________________
;&&
શારદા સુવાસ માનસિક દુઃખેથી સઘળા છે ડરતા રહે છે, અને એવા દુખેથી રક્ષણ મેળવવાની શોધમાં રહે છે. સુખની પ્રાપ્તિ અને દુઃખને નાશ ઈચ્છતા હોવા છતાં પણ કેઈ બ્રમમાં પડી કઈ વિપરીત માર્ગ ગ્રહણ કરે તે વાત જુદી છે, બાકી સૌને ઉદ્દેશ સુખ મેળવવાને હોય છે. એમ હોવા છતાં પણ મનુષ્ય બીજાઓને માટે એ વાત ભૂલી જાય છે અને કઈ કઈ વાર તે બીજાના સુખની ઈર્ષ્યા કરે છે. અથવા બીજાને દુઃખી જોઈને રાજી થાય છે. તેઓ એ વિચાર નથી કરતા કે દુઃખ અમને જેમ ગમતું નથી તેમ બીજાને પણ નથી ગમતું.
દેવાનુપ્રિયે ! આપણું ભાવિના તેમનાથ ભગવાન તે કરૂણાના સાગર અને પરમાર્થદશ હતા. એ કઈ છનું દુઃખ જોઈ શકે તેવા ન હતા. જ્ઞાની પુરૂષને મન કેઈ પિતાનું કે કઈ પરાયું હતું નથી. એમને મન તે દરેક જી સમાન છે. “agવ ટુવ ” આખી પૃથ્વી ઉપર રહેલા ત્રણ-સ્થાવર, સુક્ષમ અને બાદર દરેક જીવને એમનું કુટુંબ માને છે પછી કેઈનું મન દુભાવે ખરા? આજે તે પોતાના સુખ ખાતર બીજાને દુભાવવા તે શું પણ બીજાના પ્રાણ લેવા તે પણ સહુજ વાત બની ગઈ છે. એક જમાને એ હતું કે આપણા વડીલે લેટ લઈને નીકળતા ને જ્યાં જ્યાં કીડીઓના દર હોય ત્યાં જઈને લેટ નાંખતા. આવી તેમના દિલમાં દયા હતી. આજે તે દયાને દેશનિકાલ કરી દીધી છે. ઘણું માણસે પિતે સુખી થવા માટે દેવ-દેવીઓને પાડો અને બકરાને ભેગ ચઢાવે છે. આવી વાત સાંભળીને આપણું હૃદય કંપી ઉઠે છે. બીજા ની હિંસા કરીને કદી સુખ મળે ખરું? અહિંસાનું પાલન કરવાથી સુખ મળે છે, કારણ કે “દયા ધર્મક મૂલ હૈ” દરેક ધર્મોનું મૂળ દયા છે. કેઈ ધર્મમાં હિંસાને ધર્મ કહેલ નથી પણ દયાને ધર્મ કહ્યો છે. જેની દયા કરશે તો તેની દુવા તમને મળશે ને સુખી થશે પણ દિલમાં યા નહિ રાખે તે તમે દુખી થવાના. અહિંસાના શરણે જવાથી આત્માને વિજય થાય છે, હિંસાથી નડિ. અહીં એક અન્ય દર્શનની વાત મને યાદ આવે છે.
કચ્છમાં એકલગામ નામે ગામ હતું તે ગામના પાદરમાં એકલમાતાનું મંદિર હતું. આ ગામની ચારે તરફ સૂકી રણ જેવી વેરાન ધરતી હતી. આ માતાના મંદિરે દર શરદપુનમના દિવસે મેળો ભરાતો હતે. મેળામાં હજારે નરનારીઓ આવતા ને અજ્ઞાનતાથી હેમહવન વિગેરે કરતા, અને અહિંસાના માર્ગને નહિ સમજનાર અજ્ઞાન ગરાસીયા લેકે આ દિવસે પાડાનું બલિ ચઢાવતા ને એકલમાતાનું પવિત્ર મંદિર લોહીથી ભરાઈ જતું. આ સમયે મડાજનનું દયાળુ હૃદય ધ્રુજી ઉઠતું પણ ગરાસીયા લોકો સામે ઝુંબેશ કેણું ઉઠાવે ? અહિંસા ખાતર ઝેર પી જાણે એવા માઁના મડદા પડે તે પણ આ ગરાસિયા સમજે તેવા ન હતા. આ બાબતમાં શું કરવું તેને સૌ વિચાર કરતા. આ મંદિરના પૂજારી તરીકે એક બાવાજી થડા સમય પહેલા આવેલા. એ બાવાજીએ એમના ગુણેથી