________________
શારદા સુવાસ સૂચવે છે. આપણે ભવસાગરમાં ડૂબી જઈશું કે ભવસાગરને તરી જઈશું એનું માપ આના ઉપરથી નીકળે છે. બેલે, તમને આ બેમાંથી શું ગમે? તરવાના સાધનોનું સેવન કરવું ગમે કે ડૂબવાના સાધનોનું ? આજે મેટાભાગના માનવીના જીવન જોઈએ તે લાગે છે કે એ બિચારા ડૂબવાના સાધનોની સેવા કરતા નજરે પડે છે. સવારમાં ઉઠયા ત્યારથી દાતણ પાણી કરવા, સ્નાન કરવું, ચા-પાણી નાસ્તા ઉડાવવા, પેપર વાંચવા, તેમાં પેપરમાં સમાચાર વાંચ્યા કે બજારે તંગ છે, મોંઘવારી વધતી જાય છે, એને પહોંચી વળવા માટે મારે શું કરવું? પૈસા કેવી રીતે કમાવા આવા વિચારે રાત્રે ઉઘે ત્યાં સુધી ચાલ્યા કરે છે. રવિવાર જે રજાનો દિવસ હોય ત્યારે નાટક સિનેમા જેવા, ચપાટી ફરવા જવું વિગેરે આવા ડૂબવાના સાધનમાં રચ્યાપચ્યા રહેવું એ ભવિષ્યમાં ભવસાગરમાં ડૂબી જવાની આગાહી કરે છે અને રેજ સવારમાં ઉઠીને નવકારમંત્રનું સ્મરણ કરવું, સામાયિક પ્રતિક્રમણ કરવા, સંતના દર્શન કરવા અને વ્યાખ્યાન વાણીને લાભ લે, કંદમૂળ, રાત્રી ભોજનનો ત્યાગ. ઉપવાસ, આયંબીલ વિગેરે યથાશક્તિ તપ કરે, અન્યાય, અનીતિ, દગા પ્રપંચથી દર રહેવું, કષાય ઓછી કરવી, આવી જે ભાવના થતી હોય તે તે ભવિષ્યમાં ભવસાગરને તરી જવાની આગાહી સૂચવે છે.
બંધુઓ ! વિશ્વમાં શ્રેષ્ઠ જિનશાસન મળ્યું, ઉચ્ચ મનુષ્યભવ મળે એની તમને કિંમત છે ખરી ? હું તમને પૂછું છું કે તમને કઈ સારી દલાલી આપે એવા શેઠ મળી જાય છે એની તમારે મને કેટલી બધી કિંમત હોય છે! એ શેઠનું તમે કેટલું સન્માન કરે છે? એને કેટલે બધે ઉપકાર માને છે? કારણ કે ત્યાં તમે સમજે છે કે આ શેઠને સારી રીતે સત્કાર સન્માન કરીશ તે શેઠ મારા ઉપર રાજી રહેશે ને મને સારી દલાલી મળશે, અને હું ધનવાન બની જઈશ. આવી રીતે તમને જે જિનશાસન મળ્યું છે તેની કિંમત હોય તે જિનશાસને બતાવેલા તરવાના સાધનેની કેટલી સરભરા ને સાધના થાય? એનું કેટલું બહુમાન કરાય ? તમને ખબર છે ને કે એને સકાર, સન્માન અને સાધના કરવાથી મારા કર્મો ખપી જશે અને વધારામાં પુણ્યની પુંજી ભેગી થશે ને ભવિષ્યમાં ભવસાગર સહેલાઈથી કરી શકાશે.
જેમણે જન્મ લીધે છે તેમને એક દિવસ મરવાનું તે છે જ, પણ આપણે મરીને નરક, તિર્યંચ આદિ દુર્ગતિમાં જવું નથી. બેલે, આમાંથી કેઈને નરક કે તિર્યંચગતિમાં જવાની ઈચ્છા છે? “ના,” સ્વપ્નમાં પણ દુર્ગતિના દર્શન ગમતા નથી. જે તમને દુર્ગતિ મને પણ ગમતી નથી તે એ દુર્ગતિમાં લઈ જનારા ભવસાગરમાં ડૂબાડનારા સાધનેને પણ છોડવા પડશે અને સદ્ગતિમાં લઈ જનારા-તારનારા સાધનેની આરાધના કરવી પડશે. આ માટે તમે ઘરમાં એક બોર્ડ લગાવી રાખે ને એનું હેડિંગ મેટા અક્ષરે લખે કે
બવાના સાધન, તરવાના સાધન.” આવું હેકિંગ આપીને ડૂબવાના સાધન લખ્યું છે તેની નીચે ડૂબવાના સાધનેનાં નામ લખે અને તરવાના સાધન લખ્યું છે તેની નીચે