________________
શારદા સુવાસ ભગવાન તે જન્મથી ત્રણ જ્ઞાન સાથે લઈને આવ્યા હતા એટલે જાણતાં હતાં કે આ નિર્દોષ પશુપક્ષીઓને માંસ માટે મારી નાંખવા પાંજરામાં ને વાડામાં પૂર્યા છે, છતાં જે તેઓ પિતાના જ્ઞાનના આધારે પશુ પક્ષીઓ પર કરૂણ દર્શાવીને તેમને બંધનમુક્ત કરી દે તે જાનના માણસ તથા બીજા માણસો પશુ-પક્ષીઓને બંધનમુક્ત કરાવવાનું કારણ કેવી રીતે સમજી શકે? બીજા ને અહિંસાનું મહત્વ સમજાવવા માટે વાડાની પાસે આવતા નેમકુમારે સારથી-મહાવતને પૂછયું હે સારથી ! આ બિચારા સુખાભિલાષી પશુપક્ષીઓને આ વાડાના ને પાંજરાના બંધનમાં શા માટે નાંખ્યા છે? હવે સારથી તેને શું જવાબ આપશે તેના ભાવ અવસરે.
ચરિત્ર - જિનસેનકુમાર એ ગુણીયલ છે કે એના જવાથી આખી નગરીની જનતા રહે છે. નગરની બહાર ઘણે દૂર સુધી માતાપિતા અને પ્રજાજનો સૌ વળાવવા માટે ગયા. બધા જોતા રહ્યા ને જિનસેનકુમાર તે બધાની વિદાય લઈને ચાલી નીકળ્યા. ચાલતે ચાહતે એક દિવસ ચંપાપુર નગરની બહારના બગીચામાં આવ્યું. થાક ઉતારવા માટે
ડી વાર જિનસેનકુમાર સૂતે હતો, એટલામાં રાજાના માણસોએ બગીચામાં બાંકડા ઉપર સૂતેલા જિનસેનકુમારને જોયા. માણસેએ રાજાને ખબર આપી કે આપણું જમાઈરાજ જિનસેનકુમાર આવ્યા છે. રાજા રાણીને ખબર પડી એટલે મહારાજા ઘણાં માણસોને સાથે લઈને બગીચામાં આવ્યા.
જમાઈને એકલા જોતાં શંકાશીલ બનેલા સસરા – પહેલાં સસરા સમજતા હતા કે જમાઈ મેટા પરિવાર સાથે આવ્યા હશે, એટલે પિતે પણ પરિવાર સહિત જમાઈને તેડવા માટે આવ્યા, પણ અહીં તે જમાઈ એકલા જ હતા. એમનું મુખ પણ ઉદાસ હતું તેથી સસરા સમજી ગયા કે જમાઈ કઈ પણ કારણથી એકલા આવ્યા છે. સ્વાગત કરીને મહેલમાં આવ્યા. સ્નાનાદિ કરાવી, જમાડીને રાજાએ પૂછ્યું કે આપ એકલા જ કેમ આવ્યા છે ? અને આમ અચાનક આવવાનું કારણ શું ? આપના મુખ ઉપર આનંદ દેખાતે નથી. તે શું કારણ છે? શું તમારા પિતાજીએ તમને દેશનિકાલ કર્યા છે? જે હોય તે મને જલ્દી કહો. માધવસિંહ રાજાએ તેમને આ પ્રમાણે પૂછયું એટલે જિનસેનકુમારે કહ્યું–મહારાજા ! મારા પિતાજી મારા ઉપર નારાજ થયા નથી ને મને દેશનિકાલ કર્યો નથી. તમે મારા માટે એવી કઈ શંકા કરશો નહિ. મને પિતાને પરદેશ જેવાની ઈચ્છા છે તેથી હું સિંહલદ્વીપ જઈને નેકરી કરી મારું ભાગ્ય અજમાવવા માંગું છું. પિતાજીના પૈસા ઉપર જે દીકરાઓ તાગડધીન્ના કરે છે તે અધમ છે. મારે મારા બાહુબળથી આગળ આવવું છે. તે માટે હું જાઉં છું. મને ત્યાં ઘણું અનુભવ મળશે. મારા માતા પિતાએ મને પરદેશ ન જવા માટે ખૂબ સમજાવ્યું પણ હું એમને સમજાવીને પરણે આવ્યો છું.
જમાઈની વાત સાંભળીને સસરાજીએ કહ્યું-જમાઈરાજ! તમારા માતા-પિતાને