________________
૭૬૪
શારદા સુવાસ રહેવા લાગ્યું. માતાને ક્રોધી સ્વભાવ પ્રેમાળ બની ગયું અને પુત્ર તથા પુત્રવધૂ પ્રત્યે વાત્સલ્યના વહેણ વહાવવા લાગી ને ઘર સ્વર્ગ જેવું બની ગયું.
નેમકુમારના દિલમાં જગતના સર્વ પ્રત્યે માતા જેવું વાત્સલ્ય ઉભરાતું હતું. તેમાં આ પશુ-પક્ષીઓને વાડામાં અને પાંજરામાં પૂરાયેલા જોઈને તેમના ઉપર અત્યંત કરૂણ આવી. આટલા બધા પ્રાણીઓને વધ થાય તે મારાથી કેમ સહન થાય? કેઈની એક આંગળી કપાઈ જાય છે તે કેટલું દુઃખ થાય છે? ત્યારે આ જીવેના ગળા ઉપર છરી ફરશે ત્યારે એમનું શું થશે?
નેમકુમાર આવ્યા પરણવા રાજુલને આનંદ થાય. લગ્નની ખાતર હિંસા જોઈને, મનમાં કરે વિચાર (૨)
એકને માટે અનેક જીવોના, પ્રાણ રે ચાલ્યા જાય (૨) એ...અનુકંપા કરી કરૂણાના ભંડારનેમકુમાર ચાવ્યા પરણવા.
નેમકુમારની જાન મથુરામાં આવી. તે જોઈને સૌના હૈયા હેલે ચઢયા. રાજુલે પણ ગેખમાંથી નેમકુમારને જોયા, ત્યારે તેના હૈયામાં અને હર્ષ હતે. અંતરમાં આનંદની ઉર્મિઓ ઉછળતી હતી કે હું આવા નેમકુમારની અર્ધાગના બનીને દ્વારકા જઈશ, પણ એનું જમણું અંગ અને જમણી આંખ ફરકતા એને હર્ષ ઉડી ગયે ને આનંદ એાસરી ગયે. તે એકદમ વિહ્વળ બની ગઈ. નેમકુમારને પરણવાના કેડ ન હતા. એ તે જગતના જીને અહિંસાને માર્ગ બતાવવા આવ્યા હતા. વાડામાં પૂરેલા પશુઓને જોઈને એમણે હાથીને થોભાવ્યા ને મનમાં વિચાર કરવા લાગ્યા કે આ અજ્ઞાની લેકે લગ્ન જેવા શુભ પ્રસંગમાં પણ આવી હિંસા કરે છે? અને તે પણ મારા નિમિત્તે? મારે આવા લગ્ન કરવા નથી. હાથી ચલાવનાર મહાવત–સારથી પણ નેમકુમારનું મુખ જોઈને સમજી ગયા કે જેમકુમાર આ પશુઓને વાડામાંથી બંધનમુક્ત કર્યા વિના પરણશે નહિં, માટે આ
ને બંધન મુક્ત કરવા જોઈએ. હવે વાડામાં કલ્પાંત કરતા પશુ-પક્ષીઓને કેવી રીતે બંધનથી મુક્ત કરાવશે તેના ભાવ અવસરે.
ચરિત્ર - સિંહ-સિંહણને જિનસેનકુમાર અને ચંપકમાલાએ માર્યા છે આ જાણી પ્રજાનું દુઃખ દૂર થવાથી બધા ને ખૂબ આનંદ થયે. આખું નગર શણગારી બંનેને હાથી ઉપર બેસાડીને મહારાજા પિતાના મહેલમાં લઈ ગયા. ત્યાં રાજાએ તેમને ખૂબ આદરસત્કાર કર્યો. નગરજને પણ તેમને જયજયકાર બેલાવતા ખૂબ પ્રશંસા કરતા સૌ પિતપોતાને ઘેર ગયા. રાજાએ કુંવરને પૂછયું તમે સિંહ-સિંહણને કેવી રીતે માર્યા? મેં ઘણા પ્રયત્ન કર્યા પણ આ કાર્યમાં મને સફળતા મળી નહિ. તે કામ તમે કેવી રીતે કર્યું? જિનસેનકુમારે બધી વાત કરી એટલે મહારાજા છે બંનેને ધન્યવાદ આપીને તેમને ઉપકાર માનતા કહ્યું-કુમાર ! તમે સિંહ સિંહણને મારીને મને મોટામાં મોટી આફતથી બચાવ્યો છે.