________________
શિડ્યા સવાસ
જ
-દુઃખ-થાક–ગરમી, ઠંડીઆ બધું સહન નહિ કરી શકે. અમે પુરૂષની જાતિ ગમે ત્યાં વૃક્ષ નીચે પડયા રહીએ તે પણ કંઈ ભય કે ચિંતા નહિ પણ સ્ત્રી જાતિ સાથે હોય તે અનેક પ્રકારનો ભય રહે છે. માટે તું સમજી જા ને મારી સાથે આવવાની હઠ છોડી દે, તે પણ ચંપકમાલા ન સમજી ત્યારે ફરીને જિનસેનકુમારે કહ્યું ચંપકમાલા ! તું તે મહેલ છેડીને કદી બહાર નીકળી નથી. તને જંગલના દુઃખનો અનુભવ કયાંથી હોય ? જંગલમાં તે સિંહ-વાઘ–વરૂની ભયંકર ગર્જનાઓ થશે. એ સાંભળીને તું થરથર ધ્રુજી જઈશ. એવા ભયંકર જંગલ આવશે. જિનસેનકુમારની વાત સાંભળીને ચંપકમાલા કહે છે સ્વામીનાથ ! આપ આટલી બધી ચિંતા શા માટે કરે છે? મારી વાત સાંભળો.
સીતા ગઈ રામ કે સાથે, કર્યો આબ મુઝે ડરાઓ, મેં ક્ષત્રાણુ વીર નારી હું, કૈસે ભય દિખલા.
જ્યારે દશરથ રાજાએ રામચંદ્રજીને વનવાસ આપે ત્યારે સતી સીતાજી રામચંદ્રજીની સાથે જ ગયા હતા ને ? પતિના દુઃખમાં સહભાગી બનવું તે પતિવ્રતા સ્ત્રીને ધર્મ છે.
જ્યાં વૃક્ષ હોય ત્યાં જ છાયા રહે છે, તેમ સતી સ્ત્રીઓ વૃક્ષની છાયાની જેમ પતિની સાથે જ શેભે છે. નાથ ! આપ જેમ ક્ષત્રિયના બચ્ચા છે તેમ હું પણ ક્ષત્રિયાણીની દીકરી છું. મારામાં દુઃખ સહન કરવાની તાકાત છે. આપ જંગલના દુખેનું વર્ણન કરીને મને શા માટે ડરાવે છે? મને આપ સાથે લઈ જવા કૃપા કરે. જિનસેને ચંપકમાલાને ઘણું સમજાવી પણ સમજી નહિ ત્યારે જિનસેનકુમારને લાગ્યું કે ચંપકમાલા કઈ રીતે સમજી શકે તેમ નથી એટલે સાથે આવવાની હા પાડી તેથી એ પતિની સાથે જવા માટે તરત તૈયાર થઈ ગઈ
“પતિની સાથે જવા તૈયાર થયેલી ચંપકમાલા':-ચંપકમાલા માતા-પિતાના ચરણમાં મસ્તક ઝૂકાવીને કહે છે તે માતા પિતા ! મને તેમની સાથે જવાની આજ્ઞા આપે. પુત્રીની વાત સાંભળીને માતા-પિતાની આંખમાંથી આંસુની ધાર વહેવા લાગી. તેઓ ઢગલે થઈને પડી ગયા ને કહેવા લાગ્યા-દીકરી ! જમાઈને ઘણું સમજાવ્યા પણ એ ન માન્યા. હવે તું પણ અમને છોડીને જઈશ! બેટા અમારે પુત્ર કહો કે પુત્રી કહે તું જ છે. અમારે બધો આધાર તારા ઉપર છે ને તું અમને છોડીને જવાની ક્યાં વાત કરે છે? વળી તું આવી સુકુમાલ છે. તે કદી જમીન ઉપર પગ મૂક્યું નથી અને જંગલના ભયાનક દુઃખે કેવી રીતે વેઠી શકીશ? આ રીતે માતા-પિતાએ ખૂબ સમજાવી પણ ચંપક માલાએ કહ્યું કે મારે સાથે જવું છે, એટલે માતા-પિતાને પણ અનિચ્છાએ જવાની રજા. આપવી પડી. જિનસેનકુમાર અને ચંપકમાલા બંને જણા સિંહલદ્વીપ જવા માટે તૈયાર થયા.
“જિનસેને મદનમાલતીને મેકલેલ સંદેશ - ચંપકમાલા તે તૈયાર થઈ