________________
સારા અપાય
૫ આચાર-વિચાર છે. આ સાંભળીને એ બાઈ ખૂબ કપાયમાન થઈ અને લાહથમ આંખ કરીને કહ્યું-દુખ ! તું મને કપટ કરીને લાવી છું. હવે જોઈ લે, હું તને બરાબર બતાવી દઈશ. એમ કહીને અંદર જઈને જોશથી બારણું બંધ કરી દીધું. કલાક, બે કલાક થઈ પણ બારણું ખેલ્યું નહિ ત્યારે મેં ખૂબ ખખડાવ્યું તે પણ એણે ખેલ્યું નહિ. મારા નકર ચાકરે દ્વારા મહેનત કરાવી તે પણ દ્વાર ખુલ્યું નહિ. આમ કરતાં સવાર પડી તે પણ દરવાજા ન ખૂલ્યા, તેથી હું ખૂબ ગભરાઈ ગઈ ને આપને ખબર આપ્યા ને આપ આવ્યા. આ સત્ય વાત મેં આપને જણાવી, હવે જિનસેનકુમાર ત્યાં ઉભે છે. તેણે બધી વાત સાંભળી. હવે રાજા વેશ્યાને કેવી ધમકી આપશે ને શું બનશે તેના ભાવ અવસરે.
વ્યાખ્યાન નં. ૭૯ આ સુદ ૧૧ને ગુરૂવાર
તા. ૧૨–૧૦–૭૮ અનંતજ્ઞાની મહાપુરૂષે ફરમાવે છે કે હે સુખપિપાસુ જીવડા ! તારે સુખ જોઈતું હોય ને દુખથી મુક્ત બનવું હોય તે તું પાપને નાશ કર. પાપને નાશ થવાથી જે સુખ મળશે તે સુખને આનંદ અલૌકિક હશે. એ સુખ કઈ લૂંટી શકશે કે છીનવી શકશે નહિ. તમારા માનેલા સુખે જીવને ક્ષણિક આનંદ આપશે પણ તેની પાછળ દુઃખની ઘેરી છાયા ઉભેલી છે, માટે જે સુખ સદા સુખ જ રહે ને દુઃખના રૂપમાં ફેરવાઈ ન જાય એવું સુખ મેળવવું હેય તે પાપનો નાશ કરે. આજને માનવી સુખ મેળવવા દુઃખનાશ કરવાના પ્રયત્ન કરી રહ્યો છે, પણ જ્ઞાની કહે છે કે દુખનાશ અને પાપનાશ આ બંનેમાં વધુ મહત્વ કેવું? એને વિચાર કરી કર્યો છે ખરે? અજ્ઞાની દુઃખનાશને મહત્વ આપે છે, કારણ કે એ પ્રત્યક્ષ લાભને જેનારા છે. જ્યારે જ્ઞાની અને સમજુ આત્માઓને પાપનાશ વધુ મહત્વનું દેખાય છે. એ સમજે છે કે પાપને નાશ કરતાં દુઃખને નાશ તે થવાને જ છે. જેના પાપ નાશ પામ્યા એના દુઃખ તે નાશ પામવાના છે. દુઃખનો નાશ કરવા જતાં પરિણામે દુઃખ વધુ ઘેરી બનવાના. દુઃખોનો દાવાનલ પાપના પેટેલમાંથી જાગે છે. આ દાવાનળને શાંત કરવાને ઉપાય એ છે કે પાપના પેટ્રોલને દૂર ખસેડી દેવું. જ્યાં સુધી પાપનું પેટ્રોલ ખસે નહિ ત્યાં સુધી દાવાનળ શાંત થાય નહિ, માટે દુઃખનાશ કરતાં પાપનાશની મહત્તા વધુ છે. પાપનો નાશ રેગને મૂળમાંથી દૂર કરે છે, એટલે કે પાપનાશ થતાં દુઃખનો પણ નાશ થઈ જાય છે. જ્યારે દુઃખને ન શ બકરું કાઢીને ઉંટને પ્રવેશ કરાવે છે, કારણ કે ભૌતિક સુખને પ્યાસી જીવડે બાહ્ય દુઃખનાશ કરવા અનેક કાવાદાવા અને પાપ કરે છે એટલે નવા પાપ બે ધાય છે ને પરિણામે દુઃખ ભેગવવું પડે છે.
દુઃખનાશક સાધનોમાં બાહ્ય સુખ સગવડના ઉપાય આવી શકે. આ દુખનાશક સાધને ઉપરથી દુખને દુર કરતા દેખાય છે પરંતુ એના દ્વારા દુઃખના મૂળીયા ઉપર ઘા