________________
૭
)
શારદા સુવાસ બાબ! તારે રડવાનો અવાજ સાંભળીને હું દેવીના મંદિરે આવ્યા ત્યારે મારી પત્નીને હું અહીં બેસાડીને આવ્યું હતું. હું તને લઈને આવ્યો ત્યારે તે દેખાતી નથી, તેથી મને એની ચિંતા થાય છે કે તેનું શું થયું હશે ? તેને કઈ ઉઠાવી ગયું હશે? તે કયાં ગઈ હશે? આ સાંભળીને બાળકની આંખમાં આંસુ આવી ગયા ને રડતે રડે કહેવા લાગે કાકા ! તમે તો મને જીવતદાન દીધું. તમે મારી વહારે આવ્યા ને તમારે માથે આવું દુઃખ આવી પડ્યું? જિનસેનકુમાર કહે છે હવે મારે ચંચકમાવાની શોધ કરવા જવું છે પણ હું તને તારે ઘેર પહોંચાડી દઉં. તું કહે તારું ઘર ક્યાં છે ? બાળકે કહ્યું કાકા ! આ સિંહલદ્વીપના નગરશેઠનો હું દીકરે છું. આ નજીકના શહેરમાં જ મારું ઘર છે. જિનસેનકુમાર બાળકના બતાવ્યા પ્રમાણે એને લઈને ઘેર આવે. ઘરમાં શેઠ-શેઠાણી પિતાના લાડીલા પુત્રના વિગથી રડતા ને ઝૂરતા હતા. ત્યાં અચાનક પુત્રને આવેલ જેઈને શેઠના હર્ષનો પાર ન રહ્યો. જેમ મડદાને જીવન મળ્યું હોય તેમ ઉભા થઈને પુત્રને બાથમાં લઈને પૂછ્યુંબેટા! આ કોણ છે? તું કેવી રીતે આવ્યા? અમે તે તારી શોધ કરીને થાક્યા પણ તારે પત્તો ન લાગ્યું, એટલે તારા વિયેગથી ઝૂરતા હતા ત્યાં તું આવી ગયે, ત્યારે બાળકે કહ્યુંબા – બાપુજી! મને બચાવનાર આ પરમ ઉપકારી પુરૂષ છે. એ મારા ભગવાન છે. મારું મોત થવાની તૈયારી હતી. જો એ ન આવ્યા હતા તે મારા જીવનને અંત આવી ગયો હોત. એમને જેટલે ઉપકાર માનીએ તેટલે એ છે. છે. આમ કહીને પિતાને જે જે વિતક વતી હતી તે કહી સાંભળાવી.
શેઠ-શેઠાણ આ વાત સાંભળીને જિનસેનકુમારના ચરણમાં પડી ગયા ને પિતાના પુત્રને બચાવવા બદલ તેને ખૂબ ઉપકાર માન્યો. જમવાને સમય થયે એટલે કહે છે ભાઈ! તમે પહેલા જમી લે. આપની અમે શું સેવા કરીએ કે આપના ઉપકારના કણમાંથી અમે મુક્ત બની શકીએ ! જિનસેનકુમારે કહ્યું મેં કોઈ ઉપકાર કર્યો નથી. મેં તે મારી ફરજ બજાવી છે. મારે જમવું નથી. આપને કેઈ કામ હોય તે કહો. નહિતર હું જાઉં છું. શેઠ-શેઠાણું કહે છે ભાઈ! બે દિવસ તે રેકાઓ. આપને શું ઉતાવળ છે? ત્યારે છોકરાએ કહ્યું બા-બાપુજી! એ મને છોડાવવા આવ્યા ને પાછળ એમની પત્ની ગુમ થઈ છે, એટલે તે ચિંતાતુર બની ગયા છે. શેઠ-શેઠાણું કહે છે ભાઈ! તમે ચિંતા ન કરે, અમે આપને આ કાર્યમાં અમારાથી બનશે તેટલી મદદ કરીશું. અમારા પુત્રને બચાવવા જતાં આપના માથે આવી આફત આવી પડી ! ખરેખર, આ તે ધમને ઘેર ઘાડ પડી છે. આપનું દુઃખ તે અમારું જ દુઃખ છે, માટે આપ અહીં રોકાઈ જાઓ. આપણે શોધ શરૂ કરીશું. આમ વાત કરે છે ત્યાં એક માણસ આવીને શેઠ-શેઠાણીને કહે છેઆપણું ગામમાં એક આશ્ચર્યકારી ઘટના બની છે. તે તમને ખબર છે? શેઠ -શેઠાણું કહે છે અમે કંઈ જાણતા નથી. શું વાત છે ? કહે, ત્યારે આવનાર માણસે કહ્યું-આપણા નગરમાં એક વેશ્યા રહે છે તેને ત્યાં એક રૂપરૂપના અવતાર સમાન કન્યા