________________
શારદા સુવાસ
શીલા નામની સત્તર વર્ષની કોડભરી કન્યા પરણીને સાસરે આવી. એના મનમાં અનેક પ્રકારના કાડ હતા. એના પતિનું નામ મનહર હતુ, અને સાસુનુ' નામ સરસ્વતીબહેન હતુ. વાત એમ બની હતી કે મનહરભાઈની પત્ની એક ત્રણ વર્ષના અને એક માત્ર ત્રણ મહિનાના ભાષાને મૂકીને સ્વર્ગવાસ પામી હતી. એ મરનાર પત્નીને પોતાના સંતાના પ્રત્યે અપાર મમતા હતો. હું મારા વહાલસેાયા બાળકોને ખૂબ પ્રેમથી ઉછેરીશ, એને ખૂબ લાડ લડાવીશ એવા કેટલાય કાડ એના મનમાં ભર્યાં હતા પણ એના કાડ પૂરા થતાં પહેલાં કાળરાજા એને કાળીયા કરી ગયા. યુવાન પત્ની ઋષ્ણે ફૂલ જેવા બાલુડાને મૂકીને ચાલી ગઈ એટલે મનટુર અને તેની માતાને ખૂબ આઘાત લાગ્ય કે હવે આ એ કરાએનુ' શું થશે? મરનાર પત્ની પણ ગુણીયલ હતી, તેથી મનહરના માથે તા આભ તૂટી પડયા હાય તેવા આઘાત લાગ્યા. માતા એને સમજાવવા લાગી બેટા ! તુ રડીશ નહિ. વહેલ' કે માડુ' એક દિવસ સૌને જવાનુ છે. કાઈને કાયમ રહેવાનુ' નથી. આ સંસાર તા પંખીના મેળા જેવા છે. એમ કહીને માતા તેમજ સગાવહાલા સૌએ મનહરને આશ્વાસન આપીને શાંત કર્યાં. દિવસે ઉપર દિવસો જવા લાગ્યા. મનહરના આઘાત ધીમે ધીમે વિસારે પડવા લાગ્યા. પત્નીને ગયા એ ત્રણ મહિના થયા એટલે માતા કહે છે બેટા મનહર ! હજી તારી ઉંમર નાની છે, માટે તું ફરીને લગ્ન કર. આ કરાએની હુ' પૂરી કાળજી રાખીશ, પણ તું જાણે છે ને કે આ ઉંમરે આ ફુલ જેવા મા વિનાના છેકરાને ઉછેરવા, ઘરના કામકાજ કરવા એ મુશ્કેલ છે, તુ લગ્ન કરે તે મને સથવારે। મળે,
૧૮
મનહરે પહેલાં તે ઘણી ના પાડી પણ માતાએ તથા કુટુંબીજનાએ તેને ખૂબ સમજાવ્યે એટલે એને લાગ્યુ કે બધાની વાત તો સાચી છે. માતા એકલી કેટલા વંતરા કરે? તેથી મનહરે લગ્ન કરવાની હા પાડી, અને આ શીન્ના સાથે તેના લગ્ન થયા. શીલા પણ ખૂબ ડાહી ને ગુણીયલ છેાકરી હતી. એ મામામાં ત્રણ વર્ષના ખાખાનુ' નામ કમલેશ હેતું ને ત્રણ મહિનાના ખાત્રાનું નામ કિશેર હતું. કિશેર તે ત્રણ મહિનાના છે એટલે એને કંઈ સમજણુ પડતી નથી પણ કમલેશ તે ત્રણ વર્ષના છે એટલે શીલાને જોઈને દાદીને પૂછે છે ખા ! આ કાણુ છે? ત્યારે દાદીમા કહે છે બેટા ! તારી મમ્મી છે, એટલે એ તે ઉછળીને મમ્મીને વળગી પડસે. હું મમ્મી ! તું ઘણાં દિવસથી કયાં ગઈ હતી ? તને મારા પપ્પા લેવા આવ્યા હતા ? કમલેશની કાલીઘેલી ખેલી સાંભળીને શીત્રાના હૃદયમાં માતાનું હેત ઉભરાઈ આવ્યું. માળકને ગળે વળગાડી દીધા ને તેને પ્રેમથી હેત કરવા લાગી. રૂમમાં ગઈ તા ત્રણ મિહનાના મામાને પારણામાં સૂતેલા જોયા. સાપુએ શીલાને કહ્યું-બેટા ! આ બંને ખાળકો તારા છે, ને તારે સંભાળવાના છે. શીલાએ કહ્યું-ભલે, ખા ! હવે તમે ચિંતા ન કરશો. આ તે હજી પરણીને આવી છે. પહેલા દિવસ છે. કકુભર્યાં પગલા છે, પણ રૂમ બધ કરીને નાના ખાખાને લઈને રમાડવા બેસી ગઈ ને તેને દૂધ પીવડાવવા લાગી,