________________
શારદા સુવાસ ત્યાં સમાચાર આવ્યા કે મથુરા નગરીની બહાર જાન આવી ગઈ, એટલે આખી નગરીમાં વિશેષ આનંદ છવાઈ ગયો. રાજેમતીની સખીઓ તેને શણગારતાં શણગારતાં પરસ્પર લગ્ન સબંધી હાસ્યભરી વાતે કરતી રાજમતીની મજાક ઉડાવતી કહેવા લાગી.
રામતીની મજાક કરતી સખીઓ”:- પહેલી સખી કહે છે કે હવે તે આપણું વહાલી સખી જેમ વૃક્ષ સાથે લતા શેભે છે તેમ શોભી ઉઠશે, ત્યારે બીજી સખી બેલી ઉઠી કે અરે ! એ તે જેમ ચંદ્રને દેખીને ચકરી સૌને ભૂલી જાય છે તેમ આપણું વહાલી સખી મને અને તમને બધાને ભૂલી જશે. ત્રીજી સખી કહે છે અરે ! તમે બધા આ શું બેલે છે? આપણે બધા બાળપણથી જેની સાથે રમ્યા, જમ્યા ને ફર્યા છીએ તે સખી શું એની વહાલી સખીઓને ભૂલે? ચેથી સખી કહે તું તે મૂર્ણ છે. પ્રિય પતિ મળતાં એ બિચારી તમને કેવી રીતે યાદ કરશે ? પાંચમી સખી કહે છે કે એના સદ્ભાગ્યે એને પતિ પણ કેવા મળ્યા છે! જેની બરાબરી કરનાર આ સંસારમાં કોઈ પુરૂષ નથી. આવા નેમનગીના જેવા પતિ મેળવીને આપણને ભૂલી જાય તે સ્વાભાવિક છે. છઠ્ઠી સખી કહે છે તમે બધા શા માટે ચિંતા કરે છે? એ આપણને સાથે લઈ જશે, ત્યારે સાતમી કહે છે જરા વિચાર તે કરે. એના સાસરિયાને પરિવાર કેટલો મટે છે. એમાં એવી ભળી જશે કે તમને મળવા નહિ પામે, માટે બધી વાત છેડી દે. આ રીતે રાજેમતીની સખીઓ ઠઠ્ઠ મશ્કરી કરતી રાજમતીને શરમાવી રહી હતી. રાજેમતી સખીઓની મીઠી મજાક સાંભળી શરમથી નીચું જોઈ જતી હતી, પણ એના હૃદયમાં તે અતિશય આનંદ છે.
લગ્ન માટેની બધી તૈયારીઓ થઈ ગઈ છે. રામતીને પણ સોળ શણગાર સજાવી સુંદર રીતે શણગારી છે. એ દેવકન્યાથી પણ અધિક શેભતી હતી. હવે યાદવકુળની જાન મથુરા નગરીની બહાર આવી ગઈ છે. ઉગ્રસેન રાજા પણ વિવાહ તથા જાનનું સામૈયું કરવાની તૈયારીમાં મશગુલ બનેલા હતા. એમને ચિંતા હતી કે મેં મારા શિર ઉપર ભગીરથ કાર્યનો જે લીધે છે. એક તે કૃષ્ણજી પોતે જ મારા જમાઈરાજ છે. એમને પરિવાર ઘણે મોટે છે. વળી પિતે ત્રણ ખંડના અધિપતિ છે, એટલે અનેક રાજાએ તેમની સાથે આવશે તેથી જાન ઘણુ મોટી હોય તે સ્વાભાવિક છે. મેં પ્રેમથી તેમને જાન જોડીને આવવાનું આમંત્રણ આપ્યું છે એટલે જે મારા તરફથી જાનને બરાબર સત્કાર કે સ્વાગત નહિ કરી શકાય તે યાદ મારી મશ્કરી કરશે. આ વાતને લક્ષમાં રાખીને ઉગ્રસેન રાજાએ જાનને ઉતારવાને, ખાવા-પીવાને અને તેનું સ્વાગત સત્કાર કરવાને વિગેરે બરાબર વ્યવસ્થિત રીતે પ્રબંધ કર્યો હતે. સ્થળે સ્થળે સોનેરી વજાપતાકાઓ અને દરવાજા બાંધ્યા હતા, અને લગ્નમંડપ તો એ સુંદર સ્વર્ગના વિમાન જે બાંધ્યો હતે કે આખી નગરીના લોકે મંડપ જેવા ઉમટયા હતા. સ્થળે સ્થળે ઠંડા મીઠા પીણુને પ્રબંધ કર્યો હતો, અને જે માર્ગેથી જાન આવવાની હતી તે મા વિશેષ પ્રકારે શણગારવામાં આવ્યો હતે.