________________
શારદા સુવાસ
१८९ માનવા જતા દષ્ટિ મલીન બને છે કારણ કે એમાં આત્માના હિતાહિતને વિચાર કે મારી પુણ્ય રૂપી મુડી ખતમ થઈ જશે તેનો ખ્યાલ નથી રહેતું. પછી ખેદ કે દુઃખ થવાની વાત જ ક્યાં? ઉપરથી આત્મામાં કોધ, માન, માયા, લેભ, આસક્તિ, રાગ, દ્વેષને ઉકરડે વધતા જાય છે, પરિણામે જાલીમ પાપમુડીમાં વધારો થાય છે એકેન્દ્રિયપણામાંથી માંડ છૂટીને ઠેઠ ઉંચા માનવભવમાં આવ્યાની મહેનત ધૂળધાણી થાય છે એટલું નહિ પણ ઊંચામાં ઊંચું અને કિંમતીમાં કિંમતી મળેલું જિનશાસન, કેવળ પ્રરૂપિત ધર્મ, મહાન ત્યાગી સદ્ગુઓ અને સિદ્ધાંતે કે જેના સહારે આપણે જલદી ભવપાર થઈ શકીએ, એવા સાધનને ભૌતિક વિકાસના સાધને પરની આસક્તિ નિરર્થક બનાવી દે છે, માટે ભૌતિક વિકાસની લાલસાને તે નવગજથી નમસ્કાર કરવા જેવા છે અને આત્મિક વિકાસની માયા લગાડવા જેવી છે.
ભૌતિક વિકાસ મહત્વનું નથી. મહત્વનું છે આત્મવિકાસ, કારણ કે આત્મવિકાસથી જ સાચી શાંતિ, સાચી પ્રસન્નતા અને પવિત્રતા મળે છે, માટે આત્મવિકાસ માટે પ્રયત્ન કર જોઈએ. કદાચ તમને થશે કે આત્મવિકાસ શ? તે હું આપને સમજાવું. જેમ ભૌતિક વિકાસમાં કાયા સુંદર ને સુખી બને, માલમિલ્કત, પ્રતિષ્ઠા, માન-સન્માન વિગેરે વધતા જાય એવી રીતે આત્મવિકાસમાં આત્મા પવિત્ર, ઉજજવળ અને સદગુણ બનતું જાય તેથી આત્મામાં જ્ઞાન, વૈરાગ્ય, શ્રદ્ધા, ક્ષમા, અનાસક્તિ, તૃપ્તિ વિગેરે ભાવે વધતા જાય, એ બધું આવે તેથી આત્માનું સૌંદર્ય, સ્વસ્થતા ને પ્રસન્નતા વધતી જાય. આજે બધે વિકાસની વાતે ચાલે છે પણ એમાં માત્ર જડ વિકાસને કેલાહલ મચી રહ્યો છે. તે માટે કેળવણી વધારે, શાળાઓ વિકસાવે, સિનેમાદિ મનરંજન વધારે વિગેરે કેટલા પ્રયત્ન ચાલી રહ્યા છે. રાગદ્વેષ, આર્તધ્યાન અને રૌદ્રધ્યાનને વધારે એવા છાપા, રેડિયા, પિકચર, ટી. વી. વિગેરે ખૂબ વધી ગયા. આ કેલાહલમાં આત્મવિકાસની વાત કેણ સાંભળે ? જ્યાં આત્મામાં વિલાસપ્રિયતા વધે, રાગ-દ્વેષ અને આર્ત-રૌદ્રધ્યાન વધે એને વિકાસ કેવી રીતે મનાય? આ જડ વિકાસે માનવના આત્મવિકાસને ગૂંગળાવી ખતમ કરી નાંખે છે. આ માનવજીવન આત્મવિકાસ માટે છે. એનું સાધન છે ધર્મ. માટે ધર્મની આરાધના કરે તેથી આત્મવિકાસ થશે.
જેમને આત્મવિકાસની ભાવના છે તેવા નેમકુમાર પરણવા માટે આવ્યા છે પણ તેમની દષ્ટિ આત્મા તરફ જ છે. જાનમાં ઘણાં માણસે તેમની આગળ હતા છતાં નિર્દોષ પશુઓનું કરૂણ આક્રંદ સાંભળીને તેમનું હૃદય દ્રવિત ન થયું, કારણ કે આ લગ્નના ઉત્સાહમાં પશુ એના હૃદયદ્રાવક પિકાર તરફ કેઈનું લક્ષ ખેંચાયું નથી અને કેઈએ તે તરફ ધ્યાન આપ્યું નથી. જાનની આગળ જેટલા માણસે હતા તે બધા ઉગ્રસેન રાજાના મહેલ તરફ આગળ વધતા જતા હતા, પણ નેમકુમાર તે પશુઓને વાડે આવ્યું એટલે તેમને પિકાર
શા. સુ. ૪૪