________________
CO
સારા અલાસ
પિતાના સ્વાર્થને કાજે, બહુ જતુએ,
નથી કલ્યાણ તેમાં મેં, પિતાનું કે પારકું. માત્ર મારા લગ્ન ખાતર જે આટલા બધા ની હિંસા થતી હોય તે તેમ મારુ કે બીજા કોઈનું કલ્યાણ થવાનું નથી. આ પશુઓના પ્રાણ લૂંટીને જે યાદ ધર્મ પામેલા નથી, જેઓ માંસાહારના લોલુપ છે તેમને માટે ભેજન બનશે! અરેરે. આ સંસાર કે સ્વાર્થને ભરેલે છે! આ સંસારમાં એક ક્ષણ રહેવા જેવું નથી. જે આત્માઓને ભય લાગે છે તે આ સ્વાર્થભર્યા સંસારમાંથી સરકી જાય છે, અને પિતાના આત્માને તારે છે, માટે જ્ઞાની પુરૂષે પડકાર કરીને કહે છે કે
સમજીને તું સરકી જા, પરથી તું અટકી જા, સ્વમાં તું ચીટકી જા, તે અનંત સુખ પામી જા.
હે છવડા! જેજે, આ સ્વાર્થભર્યા સંસારમાં અટવાતે નહિ. તું સંસારના મનમેહક પદાર્થોને જોઈને તેમાં અટવાય છે ને તેને મેળવવા માટે તનતોડ પ્રયત્ન કરે છે પણ એ તારા નથી થવાના ને પરલોકમાં તારી સાથે નથી આવવાના, માટે તું આ સંસારના સ્વાર્થમય સ્વરૂપને સમજીને પર પદાર્થોને મોહ છોડી દે અને સ્વ સ્વરૂપમાં તારું ચિત્તોડી દે. સ્વ સ્વરૂપમાં રમણતા કર, તે તું મોક્ષના સુખ પામી શકીશ, બાકી સંસારના પદાર્થોમાં રમણતા કરવાથી ત્રણ કાળમાં સાચું સુખ પામી શકાશે નહિ. તમે સંસારમાં કેઈને ભૌતિક સંપત્તિ, પુત્ર-પરિવાર આદિથી સુખી દેખે ત્યારે કહે છે ને કે આને સંસાર ઉજળે છે પણ સંસાર કદી ઉજળે છે જ નહિ, ઉજળે હેય તે સંયમ છે. જે આત્માઓ સંસાર છોડીને સંયમ લે છે અને ભગવાનની આજ્ઞા પ્રમાણે પાંચ મહાવ્રત, પાંચસમિતિ અને ત્રણ ગુપ્તિનું યથાર્થ રીતે પાલન કરે છે તેનું જીવન ઉજ્જવળ બને છે. સંયમી આત્માઓ ક્ષણે ક્ષણે આત્માની સાવધાની રાખે છે ને વિચાર કરે છે કે મનુષ્યનું જીવન ક્ષણિક છે. માનવી ધારે છે શું ને બની જાય છે શું ? કદી માનવીના મનના માર પૂરા થતા નથી. આશાઓ અધૂરી ને અધૂરી જ રહે છે. રાજેમતી માનતી હતી કે કેમકુમાર તોરણે આવી ગયા છે, હમણું પંખાશે ને પછી લગ્નવિધિ શરૂ થશે. એના મનમાં અનેક પ્રકારના કેડ હતા, પણ નેમકુમાર તેર પહોંચતા પહેલાં જુદી જ ઘટના બની. આવી રીતે સંસારમાં માતાપિતા વિચાર કરે છે કે દીકરાને ઉછેર્યો, ભણાવ્ય, વહેપાર કરતાં શીખવ્યું, ને પરણાવ્યું, હવે દીકરા આપણને પાળશે, આપણે નિરાંતે ધર્મધ્યાન કરીશું. પુણ્યવાન માતા પિતાના આવા કેડ પૂરા થાય છે ને કંઈક જગ્યાએ તે માતા પિતાના કોડ પૂરા થવાને બદલે વિરુદ્ધ વાત બની જાય છે. આટલા માટે જ્ઞાની પુરુષે વારંવાર ટકેર કરે છે કે સંસારના મેહમાં ફસાશે નહિ. તમારી આશાના મિનારા કયારે જમીનદોસ્ત થઈ જશે તેની ખબર નથી, માટે સમજીને આત્મસાધના કરે,