળમાં પરણાવી છે અને બીજીને પરણાવું છું તે બે બહેનોને આનંદ આવશે. અરેરે...જેમકુમાર ! જે તમારે આમ જ કરવું હતું તે શા માટે મેટા ઉપાડે જાન જોડીને આવ્યા? તમે પશુપક્ષીઓને મારી રજા વગર છોડાવી મૂકયા છતાં એ વાત મેં જતી કરી. અગર તમે પહેલાથી જ કહ્યું હતું તે હું માંસજન ન કરાવત પણ આવું શા માટે કર્યું? મારી લાડીલી દીકરી સામું પણ ન જોયું ! એની દશા કેવી થઈ છે?
શા. સુ. ૪૭