________________
શારદા સુવાસ
૭૯ સંસારના સુખમાં રહેલી જોરદાર સ્થિરતા જે નબળી પડે તે ધર્મમાં સ્થિરતા આવે. અનંતકાળથી જીવે પાંચ ઈન્દ્રિયેના અનુકૂળ વિષમાં ઘણી સ્થિરતા કેળવી છે તેથી આ ભવમાં સહજ રીતે તે પાંચ ઈન્દ્રિના વિષયે તરફ આકર્ષાય છે, તેવી જ રીતે જે જીવ મક્ષસાધક ધર્મમાં સ્થિર થઈ જાય તે ભવાંતરમાં પણ તેની સામે મેક્ષ સાધક ધર્મ આવતાં તે ધર્મ તરફ આકર્ષાશે. અનુકૂળ શબ્દાદિ વિષય તરફ દેટ લગાવવાના કારણે તે અત્યાર સુધી સંસારમાં ભટકે અને અનેક પ્રકારના ભયંકર દુઃખે ભગવ્યા. હવે જે મેક્ષમાર્ગ રૂપ ધર્મ સામે દેટ લગાવે તે તેના પ્રતાપે જ્યાં સુધી મોક્ષ ન મળે ત્યાં સુધી તેને સંસારમાં અનુકૂળ શબ્દ રૂપાદિ વિષયેની સામગ્રી મળે તે પણ એના અંતરમાં મોક્ષમાર્ગ ઝળહળતું રહે.
બંધક મુનિને ૫૦૦ શિષ્યએ મરણાંત ઉપસર્ગ વખતે કેવી સ્થિરતા કેળવી હતી તે જાણે છે ને ? એ વાત તમે ઘણી વાર સાંભળી ગયા છે કે એક બાજુ ઘાણીમાં હાડકા તડતડ તૂટવા લાગ્યા, નસો તૂટવા લાગી અને લેહીના ફુવારા ઉડયા. શરીર પીલાવા લાગ્યું ત્યારે બીજી બાજુ આત્મામાં અદ્ભૂત સ્થિરતા રાખી. આ સ્થિરતા ક્યાંથી આવી? ભાવનાથી. કઈ ભાવનાથી હે જીવ! તે આ શરીરને માટે આનાથી પણ ઘણું ભયંકર પીડાઓ પરાધીનપણે રડી રડીને દુશ્મનાવટ કેળવીને સહન કરી છે પણ આત્મા માટે સ્વાધીનપણે હસતા હસતા મિત્રતા કેળવીને સહન કરી નથી. રોઈ રેઈને પરાધીનપણે શરીર ખાતર પીડાએ સહન કરી હોવા છતાં તે સહન કરેલી પીડાઓએ અવંતીપીડા વધારી છે. જે આ વર્તમાનમાં ઉદયમાં આવેલી પીડાઓને હસતા હસતા સહન કરી લઉં તે સર્વ પીડાઓથી મુકત થઈ જાઉં. અત્યાર સુધી સંસારના સુખ માટે સહન કરેલી પીડાઓમાં અનંતમા ભાગની પણ આ પીડા નથી, માટે આ પીડાથી ગભરાવાનું શું? આવી રીતે બંધકમુનિ, ઝાંઝરીયા મુનિ, ગજસુકુમાલ આદિ મહાત્માઓએ મરણાંત ઉપસર્ગ વખતે ક્ષમાદિ દશ પ્રકારના ધર્મમાં સ્થિરતા કેળવી તે તેના પ્રભાવે ક્ષપક શ્રેણી માંડીને કર્મોને ક્ષય કરીને કેવળ જ્ઞાન પામીને મેક્ષમાં જઈ અનંત સુખના ભેતા બન્યા.
દેવાનુપ્રિયે! આટલું સાંભળવા છતાં જીવને સંસારને મોહ કેમ છૂટ નથી? એનું કારણ અંતરના ઉંડાણમાંથી વિચાર કરતાં મને લાગે છે કે જીવે સંસારમાં ખૂબ સ્થિર છે તેથી સંસારથી છૂટી શકતા નથી, તેથી ધન, ભોગ વિષયે આદિ અસ્થિર હોવા છતાં જીવ તેને સ્થિર માની તેની ખાતર જોરદાર કર્મો બાંધે છે. તે સ્થિરતાને ત્યાંથી ખસેડી મોક્ષ સાધક ધર્મમાં લઈ જવી છે. ધર્મમાં સ્થિરતા એટલે સમકિતમાં સ્થિરતા, દેશવિરતિ અને સર્વવિરતિ ધર્મમાં સ્થિરતા. આ સ્થિરતા મરણાંત ઉપસર્ગો વખતે જીવને મક્કમ બનાવે છે. સ્થિરતા એટલે મન, વચન, કાયાની એકાગ્રતા. આવી ધર્મની રિથરતાના સ્વરૂપને તથા તેના ફળને સમજીને તેમજ સંસારની સ્થિરતાના સ્વરૂપને સમજીને, અધર્મની સ્થિરતાથી સરકીને ધર્મની સ્થિરતા કેળવી મનુષ્યભવમાં મળેલી ઉત્તમ સામગ્રીને સફળ કરી છે. આ અવસર ચૂક્યા તે ફરીને આ અમૂલ્ય અવસર મળ મુશ્કેલ છે.