________________
શાહા સુવાસ
૭૨૧ સારા માણસની હુંફ મળવાથી મુંબઈ જેવા શહેરમાં કમાવા માટે આવ્યા. શીલાને કહ્યું, બા ! અમે હમણાં મુંબઈ જઈએ, એક વર્ષ પછી બરાબર ઠેકાણું થઈ જશે પછી તને ત્યાં લઈ જઈશું, તેથી શીલા અમદાવાદ રહી અને કિશોર મુંબઈ ગયે. કમલેશને પણ સારે મિત્ર મળી જવાથી તે મદ્રાસ ગયે. એક પુત્રને શીલા જેવી મમતાળુ માતાથ છૂટ. પડવું ગમતું ન હતું પણ અનિચ્છાએ કમાવા માટે જવું પડ્યું. બંને પુત્રને સારી સર્વિસ મળી ગઈ. રૂમ પણ ભાડે લેવાઈ ગઈ, બંને પુત્રોના અવારનવાર સમાચાર આવવા લાગ્યા. દર મહિને છોકરાઓ પૈસા પણ મેકલવા લાગ્યા, એટલે શીલા ખાઈપીને શાંતિથી ધર્મધ્યાન કરવા લાગી. એના દિલમાં પણ શાંતિ વળી કે મેં મારા જીવનમાં કંઈક ફરજ, અદા કરી છે.
શિરે શીલાને કરેલે તિરસ્કાર” – ચોમાસાના દિવસે આવ્યા, ઘર ઘણું જુનું થઈ જવાથી વરસાદ પડે ત્યારે ઘરમાં પાણી પડતું, એટલે શીલાએ વિચાર કર્યો કે હવે ઘર રીપેર કરાવવા જેવું છે. ત્યાં એની તબિયત બગડી તેથી પાસે બચાવીને ભેગા કરેલા પિસા દવામાં ખર્ચાઈ ગયા, એટલે શીલાના મનમાં થયું કે મારે કિશોર મુંબઈમાં છે, તે હું ત્યાં જાઉં. કિશોર તે સાવ ત્રણ મહિનાનો હતો. એને ઉછેરીને મોટો કર્યો હતું એટલે ખૂબ વહાલે હતે. શીલા મુંબઈ આવી ને કિશોરના ઘરનું બારણું ખખડાવ્યું. કિશેરે તરત બારણું ખેલ્યું પણ શીલાને જોઈને તરત બારણું બંધ કરી દીધું, ત્યારે શીલાના મનમાં થયું કે કિશોરની વહુ કપડા બદલાવતી હશે તેથી બંધ કરી દીધું હશે, હમણું ખેલશે એમ માનીને બહાર ઉભી રહી. ઘણીવાર થઈ પણ બારણું ન ખેલ્યું એટલે શીલાએ ફરીને બારણું ખખડાવ્યું. કિશોરે બારણું ખોલ્યું એટલે શીલા હોંશભેર પિતાના લાડકવાયા કિશોરના ઘરમાં પ્રવેશ કરવા જાય છે ત્યાં કિશોર બારણુ આડા હાથ રાખીને ઉભે રહ્યો ને લાલઘૂમ આંખ કરીને કહ્યું તું મારા ઘરમાં કેમ આવી? જા, આવી છે તેવી પાછી ચાલી જા. ફરી કદી આ ઘરમાં પગ મૂકીશ નહિ. હું તને દર મહિને પિસા મેકલાવું છું છતાં તારું પેટ ભરાતું નથી કે પછી ચાલી આવી? તું તો મારા બાપની ભિક્ત લેવા આવી છે, પણ હું તને એક પાઈ આપવાનું નથી, પણ તારી પાસેથી બાપની મિલ્કત કઢાવવાને છું. હવે હું છેતરાવાને નથી.
“માતાને લાગેલે આઘાત” – શીલા તે મેટી આશાથી પ્રથમ વખત જ કિશરને ઘેર આવી હતી. એના મનમાં તે એમ હતું કે હું જઈશ એટલે મારે કિશોર મને પાછી આવવા જ નહિ દે. તેના બદલે આ તે ઘરમાં પગ મૂકવાની જ ના પાડે છે. કિશરના શબ્દો સાંભળીને શીલાના માથે મેટી શીલા તૂટી પડી હોય એ આઘાત લાગ્યો, છતાં હિંમત કરીને કહ્યું મારા વહાલયા બેટા કિશોર ! તું કેની સામે બેસે છે એની તને ખબર છે? ત્યાં કિશોર ધડૂકીને કહે છે હા હું મારી ઓરમાન માતા સામુ બેલું છું.
શા, સુ. ૪૬