________________
શારદ સુવાસ લાગી. તેમાં રેખાને એક દિવસ તાવ આવે. તેનાથી દૂધ ઉભું કરતાં ઢળાઈ ગયું, એટલે સાસુના ક્રોધને પાર ન રહ્યો. રેખાને ન કહેવાના વેણ કહ્યા, તે પણ રેખા એક શબ્દ બેલી નહિ ને ખૂણામાં બેસીને યુકે ને ધ્રુસકે રડવા લાગી. એક બાજુ રેખાને સખત તાવ અને બીજી બાજુ સાસુના ક્રોધની સખત ગરમી છે. રમેશે રેખાને કહ્યું તને આટલે બધે તાવ છે, તારાથી કામ થતું નથી ને જે નહિ થાય તે બા કટકટ કર્યા કરશે. એના કરતાં તું હમણાં થોડા દિવસ તારા પિયર જઈને રહે. રમેશે રેખાને પિયર મોકલી દીધી. હવે પિતે વિચાર કરવા લાગે કે મારે શું કરવું? માતા કઈ રીતે શાંત થતી નથી. મેં તે ઘણું સહન કર્યું પણ બિચારી રેખાનું શું? આના કરતાં હું માતાથી અલગ થઈ જાઉં. આ નિર્ણય કરીને કહે છે બા! હું અઠવાડિયા માટે મારા મિત્રને ઘેર જાઉં છું. માતાની રજા લઈને રમેશ મિત્રને ઘેર ગયે ને રેખ પિયર ગઈ
- રમેશ એના મિત્રના ઘેર પહોંચે. રમેશને આવતે જોઈને એને મિત્ર સામે આવ્યું. આદર સત્કાર કરીને ઘરમાં લઈ ગયો, પ્રેમથી જમાર્યો. પછી એને મિત્ર રમેશને એકાએક આવવાનું કારણ પૂછયું, એટલે રમેશે બધી વાત કરી. મિત્રની લાગવગથી રમેશને સારી નોકરી મળી ગઈ પછી રમેશે રહેવા માટે નાનકડું ઘર ભાડે લીધું. મિત્ર પાસેથી અમુક રૂપિયા લઈને જરૂરિયાતની સામગ્રી પણ વસાવી લીધી. અને રેખાને પત્ર લખ્યું કે મને અહીં નેકરી સારી મળી ગઈ છે. રહેવા માટે ઘર પણ લઈ લીધું છે ને જરૂરિયાતની સામગ્રી પણ વસાવી દીધી છે, માટે હવે તું અહીં આવી જા. રેખાને પણ પત્ર આવ્યું કે હું અઠવાડીયામાં આવું છું. રમેશે જે ઘર ભાડે લીધું હતું તેની આગળના ભાગમાં મેઈન રેડ હતો અને રેડની સામે શ્રીમંતના મોટા મોટા બંગલા હતા, અને પાછળના ભાગમાં નાનકડી ગલી હતી ને સામે ગરીબ લેકના ઝુંપડા જેવા મકાન હતા, એટલે રમેશને શ્રીમંતાઈનું અને ગરીબાઈનું બંને દશ્ય જોવા મળે.
એક દિવસ રમેશ પાછલા ભાગની બારી પાસે ખુરશીમાં બેઠે હતું ત્યારે એની સામેના એક નાનકડા ઘરમાં એક માતા એના એકના એક દીકરાને ધમકાવતી હતી કે ઢોર જેવા ! મૂઆ તું મરી જા...તને ઝેરની પડીકી પણ મળે છે કે નહીં? તે ખાઈને મરી જી. તારું કાળું મેટું હવે મારે જેવું નથી. આમ કહીને છૂટી થાળી વેકરાના માથામાં મારી પણ વાગી નહિ, ત્યારે છોકરે નમ્રતાપૂર્વક કહે છે બા ! તું આટલે બધે ધ શામાટે કરે છે? હું મારો બધે પગાર તને આપી દઉં છું. એક પાઈ પણ મારી પાસે રાખતે નથી પણ બે વર્ષથી પીકચર જોયું ન હતું એટલે જોવાનું મને મન થઈ ગયું. એમાં મેં ફક્ત એક રૂપિયે વાપર્યો છે. હું તને કાલે રૂપિયા કમાઈને આપી દઈશ પણ તું મને આમ શા માટે કરે છે? પણ માતાના શરીરમાં એ ક્રોધ રૂપી રાક્ષસ પેસી ગયે હતે કે મા દીકરાની વાત સાંભળતી ન હતી. બસ, એ તે એક જ વાત કરતી હતી કે તે