________________
શારદા સુવાસ
“રાજુલને રડતી જોઈ માતાપિતાએ વ્યકત કરેલા ભાવ” – રાજેમતીને શ્રાપ કરતી જોઈને તેની માતા કહે છે બેટા રાજુલ! નેમ તેરણે આવીને પાછા ફર્યા તે શા કારણે ફર્યા એ તે તું જાણે છે ને? હા, બા. પશુઓને કલ્પાંત સાંભળીને એમને દયા આવી અને તેઓ પાછા વળ્યા છે. ધારણ દેવી કહે છે બેટા! હવે તું એને ભૂલી જા. એને પશુઓની દયા આવી પણ મારી વહાલી દીકરીની દયા ન આવી. એમને જે પરણવું ન હતું તે જાન જોડીને શા માટે આવ્યા? આ તે તેણે આવીને પાછા ફરીને એમણે અમારું વેર અપમાન કર્યું છે. આ વાતને ટેકે આપતા ઉગ્રસેન રાજાએ કહ્યું જે માણસ સાધુ થવા ઈચ્છતે હેય, જેનું મન ત્યાગમાં જ રમણતા કરતું હોય એને આપણી દીકરી દેવામાં સાર નથી. જે થયું તે સારું થયું કે લગ્ન કર્યા વિના જ પાછા ફર્યા. કદાચ આપણું રાજુલના લગ્ન થઈ ગયા હતા અને પરણ્યા પછી એ સાધુ જેવું જીવન જીવત તે આપણી રાજુલનું શું થાત? આપણાથી કહેવાત નહિ ને સહેવાત નહિ. આપણું હદય બળી જાત. રાજેમતીની સખીઓ પણ માતાપિતાની વાતને ટેકે આપવા લાગી.
' માતા પિતાને જવાબ આપતી રાજુલ”:- માતા પિતાની વાત સાંભળીને રાજુલ કહે છે કે માતા-પિતા ! તમે આ શું બેલી રહ્યા છે? કેમકુમાર એ સામાન્ય પુરૂષ નથી, મહાન પુરૂષ છે. તમે એમને ઓળખ્યા નથી. એમણે તમારું શું અપમાન કર્યું છે? મારે કદાચ અવિનય લાગે તે માફ કરજે પણ એમનું નમતું ન બોલશે. આ સાંભળીને ઉગ્રસેન રાજા કહે છે બેટા! તને લાગે કે શું અપમાન કર્યું છે પણ તું હજ બાળક છે. તને ખબર ન પડે પણ વિચાર કર. વર્ષોના વહાણાં વાઈ જશે પણ જગતમાં એમ કહેવાશે કે સમુદ્રવિજયના નંદ નેમકુમાર ઉગ્રસેનની બેટીને પરણવા ગયા ને તેણેથી પાછા ફર્યા. આ બાબતમાં અજાણ લેકે અનેક પ્રકારના વિચાર કરશે. એમણે મને જણાવ્યું હેત તે એમને જે નહોતું ગમતું એ હું ન કરત પણ આવું શા માટે કર્યું? આ બાબતનું અમને બહુ દુઃખ થયું છે. આટલું બેલતાં ઉગ્રસેન રાજા અને ધારણી રાણીનું હૈયું ભરાઈ આવ્યું.
તમને બધાને એમ થતું હશે કે કેમકુમાર રાજેમતીને મળ્યા નથી. તે પરણવા આવીને તેણેથી પાછા ફરી ગયા, તેથી માતા પિતાના દિલમાં દુઃખ સાથે ક્રોધ આવે છે ત્યારે રાજેમતીને નેમકુમાર પ્રત્યે આટલે બધે રાગ કેમ છે? કેમકુમારનું કેઈ નમતું બાલે છે તે એનું કાળજું કપાઈ જાય છે. એનું કારણ એક જ છે કે એને નેમકુમાર સાથે આઠ આઠ ભવની પ્રીતડી છે. નેમ પાછા વળ્યા એનું એના દિલમાં પારાવાર દુખ થાય છે. એનું હૃદય ઘવાઈ જાય છે, વિલાપ કરે છે ને ઘડીકમાં બેભાન થઈને પૃથ્વી પર પડી જાય છે.