________________
શારદ સુવાસ છે. જેમકુમાર કરૂણાવંત છે. “જી અને જીવવા દે” આ આદર્શ જગતના સમસ્ત જીને સમજાવે . તેઓ પોતાનું એકનું સુખ જોતા ન હતા પણ બધા જીને કેમ સુખી બનાવું તેવી તેમની સંભાવના હતી. કોઈને માટે આપણે સારી ભાવના રાખીએ તે બીજાની પણ આપણુ પ્રત્યે સારી ભાવના રહે છે અને આપણે કેઈન માટે ખરાબ ભાવના રાખીએ તે આપણું પિતાનું ખરાબ થાય છે. એક લૌકિક દષ્ટાંત આપીને સમજાવું.
એક વખત ભસ્માસુર નામને રાક્ષસ શંકરજી પાસે આવ્યું. આ સમયે શંકરજી એમની સ્ત્રીઓ સાથે આનંદ કિલ્લેલ કરી રહ્યા હતા. ભસ્માસુર શંકરજી પાસે આવીને તેમને લળીલળીને પગે લાગ્યા, અને બે હાથ જોડી શંકરજીની સ્તુતિ કરવા લાગ્યા. આ જોઈને ભલા ને ભેળા શંકરજીના મનમાં થયું કે શું આની મારા પ્રત્યેની ભક્તિ છે! એમને ખબર નથી કે ભસ્માસુરની ભક્તિ શુદ્ધ છે કે અશુદ્ધ ઘણાં માણસો એવા હોય છે કે જેની પાસેથી સ્વાર્થ સાધ હોય ત્યારે મીઠું મીઠું બેલીને સામને પિતાના બનાવી દે અને પોતાનાથી કંઈ જુદાઈ છે જ નહિ એવી રીતે વર્તન કરે, એટલે સામાના મનમાં એવી છાપ પડે કે આ કેટલે સજજન છે! કેવું પવિત્ર છે! એને મારા પ્રત્યે કેટલો પ્રેમ છે! મીઠું બેલી પ્રેમ બતાવોને પિતાને સ્વાર્થ સાધે છે. આ રીતે બાહ્ય પ્રેમ બતાવતાં ભસ્માસુર પણ શંકરની અત્યંત નમ્રભાવે ભક્તિ કરવા લાગ્યા. વારંવાર એમને પગે પડવા લાગે, પણ એનું નમન કેવું હતું ? કહેવત છે ને કે
નમન નમનમેં ફેર હૈ, બહેત નમે નાદાન
દગલબાજ દેતા નમે, નમે ગરજવાન, ભરમાસુરનું નમવું, બેલવું, ચાલવું અને એની ભક્તિભાવ જોઈને શંકર તે એના ઉપર પ્રસન્ન થઈ ગયા ને બોલી ઉઠયા કે માંગ...માંગ...માંગે તે આપું. શંકરજી ભસ્માસુરની ભક્તિથી પ્રસન્ન થયા ને વચન માંગવાનું કહ્યું પણ વિચાર ન કર્યો કે આ જાતિને રાક્ષસ છે. એ શું માંગશે? અને એને વચન આપવાથી કેવું નુકશાન થશે? ભસ્માસુરે કહ્યુંશંકરજી ! આપ મારા ઉપર પ્રસન્ન થયા છે તે મને એવું વરદાન આપ કે જેના માથે હાથ મૂકું તે બળીને ભસ્મ થઈ જાય. શંકરજીએ કહ્યું-“તથાસ્તુ. મહાનપુરૂષે કહે છે કે તમે કઈ પણ કાર્ય કરતાં પહેલા ખૂબ વિચાર કરે. કેઈને આશીર્વાદ આપવા કે જ્ઞાન આપવું તે પાત્ર જોઈને આપવું જોઈએ. જેમ સર્પને દુધ પીવડાવવાથી ઝેર જ વધવાનું છે તેમ દુષ્ટ પ્રકૃતિના માનવીને ગમે તેટલું કરે છે તે સુધરતું નથી.
શંકરજીએ ભસ્માસુરની ભક્તિને વશ થઈને આગળપાછળને વિચાર કર્યા વિના વરદાન આપ્યું. જેવું વરદાન આપ્યું તે જ ભસ્માસુરે શંકરના માથે હાથ મૂકો. શંકરે કહ્યુંઅલ્યા! મેં તને વરદાન આપ્યું એટલે તું સૌથી પહેલાં મને જ બાળવા ઉ૩ ?