________________
૭૩૨
શારદા સુવાસ દિલમાં ખૂબ દુઃખ થયું કે મારા ભાઈને આ શું થઈ ગયું? તેઓ ખૂબ ચિંતાતુર બની ગયા, કારણ કે જાનના આગેવાન પિત હતા. જેમકુમારના વિવાહ માટે રાજેમતીનું માંગુ કરવા પણ પિતે આવ્યા હતા, એટલે કેમકુમારના પિતા સમુદ્રવિજય રાજા કરતાં કૃષ્ણ વાસુદેવની જવાબદારી વધુ હતી, તેથી તેમના મનમાં થયું કે મારા ભાઈએ હાથી કેમ પાછા ફેરવ્યું ? કૃષ્ણવ સુદેવ, દશ દશાઈ રાજાઓ બધા નેમકુમારના હાથીને ઘેરી વળ્યા.
રાજેમતીને લાગેલ આઘાત :- આ તરફ રાજેમતી જમણી આંખ અને જમણું અંગ ફરકયું ત્યારથી ચિંતાતુર બનેલી હતી. તેની સખીઓ તેને ચિંતા દૂર કરવા સમજાવી રહી હતી રાજમતી સખી એની વાત સાંભળતી સજળનેત્રે કેમકુમાર સામે જોઈ રહી હતી, અને મનમાં અનેક પ્રકારના અનિષ્ટોની આશંકા કરી રહી હતી. એટલામાં તેણે નજરેનજર જોયું કે કેમકુમારના સારથીએ વાડામાં અને પાંજરામાં પૂરાયેલા પશુ પક્ષીઓને બંધનથી મુક્ત કરી દીધા અને પિતાના બધા આભૂષણે ઉતારીને સારથીને આપી દીધા ને પિતાને હાથી પાછો ફેરવ્યો. આ બધું જોઈને રાજેમતીની શંકા દઢ થતી ગઈ અને
જ્યાં નેમકુમારને હાથી પાછો ફર્યો તે જોઈને તેની ધીરજ તદ્દન ખૂટી ગઈ ને મૂર્શિત બનીને પૃથ્વી ઉપર પડી ગઈ. જુઓ, આ સંસારને મેહ કે છે ! નેમકુમાર શા માટે પાછા ફર્યા એ વાત રાજેમતી જાણતી નથી, તેમજ તે પોતાની સાથે લગ્ન નહિ જ કરે તે પણ જાણતી નથી છતાં નેમના હાથીને પાછા ફરતે જે ત્યાં બેભાન બની ગઈ, એટલે એની સખીઓ કહે છે બહેન રાજેમત ! તું આ શું કરે છે? જો તો ખરી. હમણાં નેમકુમાર આવશે. તે સ્વસ્થ બન, પણ રાજેમતી કંઈ બેલતી નથી એટલે સખીઓ તેને પંખ વડે હવા નાંખવા લાગી, કઈ પાણીની ઝારી લઈને શીતળ પાણી છાંટવા લાગી.
આ તરફ ઉગ્રસેનના મહેલમાં ખબર પડી કે વરરાજા પાછા ફર્યા છે તેથી રાજેમતી મછિત બનીને પૃથ્વી પર ઢળી પડી છે. આ સમાચાર વાયુવેગે બધે ફેલાઈ ગયા. મહેલમાં થતે આનંદ પ્રમોદ બંધ થઈ ગયા. વાજા વાગતા બંધ થઈ ગયા. ઉગ્રસેન રાજા અને ધારણ રાણીના અંતરમાં ભયંકર આઘાત લાગ્યું. તેઓ બધા દેડતા રાજેસતી પાસે આવ્યા ને તેની મૂછ દૂર કરવાના પ્રયત્ન કરવા લાગ્યા. રાજેનતી મૂર્શિત થવાથી ઉગ્રસેન રાજાના મહેલમાં ખળભળાટ મચી ગયો અને મેમકુમાર પાછા વળવાથી જાનમાં ખળભળાટ મચી ગયો. વરપક્ષ અને કન્યાપક્ષ બંને પક્ષમાં અશાંત ઉત્પન્ન થઈ. બંનેના વડીલે ચિંતાતુર બની ગયા. રાજેમતીને શુદ્ધમાં લાવવા સૌ પ્રયત્ન કરે છે. હવે કૃષ્ણવાસુદેવ નેમકુમાર પાસે આવશે ને સમજાવશે પણ નગીના નેમ સમજશે કે નહીં તેના ભાવ અવસરે.
ચરિત્ર - જિનસેન આવે ત્યાં ચંપકમાલા ગૂમ” -જિનસેનકુમાર ચંપકમાલા નહિ મળવાથી ચિંતાતુર બની ગયે ત્યારે પેલે દશ વર્ષને બાળક પૂછે છે કે કાકા ! તમે આટલા બધા કેમ ગભરાઈ ગયા છે? તમને શું ચિંતા છે? જિનસેનકુમારે કહ્યું