________________
છે
શારદા સુવાસ સામેથી સિંહ અને સિહણ આવે છે. જે એ સીધા ચાલ્યા જશે તે આપણે જવા દઈશું પણ જે એ આપણા સામા થશે તે હું એમને પૂરા કરી દઈશ, પણ તું આ ઝાડ ઉપર ચઢી જા. તારું અહીં કામ નથી. ચંપકમાલાએ હસીને કહ્યું-નાથ ! આપ ઝાડ ઉપર ચઢી જાઓ. હું સિંહ અને સિંહણને સામને કરીશ. જિનસેને કહ્યું હું બેઠો હોઉં ને તું સામનો કરે ! એ ન બને, ત્યારે ચંપકમાલાએ કહ્યું કે આપણે એમ કરીએ. તમે સિંહને સામને કર ને હું સિંહણને કરીશ. હવે સિંહ અને સિંહણ નજીક આવશે ત્યારે બંને કેવી રીતે સામને કરશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં. ૭૫ આ સુદ ૭ ને રવીવાર
તા, ૮-૧૦-૭૮ સુજ્ઞ બંધુઓ. સુશીલ માતાઓ ને બહેનો! અનંતજ્ઞાની મહાપુરૂષે ફરમાવે છે કે હે આત્માઓ! મહાન પુણ્યદયે તમને આર્યાદેશ, ઉત્તમકુળ, અને વીતરાગ શાસનમાં મનુષ્ય જન્મ મળે છે. આ માનવભવમાં તમને બે પ્રકારના સાધનો મળ્યા છે. એક ડૂબવાના સાધને ને બીજા તરવાના સાધનો. દા.ત. પૈસા, વહેપાર, દુકાન, સારા સારા ખાનપાન, શબ્દ-રૂપરસ–ગંધ-સ્પર્શ વિગેરે પાંચ ઇન્દ્રિયના વિષયે, સત્તા, ઐશ્વર્ય, માન-સન્માન વિગેરે સાધને જીવને ભવસાગરમાં ડૂબાડનાર છે. આવા સાધનમાં મસ્ત બનીને હાલનારા અનંતા જ આ ઊંચે મનુષ્ય જન્મ પામવા છતાં દુર્ગતિઓમાં ભમતા થઈ ગયા. નહિતર આવા ઉત્તમભવમાં આવીને દુર્ગતિમાં જવાનું કેમ હોય! આવા સાધના મેહમાં રાચવાથી અને હિંસા, જૂઠ, ચેરી, મૈથુન અને પરિગ્રહનું સેવન કરવાથી ભવભ્રમણ વધે છે. આ ડૂબવાના સાધનેની વાત થઈ. હવે આપણે તરવાના સાધનોની વાત કરીએ. તરવાના સાધને કયા છે તે જાણે છે ને? દેવાધિદેવ અરિહંતપ્રભુ, નિગ્રંથગુરૂ, સર્વજ્ઞપ્રણિત ધર્મ, શાસ્ત્ર, વૈરાગ્ય, ક્ષમા, સંતેષ, સંયમ, દાન, શીયળ, તપ, અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ વિગેરે ભવસાગર તરવાના સાધન છે. આ સાધના સહારે અનંતાજી ભવસાગર તરી ગયા છે. ખુદ ભગવંતેએ પણ આ સાધનને સહારે લઈને આત્માને પરમાત્મા બનાવ્યા છે, અને જગતના જીવોને પણ આ તરવાના સાધનોનું સેવન કરવાને ઉપદેશ આપે છે, અને ભગવાનના અનુયાયીઓ નિગ્રંથ સંતે પણ આ તરવાના સાધને દ્વારા પોતે આરાધના કરે છે ને બીજાને આરાધના કરવાને ઉપદેશ આપે છે.
જ્ઞાનીએ પાંચ ઇન્દ્રિયના વિષયે, ધન વૈભવ, માલ મિક્ત વિગેરે ડૂબવાના સાધનો બતાવ્યા અને નિગ્રંથ ગુરૂઓ, શાસ્ત્રો વિગેરે તરવાના સાધને બતાવ્યા. હવે આ બંનેમાંથી તમને ક્યા સાધનોનું સેવન કરવાનું મન થાય છે? આ બેમાંથી તમને જેનું સેવન કરવાની ઈચ્છા થાય તે ઈચછા તમારા ભવિષ્યના તરવાના કે ડૂબવાના પરિણામને