________________
કેટર
શારદા સુવાસ ઘણું લેકોને પ્રભાવિત કર્યા હતા, અને ઘણી કપ્રિયતા સંપાદન કરી હતી, એટલે મહાજને બાવાજી તરફ મીટ માંડી. શરદપૂનમને દિવસ નજીક આવતે જતો હતે. એક દિવસ મહાજન ભેગું થઈને બાવાજી પાસે આવ્યું. બાવાજીએ કહ્યું પધારે મહાજન ! અત્યારે અચાનક આવવાનું કેમ બન્યું? મહાજન વિનય વિવેક જાળવીને બાવાજી પાસે બેઠું ને પૂછયું કે બાવાજી! આ બધી શેની તૈયારીઓ ચાલે છે? બાવાજીએ કહ્યું તમને ખબર નથી કે શરદપૂનમને મેળે નજીક આવી રહ્યો છે.
બાવાજીની વાત સાંભળીને મહાજનનું મુખ પડી ગયું તેથી બાવાજીએ પૂછ્યું કેમ બધા ઉદાસ થઈ ગયા ? બધાએ વાત કરી. ગરાસીયા આગળ અમારું જોર ચાલતું નથી, પણ આ દિવસે પાડાનું બલિ અપાય છે. તે હિંસા આપ બંધ કરાવે. બાવાજી કહે હું 'તે ન છું, મને ખબર નથી પણ ગરાસીયાને સમજાવવા બહુ કઠીન છે. મહાજને કહ્યું–કાળા માથાને માનવી ધારે તે કરી શકે છે. જ્યારે આપ તે બાવાજી છે. બધાનું 'દિવ આપે જીતી લીધું છે. આપના હૃદયમંદિરમાં રહેલી અહિંસા ઉપર આપને શ્રદ્ધા છે. કે નહિ? અમને આપના ઉપર શ્રદ્ધા છે કે જાણીને ઝેર પીનારા આપ મહાન પુરુષ છે. એ શ્રદ્ધાથી અમે આપની પાસે અમારા દુભાતા દિલની દવા લેવા આવ્યા છીએ. આ હિંસાના હુતાશન વચ્ચે આપ અહિંસાના અમૃતકુંભ તરીકે ઉભા રહે તે અમને વિશ્વાસ છે કે એકલમાતાના મંદિરે અહિંસાનો વિજયધ્વજ લહેરાઈ ઉઠે ને માતાજી આપના ઉપર વધુ પ્રસન્ન થાય. - બાવાજીએ કહ્યું મેં આ વાત જાણી ત્યારથી મારું દિલ પણ દુભાય છે. તે હવે હું મારા જાનના જોખમે પણ પાડાને જાન બચાવીશ. અહિંસા તે બધા ધર્મોની માતા છે. એની પૂજાને લાભ લેવાનો અવસર મને ક્યાંથી મળે? મહાજન! તમે નિશ્ચિત બને. બાવાજીના ગૌરવવંતા શબ્દ સાંભળીને મહાજનના હૈયા હરખાઈ ગયા ને બોલી ઊઠયા કે બાવાજી! જે વધ બંધ રહેશે તે અમારા તરફથી મેળાની મેદનીને પેટ ભરીને શીરે ખવડાવવામાં આવશે. આ જવાબદારીને બેજ લઈને મહાજન ઊડયું. શરદપૂનમના મેળાને એક દિવસ બાકી રહ્યો એટલે બાવાજી ગરાસીયાઓના ઉતારે ગયા. ગરાસીયાઓએ બાવાજીને આવકાર આપીને આસન ઉપર બેસાડ્યા ને પૂછ્યું બાવાજી! આમ એકાએક કેમ પધાર્યા? શું હેમ, હવન અને હત્યાની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ ને ? ગરાસિયાઓના પ્રશ્નને જવાબ આપવાને બદલે બાવાજીએ કહ્યું. ભાઈઓ ! હું તમને એક પ્રશ્ન પૂછું છું કે દરેક જીવને જીવવું ગમે છે કે મરવું? ગરાસીયાઓએ કહ્યું કે બધાને જીવવું ગમે છે.
ગરાસીયાઓની વાત સાંભળીને બાવાજી દાવ જોઈને સોગઠી નાંખતા બોલ્યા કે દરેક પ્રાણીને જીવવું ગમે છે. તમે પાડાઓને ભેગ આપીને માતાને પ્રસન્ન કરવા ઈચ્છા છે. તે ક્યાંથી બને ? આ સાંભળીને ગરાસીયાઓ સમજી ગયા કે આ બા તે પાડાના વધની