________________
શારદા સુવાસ નિર્દોષ પશુઓની હત્યા તે નહિ જ થવા દઉં. આવા મોટા રાજા પણ પિતાની જાતને હેમી દેવા તૈયાર હતા પણ નિર્દોષ જીવેની કતલ કરવા તૈયાર ન હતા. આવા આર્ય સંસ્કૃતિના સંસ્કાર હતા. આવા ઉત્તમ પુરૂષને ઈતિહાસ આજે સાક્ષી પૂરી રહ્યો છે.
અહિંસા એ જીવનનું પરમ કર્તવ્ય છે. કેઈ પણ જીવની આપણાથી જાણતા કે અજાણતાં હિંસા ન થાય તેને પૂરેપૂરો ખ્યાલ રાખવાની જરૂર છે.
એક જમાને એ હતું કે તળાવમાં માછીમાર માછલી પકડે તે ગામના લેક તેની સામે સત્યાગ્રહ કરતા, અને રાજાને ફરિયાદ કરતા. રાજા પ્રજાની ફરિયાદ સાંભળતા ને માછલા પકડવાની મનાઈ કરતા. રસ્તામાં ગાડા કે ગાડી નીચે કૂતરું આવીને મરી જાય તે તેની સામે સત્યાગ્રહ કરતા. આવી ભારતની પ્રજા દયાળુ હતી, પણ આજે તે અહિંસા અને દયાનું નામનિશાન રહ્યું નથી. આપણા આદેશમાં અંગ્રેજોનું શાસન આવ્યું ત્યારથી આયે પ્રજાના માનસને વિકૃતિના માર્ગે દેરી જઈને આર્ય પ્રજાને હિંસાના માર્ગે અગ્રેસર બનવાનું યંત્ર રચાયું. જેથી આજે આર્યદેશની ઉજ્જવળતા હિંસાની કાલિમ.થી કલંકિત બની રહી છે. ભલભલાના કાળજા કમકમાવી દે એવી ભયંકર હિંસાઓ આજે ભારતમાં થઈ રહી છે. ઠેરઠેર ઈડાનું વેચાણ થાય છે. મત્સ્ય ઉદ્યોગના નામે લાખ ટન માછલીઓની નિકાસ થઈ રહી છે. વાંદરાઓને પકડીને તેના ઉપર ફરતા ભર્યા પ્રાગ થઈ રહ્યા છે. કૂતરાઓને ઝેરી દવા આપીને નાશ કરવામાં આવે છે.
જે પ્રજા એક વખત માંસ અને મચ્છી જોઈને કમકમી ઉઠતી હતી એને માંસાહારી બનાવી તેના આર્ય સંસ્કારને જડમૂળથી ઉખેડી નાખવાના પ્રયત્ન ચાલુ થયા છે. આરબે પાસેથી તેલ લેવા માટે બદલામાં તેમને ગાયનું માંસ અપાઈ રહ્યું છે. અંગ્રેજો ભલે ભારત ઉપર રાજ્ય કરીને ગયા પણ ભારતવાસીઓના માનસમાં તેઓ ભારોભાર વિકૃતિ મૂકતા ગયા છે. નાના નાના બાળકોને નાની ઉંમરથી જ હિંસાનું શિક્ષણ આપવામાં આવે છે એટલે એ જેમ મોટા થતા જાય છે તેમ હિંસા પ્રત્યેની સૂગ ઓછી થતી જાય છે. ભારતવાસીઓ સામે આજે હિંસાને રાક્ષસ વિકરાળ સ્વરૂપ ધારણ કરીને ઉભે છે. આર્ય પ્રજાનું સાચું ખમીર ચૂસાઈ રહ્યું છે. પરિણામે ભારતની પ્રજાના દિલમાંથી ધર્મ ઉપરની શ્રદ્ધા, સંસ્કારો, અને મંત્રી, કરૂણા આદિ ભાવ અસ્ત થતા દેખાય છે.
બંધુઓસર્વનાશને નેતરનારી હિંસા છે. એ વાત તમે તમારા હૃદયમાં કેતરી રાખજે. અભક્ષ પદાર્થોના વપરાશથી દૂર રહેજે. એક વાત ખાસ યાદ રાખજો કે અન્નના આહારથી એટલે શરીરને લાભ થાય છે તેટલું માંસાહારથી શરીરને નુકશાન થાય છે. આજે તે. હિંસાએ માઝા મૂકી દીધી છે. ઠેરઠેર યાંત્રિક કતલખાનાઓ ખુલી રહ્યા છે. ભડાની તે ભયંકર ભૂંડી દશા થઈ છે, અને કતલખાનામાં પશુઓની કરૂણ રીતે કતલે થઈ રહી છે. આજે સ્કૂલના બાળકોને પણ એવું શિક્ષણ અપાય છે કે દૂધ કરતા ઇંડામાં