________________
શાળા સ્વાસ
રાજુલ કરે રે વિલાપનેમજી નહીં રે મળે.
મારા હૈયાના હાર, મારી આખેના તારને જી. આપણે નેમ રાજુલના આઠ ભવની વાત આવી ગઈ ને! તેમાં તમે સાંભળ્યું ને કે તેઓ મનુષ્યના ભવમાં બંને પતિ પત્ની બનતા હતા અને છેલ્લે સંસારની અસારતા સમજીને દીક્ષા લેતા હતા. દીક્ષા લઈ આયુષ્ય પૂર્ણ કરીને દેવલેકમાં જતા. ત્યાં તેઓ એક જ દેવલેકમાં દેવપણે ઉત્પન્ન થતા હતા. આવી આઠ આઠ ભવની ગાઢ પ્રીતિ છે એટલે રાજુલ રૂદન કરે છે કે મારા હૈયાને હાર નેમ મને નહિ મળે? રાજુલને વિલાપ સાંભળીને માતા પિતા કહે છે હે વહાલી દીકરી! તું આ વિલાપ છેડી દે. નેમકુમારને આંટી મારે એવા એક એકથી ચઢીયાતા મુરતીયા આ જગતમાં છે. હું નેમથી પણ સારે મુરતી શોધીને તને પરણાવીશ. હવે નેમ સાથે પરણવામાં સાર નથી, કારણ કે જેમણે ઇન્દ્રિયોને જીતી લીધી છે, જેને વિષ વિષના કટોરા જેવા લાગ્યા છે એની સાથે પરણવામાં તને શું સુખ મળવાનું છે? માટે જે થયું તે સારું થયું. તું હવે બધી ચિંતા છોડીને સ્વસ્થ બન..
રાજેમતી કહે છે તે માતા-પિતા ! તમે આમ શા માટે બેલો છે? આવા ત્યાગી યેગી જેવા પતિ પણ મહાન ભાગ્ય હેય તે મળે છે. જે એ મને પરણ્યા હતા તે મને ખૂબ આનંદ થાત. આ સંસારમાં ભેગી પતિ તે ઘણીવાર મળ્યા પણ આત્માનું ઉત્થાન કરાવનાર ગી: પતિ નથી મળ્યા. હું કેમકુમારની સાથે જળ અને કમળની માફક અલિપ્ત જીવન જીવત, પણ એ મને પરણ્યા વિના તરછોડીને ચાલ્યા ગયા એ આઘાતનું હરખ મને નહિ ભૂલાય. તમે એમને એટલું તે કહેવડાવે કે મને એક વાર મળવા માટે આવે, ત્યારે એની સખીઓ કહે છે તે રાજુલ! તું તે કેવી ઘેલી છે ! જેમણે તારા સામું જોયું નથી, તને છેડીને ચાલ્યા છે એને હજુ તારે મળવું છે? માતા-પિતા પણ કહે છે જે અમારું અપમાન કરીને ગયા એને મળવા પણ કેવી રીતે બોલાવીએ? કદાચ માન છેડીને એને બોલાવીએ તે પણ આવવાના નથી. રાજુલ શરમાતા શરમાતા કહે છે પિતાજી ! એમાં તમારુ સવમાન ક્યાં હણાય છે ? ત્યારે ઉગ્રસેન રાજા કહે છે બેટા ! સૌને પિતાનું સ્વમાન વહાલું છે. હું પણ આટલું મોટું રાજ્ય લઈને બેઠો છું. આ પ્રમાણે વાતચીત થાય છે ત્યારે ઉગ્રસેન રાજાને મંત્રી કહે છે મહારાજા ! તમે ચિંતા ન કરે. કૃષ્ણવાસુદેવ, સમુદ્રવિજય રાજા વિગેરે મોટા મોટા માણસે કેમકુમારને ફરતા ઘેરી વળ્યા છે, અને એમને તોરણે આવવા માટે વિનવી રહ્યા છે, એટલે મને લાગે છે કે કેમકુમાર બધાની વિનવણીને માન આપીને પાછા ફરશે. આ સાંભળી ઉગ્રસેન રાજા ઉગ્ર બનીને કહે છે કે હવે તે. એ પરણવા આવે તે ય મારે મારી દીકરી એની સાથે પરણાવવી નથી. મારી દીકરીને એના કરતાં સારો વર મળશે. સમજાણું, આ સંસારનું નાટક કેવું છે. તમે પૈસા ખર્ચીને નાટક જેવા જાઓ છો ને? પણ હું તે કહું છું કે તમારે સંસાર એ એક નાટક છે. નાટક