________________
શારદા સુવાસ કારણ કે આ સંસારમાં પિતાના પ્રિયજનને વિગ પશુ પક્ષીઓ આદિ દરેક જીવને સતાવે છે. બીજું દુઃખ તેમની સ્વતંત્રતા લૂંટાઈ ગઈ તેનું હતું. જંગલમાં પશુપક્ષીઓ ખુલી હવામાં પિતાના સાથીઓ સાથે સ્વતંત્રતાપૂર્વક આમથી તેમ નાચતા કૂદતા હતા. પશુઓ એક સ્થાન છેડીને બીજે સ્થાને જતા હતા, અને લીલે ચારો ચરતા હતા. આમ સ્વતંત્રતાપૂર્વકવિહરતા પશુ પક્ષીઓની સ્વતંત્રતા છીનવી લઈને તેમને બંધનમાં નાંખ્યા હતા. . મનુષ્ય પોતાના સુખ દુઃખ પરથી બીજા ના સુખ-દુઃખને સહજ રીતે જાણી શકે છે. તે સમજે છે કે મને જે બાબતથી દુઃખ થાય છે તેનાથી બીજાને સુખ કેવી રીતે થાય? છતાં સ્વાર્થી મનુષ્ય આ વાતને બિલકુલ ભૂલી જાય છે કે મારા કાર્યથી બીજાને સુખ થાય છે કે દુઃખ? તે એ વિચાર નથી કરતે કે હું મારા સુખને માટે બીજા છ સાથે કેવો વ્યવહાર કરું છું ! એ જ વ્યવહાર બીજે માણસ પોતાના સુખને માટે મારી સાથે કરે તે મને કેવું દુઃખ થશે ? પશુ પક્ષીઓની અપેક્ષાએ તે મનુષ્ય વધારે વિવેકી છે, પણ સ્વાર્થને કારણે મનુષ્ય વિવેકહીન બની જાય છે. જે મનુષ્ય સ્વાર્થભાવનાથી વિવેકહીન ન બને અને જેવું દુઃખ સુખ પિતાને માટે માને છે તેવું જ જે બીજાને માટે માને તે તે બિલકુલ પાપમાં પ્રવૃત્ત ન બને, પણ સંસારમાં એવા મનુષ્ય બહુ ચેડા નીકળશે કે જેઓ સ્વાર્થ છોડીને પિતાની માફક બીજાના સુખદુઃખને સમજે, અથવા બીજા ને દુઃખમાં ન નાંખવા માટે અને સુખ આપવા માટે પિતાને રવાથે છેડી છે. ઘણાં માણસે તે એવા પણ હોય છે કે પિતાને કેઈ જાતને સ્વાર્થ ન હોવા છતાં બીજા અને દુઃખ આપે છે. જયારે વિવેકહીન ગણતા પશુઓ પણ વિના કારણે કેઈને નુકશાન પહોંચાડતા નથી, પણ વિકસંપન્ન મનુષ્ય કોઈ વાર પશુઓથી પણ હલકે બની બીજાનું અહિત કરવા તત્પર બને છે. તે માટે ભર્તુહરિએ પણ કહ્યું છે કે
अंके सत्पुरुषाः परार्थ घटका स्वार्थ परित्यज्यये, सामान्यास्तु परार्थमुद्यम भृतः स्वार्थाधिरोधेन ये । तेऽमी मानुष राक्षसाः परहित स्वार्थाय निघ्नन्ति ये, ये निम्नन्ति निरर्थक परहितं ते के न जानीमहे ।।
જે મનુષ્ય પિતાના સ્વાર્થને ખ્યાલ ન કરતા બીજાનું ભલું કરે છે તેઓ પુરૂષ છે. જેઓ બીજાના ભલાની સાથે પિતાનું ભલું કરે છે તેઓ સાધારણ પુરૂષ છે. જેમાં પિતાના ભલા માટે બીજાનું બગડે છે તેઓ મનુષ્યના રૂપમાં રાક્ષસે છે, અને વગર કારણે બીજાનું અહિત કરે છે તેમને શું કહેવું એ જ મારી સમજમાં આવતું નથી.
આ સંસારમાં સમસ્ત પ્રાણએ સુખ ચાહે છે. કેઈ દુખ ચાહતું નથી. સર્વ જીવો દુખથી બચવાને અને સુખ મેળવવાને ઉપાય કર્યા કરે છે. મૃત્યુ, જરા, વ્યાધિ અને