________________
ચારતા સુવાસ સમજાવીને તમે ભલે આવ્યા પણ અમે તમને કઈ રીતે નહીં જવા દઈએ. તમે આવા ચતુર અને પરાક્રમી રાજકુમાર થઈને સિંહલદ્વીપ જઈને નેકરી કરે તે અમને શોભે ? મારે તે દીકરી કહું કે દીકરે કહું તે તમે જ છે, માટે ચંપાનગરીનું રાજ્ય તમે સંભાળે. હું તમને રાજતિલક કરી દઉં, ત્યારે જિનસેને કહ્યું–મારે અત્યારે રાજ્ય જોઈતું નથી. મારે તે મારું ભાગ્ય અજમાવવા પરદેશ જવું છે. જિનસેનકુમારને સાસુ, સસરા, પ્રધાન વિગેરેએ મળીને ખૂબ સમજાજો પણ ન સમયે ત્યારે એમના મનમાં થયું કે કુંવરીને મળવા દે. એ એમને જરૂર સમજાવશે. બધાને મળ્યા પછી જિનસેનકુમાર ચંપકમાવાને મળવા માટે એના મહેલે આવ્યું. જિનસેનકુમારને આવતા જોઈને ચંપકમાલા ઉભી થઈ અને સન્માનપૂર્વક પતિને ઉંચા આસને બેસાડી ચરણમાં પડીને પૂછયું-સ્વામીનાથ! આપ આમ એકાએક અને એકલા કેમ પધાર્યા છે? મેં દાસી દ્વારા જાણ્યું કે આપ પરદેશ પધારે છે, તે શું આ વાત સત્ય છે? નક્કી કઈ પણ કારણ હેવું જોઈએ. આપને એકાએક પરદેશ જવાનું શું કારણ છે તે આપ મને કહે, ત્યારે જિનસેનકુમાર ચંપકમાલાને કહે છે.
કુછ નહિ કારણ હૈ પ્યારી, પુન્ય અજમાને જાઉં, વિમાતા કે મન નહિ ભાઉ, ઈસલિયે મેં જાઉં.
મારે જવાનું બીજું કઈ કારણ નથી. તું જાણે છે ને કે મારી ઓરમાન માતા રત્નાવતીને મારા પ્રત્યે કેટલું ઝેર છે! એણે મને કપટ કરીને લાડુમાં ઝેર આપ્યું. મારા નિમિત્ત એને પાપ કરવા પડે છે, તેથી મને થયું કે હું મારું ભાગ્ય અજમાવવા પરદેશ જાઉં. આ કારણથી હું પરદેશ જવા માટે નીકળે છું. જતા ચંપાનગરી રસ્તામાં આવી એટલે હું તને મળવા માટે આવ્યો છું. ત્યારે ચંપકમાલાએ કહ્યું–નાથ ! ત્યાં તમારા ઉપર માતા ઈર્ષ્યા કરે છે પણ અહીં તે કઈ ઈર્ષ્યા કરનાર નથી, માટે આપ સુખેથી ચંપાનગરીનું રાજ્ય કરે ને અહીં જ રહે, ત્યારે જિનસેનકુમાર કહે છે ચંપકમાલા ! સસરાના રાજ્યમાં રહેવું મને પસંદ નથી. લેકમાં કહેવત છે કે જે દીકરે પોતાના નામથી ઓળખાય તે ઉત્તમ, જે દીકરો પિતાજીના નામથી ઓળખાય તે મધ્યમ અને સસરાના નામે ઓળખાય તે અધમ. તે સિવાય જે જમાઈ પરદેશ રહે છે તે હીરા તુલ્ય છે, જે ગામમાં રહે છે તે મેતી તુલ્ય અને જે ઘરજમાઈ થઈને રહે છે તે કાંકરા તુલ્ય. (હસાહસ) હે ચંપકમાલ! મારે ઘરજમાઈ થઈને રહેવું નથી. હું તે મારા નિર્ણય પ્રમાણે પરદેશ જઈશ. જિનસેનકુમાર પરદેશ જશે ત્યારે ચંપકમાલા સાથે જવા તૈયાર થશે ને શું બનશે તેના ભાવ અવસરે.
*