________________
૭૩૧
શારદી સુવાસ
પડતા નથી. જ્યારે પાપનાશક સાધનો સામાયિક, પ્રતિક્રમણુ, માળા, તપ-ત્યાગ, સત્ય, નીતિ, સદાચાર આદિ કદાચ બહારથી કાઇને દુઃખ દુર કરનારા ન દેખાતા હાય પણ એ તા દુઃખના મૂળીયા પાપ ઉપર જ સીધે ઘા કરે છે. દુ:ખનાશક સાધના સંસારના માત્રળીયા પર ઉગેલા દુઃખના કાંટાઓને ઉપર ઉપરથી નાશ કરે છે જ્યારે પાપનાશક સાધના દુઃખના કાંટાઓને મૂળમાંથી ઉખેડી નાંખે છે. દુઃખનાશક સાધનાથી અવશ્ય દુઃખ દૂર થઈ જશે એમ નિશ્ચત કહી શકાય નહિં પણ પાપનાશક સાધના પાસે તે એવું સ્વતંત્ર સામ છે કે દુ:ખના પુનરાગમનને નક રતા નક્કર કેલ એ આપી શકે. દુઃખનાશક અને પાપનાશક સાધના વચ્ચે આટલુ બધુ' અંતર છે. આ અંતરની સામે આંખમીચામણા કરી પાપનાશક સાધના કરતાં દુઃખનાશક સાધનાનું વધુ મહત્વ આપવુ. એ કેટલી અજ્ઞાનતા !
જેમને પાપનાશની મહત્તા વધુ સમજાઇ છે એવા નૈમકુમારની આપણે વાત ચાલે છે. તેમકુમારે પશુ-પક્ષીને પિંજરમાંથી છેડાવ્યા ને પોતાના હાથી ત્યાંથી પાછા વાળ્યા. નેમકુમારે હાથી પાળે વળ્યા છે એમ ખબર પડતા કૃષ્ણજી વિગેરે જાનૈયાઓ ચિંતાતુર બનીને તેમકુમારને હાથી પાછે ફેરવવાનું કારણ પૂછવા લાગ્યા એટલે સારથીએ અધી વાત કહી સંભળાવી. તે સાંભળીને કૃષ્ણજી આદિ યાદવ કહેવા લાગ્યા કે નૈમકુમારે પશુપક્ષીઓ ઉપર કરૂણા કરીને તેમને છેડાવ્યા અને સારથીને પોતાના આભૂષા ઇનામમાં આપી દીધા. બધી વાત ઠીક છે. એ વાતને અમે અનુચિત નથી કહેતા પણ પછી તારદ્વાર તરફ ન જતાં હાથીને પાછો વાળવાનું કારણ શું?
,,
“નમકુમારને સમજાવતા કૃષ્ણવાસુદેવ ' :– કૃષ્ણવાસુદેવ નેમકુમાર પાસે આવીને કહે છે મારા લઘુ મધવા ! આ તેં શું કર્યું? રંગમાં ભંગ કયાં પાડડ્યો ? તારણુ દ્વાર નજીક આવીને આમ એકાએક પાછા ફરો તે સારુ કહેવાય ? એમાં આપણા યાદવકુળની શે ભા શી? કાઈ જીવ દુભાય તેમાં તમે રાજી નથી તેથી તમે બધા પશુપક્ષીઓને છેડાવી મૂકયા. પછી શુ છે ? હવે કૈાઈ જીવનો વધ થવાનો નથી પછી શા માટે પાછા ફો છે? લગ્નના મુહુર્ત ના સમય થઈ ગયા છે. લગ્નના મુહુર્ત વખતે આમ અચાનક પાછા ફરવું તે તમને શાલે છે? હવે જલ્દી હાથીને તારણુદ્વાર તરફ ચલાવા, લગ્નનુ મુહુર્ત વીતી જાય છે, ત્યારે તેમકુમારે કહ્યું-માટાભાઈ ! હવે તમે મને પાછા ફરવાનો આગ્રહ કરે નહિ, મને મારા માર્ગે જવા દો, ત્યારે કૃષ્ણજીએ કહ્યું-શું તમે લગ્ન કર્યાં વિના જ પાછા ફરશે ? તમે એમ પરણ્યા વિના છૂટી જવા ઈચ્છતા હશે પણ અમે તમને પરણ્યા વિના પાછા જવા દેવાના નથી. તમે જો લગ્ન કર્યા વિના પાછા ફરે તે લકો તમને તે અમને શુ' કહેશે ? અને રાજુલની શી દશા થશે ? તેને તમે જરા વિચાર કર્યાં ?
“કૃષ્ણજીને જવામ આપતા તેમકુમાર ” – તેમકુમારે કહ્યુ’-મોટાભાઈ ! તમારી દૃષ્ટિએ એમ લાગે છે કે હું વરરાજા બનીને પરણવા આવ્યા છું પણ હું કંઈ પરણવા આવ્ય નથી. મારી પરણવાની ઇચ્છા પણ ન હતી અને મેં પરણવાની હા પણ પાડી નથી. મારા