________________
શારદા સુવાસ
God' [2
જંગલમાં કાઈ જઈ શકતુ' નથી. એ માર્ગે જે લેાકેાના ખેતર છે તે લેાકેા ખેતી કર્યા વિના બેકાર થઇ ગયા છે. ઘણાં માણસે એ જંગલમાં થઈને વહેપાર ધા કરવા માટે સામે ગામ જતા હતા તે પણ જઈ શકતા નથી. અમારા મહારાજાએ સિહ-સિંહણને પકડવા માટે ઘણાં ઘણાં પ્રયત્ન કર્યાં પણ કોઇ રીતે પકડાતા નથી. એમના એવા ભયંકર ત્રાસ છે ને તમે એ જગલમાંથી કેવી રીતે આવ્યા ?
આપ
જિનસેનકુમારે કહ્યું–હવે તમે બધા ડરશેા હુ. અમે એ સિદ્ધ-સિહુને મારી નાંખીને આવ્યા છીએ, જો તમને મારી વાત સાચી માનવામાં ન આવતી હાય તા જાતે જઈને ખાત્રી કરી આવા જંગલમાં સિંહ સિંહણના કલેવર પડ્યા છે. લેાકેા કહે અસત્ય આલે તેમ નથી, અને એ જીવતા હોય તેા તમે આવા જ કેવી રીતે ? છતાં કંઈક લેાકા ખાત્રી કરવા માટે જંગલમાં ગયા. સિંહુ-સિંહણને મરેલા જોઈ ક્રુષ ભેર ઢાડતા આવ્યા ને જિનસેનકુમાર અને ચ'પકમાલાને કહ્યું-ધન્ય ઘડી ને ધન્ય ભાગ્ય અમારા કે આપના જેવા પુણ્યવાન આત્માએ અમારા નગરમાં પધાર્યાં. અમે હજાર જીભેા ભેગી કરીને આપના ગુણ ગાઈએ તે પણ પૂરા થાય તેમ નથી. અમે આપને શું આપીએ ? આપને માટે શું કરીએ ને શુ ન કરીએ ! આ વાત આખા નગરમાં વાયુવેગે પહોંચી ગઇ, તેથી આ પવિત્ર આત્માના દર્શન કરવા માટે આખા નગરની પ્રજા આવવા લાગી. રાજાને પણ આ વાતની જાણ થતાં જિનસેનકુમાર અને ચંપકમાલા બેઠા હતા ત્યાં આવ્યા અને હાથ જોડીને કહ્યું ભાગ્યવાન ! આપ કયાંથી પધાર્યા છે? આપે સિંહુ-સિંહણને કેવી રીતે માર્યાં ? એ મારે જાણવું છે, પણ પહેલા આપ મારા મહેલમાં પધારો. હું આપનું સ્વાગત કરુ' પછી બધી વાત શાંતિથી પૂછીશ, હવે રાજા આ બંનેને કેવી રીતે મહેલમાં લઈ જશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન ન-૭૬
આસા સુદ ૮ ને સેામવાર
તા. ૯-૧૦-૭૮
અનતજ્ઞાની જિનેશ્વર ભગવંતા જગતના જીવને નશ્વરતાનું સ્વરૂપ સમજાવતાં કહે છે કે આ વિશ્વ વિનશ્વર છે, એની પ્રીત પણ વિનશ્વર છે, પણ વિનશ્વરની પ્રીતમાં અવિનશ્વર આત્મા પેાતાની સમગ્ર શક્તિને હામી દેવા આજે તૈયાર થઈ રહ્યો હાય એવું દેખાય છે. ક્ષણિકતામાં એ અક્ષણિકત'નું દશન કરે છે અને અક્ષણિકમાં એ ક્ષણિક્તાનુ દર્શન કરે છે. આત્મા પોતે અનિશ્વર હાવા છતાં એ પેાતાને વિનશ્વર માને છે, અને આખું' જગત નશ્વર હોવા છતાં એને અવિનશ્વર માને છે. આ ભૂલભૂલામણીએ એને ભવવનમાં ભૂલા પાડ્યા છે. ગણિતના આ ગૂંચવાડાએ એને ગોથે ચઢાવ્યેા છે. જે સતત